ક્યારેક-ક્યારેક ડિજિટલ સંબંધની જાળમાં કેટલાક લોકો એ રીતે ફસાઈ જાય છે કે તેમને સંબંધ પરથી વિશ્વાસ જ ઊઠી જાય છે કે પછી કેટલીય વાર જીવનથી હાથ ધોવા પડે છે. ૩ વર્ષ પહેલાં એક ગેચગેકિંગ સાઈટ પર મુંબઈની કોમલ, વૈભવ નામના એક છોકરાને મળી. બંનેના વિચારો એકબીજાને મળ્યા તો વાત આગળ વધી. ૨-૩ વાર મળીને વૈભવે બિઝી હોવાનું બહાનું શરૂ કરી દીધું. હું મીટિંગમાં છું, હું શહેરથી બહાર છું, જલદી મળીશું વગેરે. કોમલ પણ તેની વાતોનો વિશ્વાસ કરતી રહી, પણ એક દિવસ કોમલે તેને અન્ય સાઈટ પર જેાયો. પછી તપાસ કરી તો ખબર પડી કે વૈભવ ક્યાંય બિઝી નહોતો, પરંતુ તે ૭ વર્ષથી પરિણીત જીવન જીવી રહ્યો હતો. તેની પત્નીનું કહેવું હતું કે તે ડેટિંગ અને મેટ્રિમોનિયલ સાઈટ પર નકલી પ્રોફાઈલ બનાવીને કેટલીય છોકરી સાથે રિલેશનમાં હતો, તેનો હેતુ માત્ર સેક્સ્યુઅલ ફેંટેસી પૂરો કરવાનો હતો. તાજેતરમાં મેટ્રિમોનિયલ અને ડેટિંગ સાઈટ વૈભવ જેવો ઈરાદો ધરાવતા બહુરૂપી માટે એક સરળ વિકલ્પ બની ગયો છે. એક આંતરરાષ્ટ્રીય ડેટિંગ એપ્લિકેશન હિંજ મુજબ, ડેટિંગની દુનિયા રોજબરોજ ઘાતકી થઈ રહી છે. આ સ્થિતિમાં ઓનલાઈન રિલેશનમાં ઘોસ્ટિંગ, મૂનિંગ અને બ્રેડક્રંબિંગ વગેરે ગોટાળા પછી કિટેનફિશિંગ એક નવો ટર્મ આવ્યો છે, જેનાથી તમારે સાવચેત રહેવાની જરૂર છે.

કિટેનફિશિંગ શું છે? : કિટેનફિશિંગ ઓનલાઈન ડેટિંગની દુનિયામાં અપનાવાતી એવી રીત છે, જેમાં એક વ્યક્તિ પોતાને એવી દેખાડવાનું નાટક કરે છે જેવી તે હકીકતમાં નથી હોતી. અહીં કિટેનફિશર્સ જૂના ફોટા દ્વારા સ્વયંને અવાસ્તવિક રૂપે રજૂ કરીને સામેની વ્યક્તિને આકર્ષવાના શક્ય તમામ પ્રયાસ કરે છે જેમ કે ઉંમર, ઊંચાઈ, પસંદ વગેરે વિશે ખોટી માહિતી આપીને આકર્ષે છે.

અસલી જીવનમાં પણ થાય છે કિટેનફિશિંગ : કિટેનફિશિંગ કોઈ નવો ટ્રેન્ડ નથી. આ સ્થિતિમાં એ કહેવું ખોટું છે કે કિટેનફિશિંગ માત્ર તેમને થાય છે, જે ઓનલાઈન સંબંધ બનાવે છે. આપણી આસપાસ ઘણી વાર આવા લોકો અને કિસ્સાકહાણી જેાવાસાંભળવા મળે છે. એક કંપનીમાં કામ કરતા પ્રતિભા દુબે જણાવે છે કે તે એક છોકરાને ડેટ કરતી હતી, જેણે જણાવ્યું હતું કે તેની પાસે ઘર છે અને તે કંસ્ટ્રક્શનનું કામ કરે છે, પરંતુ કેટલાક મહિના પછી જાણ થઈ કે જે ઘરમાં છોકરો રહે છે તે તેના કઝિનનું છે, જે દુબઈમાં રહે છે. ત્યાર પછી તેણે સંબંધ તોડી નાખ્યો. કેટલીય વાર જાણ્યું હશે કે લગ્ન પહેલાં જે ફોટા કે માહિતી આપવામાં આવે છે, હકીકત તેનાથી વિપરીત જ હોય છે કે હાલમાં ડિજિટલ મીડિયા આ ટ્રેન્ડને ખૂબ હવા આપી રહી છે, જ્યાં એક પક્ષ બીજાની ભાવનાને સંપૂર્ણ રીતે નજરઅંદાજ કરીને પોતાનો ઉદ્દેશ પૂરો કરે છે.

માનસિક રીતે નુકસાન : પહેલી નજરે જેાઈએ તો હાનિકારક નથી લાગતું, પરંતુ જ્યારે કોઈ જાણીજેાઈને એક યોજના હેઠળ કરે, તો સામેવાળાને માનસિક રીતે આઘાત લાગે છે. ભોપાલના મનોચિકિત્સક, ડો. સત્યકાંત ત્રિવેદી જણાવે છે કે દરેક વ્યક્તિના મનમાં પોતાના વિશે અસલામતીની ભાવના રહેલી હોય છે અને આ એક માનવીય પ્રવૃત્તિ છે. જ્યારે કોઈ પોતાની અસલામતીથી બહાર નીકળી નથી શકતું, ત્યારે નકલી ચહેરાનો સહારો લે છે, જેથી એન્ટિસોશિયલ મલ્ટિપર્સનાલિટી ડિસઓર્ડર કહેવાય છે. આ લોકો ખૂબ જ શાર્પ માઈન્ડના હોય છે. મહત્ત્વની વાત એ છે કે આ લોકોને બીજાની ભાવના કે તકલીફથી કોઈ ફરક નથી પડતો.

લોકો કેમ ફસાઈ જાય છે : ડો. ત્રિવેદીના જણાવ્યાનુસાર, ઓનલાઈન ડેટિંગની જાળમાં મોટાભાગના લોકો ફસાય છે, જેા ડિજિટલ વર્લ્ડમાં પહેલી વાર પગલું મૂકે છે અને ઈમોશનલ હોય છે. આવા લોકો સામેવાળાની વાતમાં સરળતાથી આવી જાય છે. તે ઉપરાંત એવા લોકો પણ ફસાય છે, જે બહારની દુનિયાથી અજાણ હોય છે અને એકલતાથી છુટકારો મેળવવા ઈચ્છે છે. આ સ્થિતિમાં ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશન અને સાઈટ પર મિત્રતા કરવી અથવા સાથી શોધવો એક સરળ વિકલ્પ રૂપે તેમની સામે ઉપલબ્ધ હોય છે.

કિટેનફિશર્સને કેવી રીતે ઓળખશો : આપણી આસપાસ આવી માનસિકતાના કેટલાય લોકો મળી જશે, જે પોતાના સકારાત્મક ગુણો વધારીચઢાવીને તમને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે, જે તમે નજરઅંદાજ કરી દો છો કે સમજી નથી શકતા. ડો. ત્રિવેદી જણાવે છે કે આ લોકો સરળતાથી ઓળખાતા નથી. જેા થોડી સાવેચતી રાખવામાં આવે તો આવા લોકોને સરળતાથી ઓળખી શકાય છે :

  • તમે કોઈને ઓનલાઈન મળો છો અને તેમના ફોટા એકબીજાથી અલગ હોય જેમ કે ફોટા જૂના કે એડિટેડ હોય.
  • જેા, કહો કે મીટિંગમાં છો, ઓફિસના કામથી બહાર છો વગેરે, પરંતુ ઓફિસની કોઈ માહિતી ન આપો.
  • જેા વાત કરતી વખતે તમારા પરિવાર કે મિત્રોની વાત ન કરો. તેમને મળવાના નામે બહાના બતાવો.
  • કોઈ જાહેર સ્થળે મળવાના બદલે એકાંતમાં મળવાની વાત કરે.
  • ઓનલાઈન વાત કરતી વખતે વિદેશ ફરવા, જિમ જવા, પુસ્તક વાંચવાની વાત કરે, પરંતુ મુલાકાતમાં તેને સંબંધિત માહિતી કે લક્ષણ ન દેખાય.

કેવી રીતે બચવું : આવા લોકોથી બચવા માટે આપણે જાતે સાવચેત રહેવાની જરૂર છે, જે માટે તમારે આ વાતનું ધ્યાન રાખવું જેાઈએ, જેમ કે તમે ઓનલાઈન સંબંધ જુઓ છો તો અચાનક સામેવાળા પર વિશ્વાસ ન કરો. તેની વાત સાંભળીને ઉત્સાહિત ન થઈ જાઓ. મળવાની ઉતાવળ ન કરો. મળતા પહેલાં ફોન પર વાત કરો. વીડિયો કોલ કરો. મળવા છતાં તેને પારખતા રહો. તેના ઘરપરિવાર અને મિત્રો વિશે જાણો અને તેને મળવાની વાત કરો. તેની સાથે તેને તમારા પરિવાર અને મિત્રની મુલાકાત કરાવો. જેા તમે આ વાતનું ધ્યાન રાખીને સાવચેતી રાખો છો તો યોગ્ય સાથીની શોધમાં ઓનલાઈન ડેટિંગ કે મેટ્રિમોનિયલ સાઈટ પણ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આવા ખબર નહીં કેટલા લોકો છે, જેમણે ઓફલાઈનથી સારા જીવનસાથી ઓનલાઈન મળી જાય છે. આ સ્થિતિમાં કહેવું ખોટું નથી કે ઈરાદો સ્પષ્ટ હોવો જેાઈએ તો કોઈ પણ માધ્યમ ખોટું નથી. માત્ર આપણે સાવચેત અને ઉતાવળ ન કરવી જેાઈએ.

– રીના જૈસવાર.

વધુ વાંચવા કિલક કરો....