લગ્ન પછી પણ દરેક નવવધૂ સુંદર દેખાવા ઈચ્છે છે. તેને પોતાના પતિ માટે અથવા ઘરે આવતા સગાંસંબંધીની નજરમાં સુંદર દેખાવું ગમે છે. આ સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે ઘરે મેકઅપ કેવી રીતે કરવો કે તમે સુંદર દેખાઓ. હકીકતમાં તેના માટે ખૂબ વધારે મેકઅપની જરૂર નથી હોતી, પરંતુ મેકઅપની કેટલીક વસ્તુની હંમેશાં જરૂર પડે છે. સાસરીમાં આવ્યા પછી નવવધૂ ફટાફટ કેવી રીતે પોતાનો મેકઅપ કરે અને સુંદર દેખાય તેના માટે બ્યૂટિ નિષ્ણાત ભારતી તનેજા નીચે મુજબની ટિપ્સ જણાવી રહ્યા છે :

મેકઅપ કરતા પહેલાં એ સમજી લેવું જરૂરી છે કે સુંદર દેખાવાનું પહેલું સ્ટેપ છે પોતાની સ્કિનનું ધ્યાન રાખવું. જેા સ્કિન હેલ્ધિ હશે તો મેકઅપ વધારે સારો દેખાશે. તેથી મેકઅપ કરતા પહેલાં સ્કિનને સારી રીતે પ્રિપેર કવી જરૂરી બની જાય છે.
રાત્રે ઊંઘતાં પહેલાં ભૂલ્યા વિના ફેસને સાફ કરો અને ત્યાર પછી તેની પર મોઈશ્ચરાઈઝિંગ ક્રીમ અથવા નરિશિંગ ક્રીમ કે પછી ઓઈલ લગાવીને ઊંઘો. તમારી સ્કિન ખૂબ ડ્રાય હોય તો તમે નરિશિંગ ક્રીમ અથવા ઓઈલ લગાવી શકો છો અને જેા ઓઈલી હોય તો નરિશિંગ મોઈશ્ચરાઈઝર લગાવી શકો છો.
સવારમાં મેકઅપ લગાવતા પહેલાં સ્કિનને પ્રિપેર કરો. તે માટે પહેલા સ્કિનને ક્લીન કરો અને પછી તેની પર ટોનર સ્પ્રે કરો. ટોનરને સ્પ્રે બોટલમાં ભરીને ફ્રિજમાં રાખો જ્યારે પણ તમે સ્કિનને ટોન કરવા ઈચ્છો ત્યારે બોટલને ફ્રિજમાંથી કાઢો અને ફેસ પર સ્પ્રે કરો. હવે તેને સુકાવા દો, જેથી ફેસ બરાબર ટોન થઈ જાય. પછી મોઈશ્ચરાઈઝિંગ ક્રીમ લગાવો, પરંતુ એવી ક્રીમ લો જેમાં એસપીએફ એટલે કે સન પ્રોટેક્શન ફેક્ટર રહેલા હોય.
તમારી મેકઅપ કિટમાં કેટલીક વસ્તુ એવી હોવી જેાઈએ, જે તમારી પાસે હંમેશાં કિટમાં ઉપલબ્ધ રહે. ઉદાહરણ તરીકે તેમાં ગોલ્ડ ઓઈલ રાખો.
મેકઅપ કરતા પહેલાં ૨-૩ ટીપાં ગોલ્ડ ઓઈલને હાથમાં લઈને ઘસો અને પછી તેને ફેસ પર સમાન રીતે લગાવો. તેને ૫-૧૦ મિનિટ સુધી રહેવા દો અને ત્યાર પછી પ્રાઈમર બેઝના ૨-૩ ટીપાં હાથમાં લઈને પૂરા ફેસ પર લગાવો. હવે તમારો ફેસ મેકઅપ માટે તૈયાર છે.
જ્યારે તમે પાર્લરમાં મેકઅપ કરાવો છો ત્યારે ઘણી બધી વસ્તુ યૂઝ થતી હોય છે. ત્યાં તમને બેઝ અને ત્યાર પછી પાઉડર લગાવવામાં આવે છે. જે તમારે ઘરે સરળતાથી ફટાફટ મેકઅપ કરવો હોય તો તમે ટૂ વે કેક ખરીદી લો. તે પાઉડર અને ફાઉન્ડેશનનું એક મિશ્રણ હોય છે. તેને લગાવ્યા પછી તમારે પાઉડર લગાવવાની જરૂર નથી. તેની અંદર એક સ્પંષ્ટ હોય છે જેને ભીનું કરીને નિચોવી લો અને ત્યાર પછી ફેસ પર સારી રીતે લગાવો. તે લાંબા સમય સુધી જળવાઈ રહેશે અને તમારે કંઈ વધારે કરવું પણ નહીં પડે. આ પ્રયોગ કરીને પણ તમે ફટાફટ તૈયાર થઈ શકો છો.
જેા તમારી આંખો નીચે ડાર્ક સર્કલ્સ અથવા ડાઘધબ્બા હોય તો તમારે કંસીલર લગાવવાની જરૂર પડશે. કંસીલર લગાવ્યા પછી ટૂ વે કેક લગાવો.
આમ તો તમારી મેકઅપ કિટમાં બ્લશર હશે, પરંતુ જ્યારે તમારી પાસે તૈયાર થવા માટે સમય ઓછો હોય અથવા બ્લશર ન હોય તો તમે ફટાફટ તૈયાર થવા માટે તમારી લિપસ્ટિકનો પ્રયોગ કરી શકો છો. માત્ર થોડીક લિપસ્ટિકને આંગળી પર લઈને મર્જ કરો અને ત્યાર પછી તેનો બ્લશરની જેમ પ્રયોગ કરો. તે લાંબા સમય સુધી જળવાઈ રહેશે અને તમારો અલગથી બ્રશથી બ્લશર લગાવવાનો સમય બચી જશે.
ઉત્તમ તો એ જ રહેશે કે લગ્ન પહેલાં તમે આઈલેશ એક્સટેંશન કરાવો, જેથી લગ્ન પછી તમને મસકારા લગાવવાની જરૂર ન પડે. લગ્ન પછી જરૂરી હોય છે કે તમારી આંખો લગભગ ૧ મહિના સુધી અત્યંત સુંદર દેખાય. આઈલેશિસ તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. જેા આઈલેશિસ એક્સટેંશન નહીં કરાવી હોય તો તમે તમારી પાસે એવા મસકારા રાખો જે તમને વોલ્યૂમ પણ આપે અને તમારી લેશિસને લેંથ પણ આપે. મસકારાને આઈલેશિસના રૂટથી લઈને બહાર લઈ જતા અને કર્લ કરતા લગાવશો તો તમારી લેશિસ ખૂબ સુંદર બનશે.
જેા તમારી આઈલેશિસ ખૂબ લાઈટ હોય તો આ સમસ્યા માટે એક વાર મસકારા લગાવ્યા પછી લૂઝ પાઉડરને આંગળી પર લઈને તેને લેશિસની ઉપરનીચે લગાવો. તેને થોડી વાર રહેવા દઈને મસકારાનો ડબલકોટ કરો. પછી જુઓ કે તમારી આઈલેશિસ કેટલી થિક, લોંગ અને સુંદર દેખાશે.
આંખના મેકઅપનો એક મહત્ત્વપૂર્ણ ભાગ આઈશેડો પણ હોય છે. બ્રશ પર થોડો આઈશેડો લઈને આંખ પર લગાવીને મર્જ કરો. આઈબ્રોઝની બરાબર નીચે હાઈલાઈટર લગાવો.
જેા આંખોને ડિપ દર્શાવવા ઈચ્છતા હોય તો ક્રીઝ લાઈનની ઉપર ડાર્ક અથવા લાઈટ બ્રાઉન કલર લગાવીને તેને સ્મજ કરો. આમ કરવાથી તમારી આંખો મોટી અને સુંદર દેખાશે.
સરળતાથી આઈલાઈનર લગાવવા માટે આઈલાઈનર પેન ખરીદો. તેનાથી તમે સરળતાથી આઈલાઈનર લગાવી શકશો. તેની નિબ ખૂબ સ્પોંજી હોય છે.
કાજલ ખરીદતી વખતે ધ્યાન રાખો કે કાજલ સ્મજ પ્રૂફ હોવું જેાઈએ, જેથી તમારે વારંવાર તેના માટે મહેનત ન કરવી પડે.
તમે થોડી સ્ટીકર બિંદી પણ ખરીદી શકો છો. આ આર્ટિસ્ટિક બિંદી દરેક પ્રકારની ડિઝાઈનમાં મળે છે, જેને તમે સરળતાથી લગાવી શકો છો.
આંખો પછી લિપ મેકઅપ કરો. લિપસ્ટિક લગાવતા પહેલાં લિપ પેન્સિલથી લિપને શેપ આપો. જેા પેન્સિલ બરાબર કામ ન કરતી હોય તો લિપ પેન્સિલની ઉપર થોડીક ક્રીમ લગાવો, આમ કરવાથી તે ખૂબ સ્મૂથલી ચાલવા લાગશે. હવે લિપ લાઈન બનાવ્યા પછી બ્રશની મદદથી લિપસ્ટિક લગાવો. બજારમાં લિક્વિડ લિપસ્ટિક પણ મળે છે, જેને તમે વધારે સરળતાથી લગાવી શકો છો.
લિપસ્ટિકને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે તમે મેટ લિપસ્ટિક લગાવી શકો છો.
આ જ રીતે મેકઅપને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે મેકઅપ સીલરનો પ્રયોગ કરો. સીલરને ફેસ પર સ્પ્રે કરવાથી મેકઅપ લાંબા સમય સુધી જળવાઈ રહે છે અને તમે પૂરો દિવસ સુંદર દેખાશો.
અંતે કોઈ સારું પર્ફ્યૂમ લગાવો અને સુંદર દેખાઓ.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....