અભ્યાસ પૂરો કરીને સિલ્કીને નોકરી શરૂ કર્યાને હજી ૭-૮ મહિના થયા હતા ત્યાં તો પાડોશીઓ અને સંબંધીઓએ તેનું જીવવું હરામ કરી દીધું હતું. ઘરપરિવાર અથવા આડોશપાડોશમાં કોઈ પણ જગ્યાએ લગ્નપ્રસંગ હોય કે પછી કોઈ ગેટટુગેધર હોય, તેને જેાતા જ પ્રશ્નોનો વરસાદ વરસતો હતો. ‘‘અરે સિલ્કી, અભ્યાસ પૂરો થઈ ગયો? ક્યાં જેાબ કરી રહી છે? કેટલું પેકેજ મળે છે?’’ ‘‘અરે બોલ, શું ચાલી રહ્યું છે આજકાલ...’’ આ પ્રશ્નથી તો સિલ્કી પણ ખૂબ ડરતી હતી, કારણ કે પછીનો પ્રશ્ન તે જાણતી હતી. ‘‘તો પછી લગ્ન ક્યારે કરી રહી છે? કોઈ છોકરો શોધી રાખ્યો છે કે શું, જેા એવું હોય તો જણાવ અમને?’’ ખાંસતી કોઈ પણ આંટી, ફોઈ અથવા માસીના આત્મીયતા પ્રદર્શિત કરતા આ પ્રશ્નથી સિલ્કીને ખૂબ ચીડ ચડતી હતી. પરિણામે તેણે ધીરેધીરે આવા પારિવારિક સમારંભથી સ્વયંને દૂર કરી લીધી. ‘‘અરે, જેના લગ્ન/જન્મદિવસ/મુંડનમાં ગયા છો તેની વાત કરો ને અને પ્લેટ ભરીને જમો. મારી જેાડી કેમ બનાવવા લાગો છો.’’ સિલ્કી મનમાં ગણગણતી. આ જ સ્થિતિ તેના મમ્મીની હતી. જ્યારે પણ ફ્લેટની મહિલાઓનું મુંડન એકઠું થતું ત્યારે તેમને જેાતા જ બધા મેરેજ બ્યૂરો ખોલી દેતા હતા, ‘‘મારો દીકરો સિલ્કીથી ૩ વર્ષ નાનો છે એટલે કે સિલ્કીની ઉંમર કેટલી થઈ.’’ એક બોલતી. ‘‘અરે, આ ઉંમરમાં તો મને ૨ બાળકો પણ થઈ ગયા હતા.’’ બીજી ગર્વથી બોલી. ‘‘જેા તારે હવે છોકરા જેાવા શરૂ કરી દેવા જેાઈએ.’’ ત્રીજીએ સમજાવતા કહ્યું. ‘‘ક્યાંક કોઈની સાથે તેનું ચક્કર ચાલતું નથી ને, તે કઈ જાતિ/ધર્મનો છે? ભાઈ આજકાલ તો છોકરીઓ પહેલાંથી કોઈને પટાવી લેતી હોય છે. સારું છે ને તારે દહેજ નહીં આપવું પડે.’’ ૨ દીકરાની મા અનીતા ઉદાસ સ્વરે કહેતી જાણે તેના ભલાભોળા દીકરાઓનો શિકાર કરવા માટે છોકરીઓ ભણતીગણતી ન હોય. હજી તો સિલ્કી આગળ ભણવા ઈચ્છે છે, એકાદ વર્ષ નોકરી કરીને તે આગળ ભણશે પહેલા... સિલ્કીની મા રડમશ સ્વરે કહેતી.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....