વાર્તા - રિતુ વર્મા

આજે રંગોળીનો બર્થ-ડે હતો અને તેને આશા હતી કે તેના મમ્મીપપ્પા તેને મોંઘી ગિફ્ટ આપશે. કેક કટિંગ પહેલાં રંગોળીએ ગિફ્ટ માંગી ત્યારે મોહિત અને સુપ્રિયાએ તેને સોનેરી કાગળમાં લપેટાયેલું એક પેકેટ પકડાવી દીધું.
પેકેટ ખોલતા જ વીવોનો ફોન જેાઈને રંગોળીએ મો મચકોડ્યું. તેનો મૂડ બગડી ગયો. પછી પેકેટ ફેંકતા બોલી, ‘‘તમે બંનેએ તો આઈફોન લઈ રાખ્યા છે અને મને આ આપી રહ્યા છો.’’
મોહિત અને સુપ્રિયા કઈ બોલે તે પહેલાં રંગોળી ગુસ્સામાં ઝડપથી પોતાના રૂમમાં જતી રહી અને દરવાજેા બંધ કરી દીધો. તેણે એટલું પણ ન વિચાર્યું કે મહેમાનો શું વિચારી રહ્યા હશે.
સુપ્રિયા શરમ અનુભવતા બોલી, ‘‘આજકાલના બાળકોને પણ શું કહેવું.’’
મોહિત બોલ્યો, ‘‘ચાલો કેક પછી કાપીશું, પહેલા ડિનર કરીએ, ત્યાં સુધીમાં રંગોળીને મનાવી પણ લઈશ.’’
૧૭ વર્ષની રંગોળી તુફાન મેલ હતી. ગોરો રંગ, મોટીમોટી આછા પીળા રંગની આંખો, ભરાવદાર કર્લી હેર જે રેશમ જેવા મુલાયમ હતા, મીડિયમ કદ અને નિર્દોષ હાસ્ય. જેાકે રંગોળીનો ચહેરો તેની ગુસ્સાથી ભરેલી નજર સાથે બિલકુલ મેળ ખાતો નહોતો અને આ જ વાત રંગોળીને વધારે આકર્ષક બનાવતી હતી. તે મોહિત અને સુપ્રિયાનું એકમાત્ર સંતાન હતી.
રંગોળી ‘ના’ સાંભળવા ટેવાયેલી નહોતી.
બહાર મોહિત દરવાજેા ખખડાવતો હતો, ‘‘બેટા બહાર લોકો તારી રાહ જેાઈ રહ્યા છે. સારું પપ્પા, તારી પસંદનો ફોન તને અપાવી દઈશું બસ.’’
સાંભળીને રંગોળીએ તરત દરવાજેા ખોલી નાખ્યો. તેણે શોર્ટ અને એક ડીપ નેક ટોપ પહેરી રાખ્યું હતું.
મોહિત બોલતાંબોલતાં અટકી ગયો, પરંતુ તે પોતાની નજર બચાવી રહ્યો હતો. તેને સ્પષ્ટપણે દેખાતું હતું કે તેના મિત્રો વાસનાભરી નજરે રંગોળીને જેાઈ રહ્યા છે.
મહેમાનોના ગયા પછી મોહિતે સુપ્રિયાને કહ્યું, ‘‘તું તેની મા છે, તેને વ્યવસ્થિત કપડાં પહેરતા તો શીખવ.’’
સુપ્રિયાએ ચિડાઈને બોલી, ‘‘નજર તો લોકોની ગંદી છે, રંગોળીની કોઈ ભૂલ નથી.’’
જેાકે સુપ્રિયાને પણ ટિપટોપ રહેવું પસંદ હતું. તે પણ આધુનિક વસ્ત્રો પહેરવાનું પસંદ કરતી હતી, તેથી રંગોળીને કંઈ કહી શકતી નહોતી.
આજે રંગોળી પોતાના મિત્રો સાથે પાર્ટી કરતી હતી. તેણે આજે પણ ખૂબ ખુલ્લા વસ્ત્રો પહેર્યા હતા. પાર્ટીમાં આવેલા કેટલાક યુવાનો રંગોળીની સામે જેાઈ રહ્યા હતા, જે તેના બોયફ્રેન્ડ કૃષ્ણમને નહોતું ગમી રહ્યું. પછી જેાતજેાતામાં વાત વધી ગઈ અને મારપીટની સ્થિતિ ઊભી થઈ. કૃષ્ણમ પણ માત્ર ૧૭ વર્ષનો હતો, તેથી ૨૨ વર્ષના યુવકોનો કેવી રીતે સામનો કરી શકે. ખૂબ મુશ્કેલથી તેમાંથી એક યુવક જેનું નામ ઈશાન હતું. તેણે કૃષ્ણમને બચાવ્યો. આ બધું જેાઈને રંગોળીનો મૂડ ઓફ થઈ ગયો.
કૃષ્ણમ અને રંગોળીના બીજા મિત્રો રંગોળીની આ હરકત જેાઈને સ્તબ્ધ થઈ ગયા હતા. પછી રંગોળી ઝડપભેર તે જગ્યા પરથી બહાર નીકળી ગઈ ત્યારે ઈશાન બોલ્યો, ‘‘શું હું તને મૂકવા આવું?’’
ઈશાનની સ્પોર્ટ્સ બાઈક જેાઈને રંગોળીએ હા પાડી. બાઈક હવા સાથે વાત કરવા લાગી. ઈશાને જ્યારે બાઈકને એક કેફેની સામે ઊભી રાખી ત્યારે રંગોળીએ કોઈ આનાકાની ન કરી. ત્યાં બેસીને બંને ખૂબ વાતો કરતા રહ્યા. ઈશાનને રંગોળીનો બોલ્ડ એન્ડ બ્યૂટિફુલ અંદાજ ખૂબ ગમી ગયો હતો, જ્યારે બીજી તરફ રંગોળીને લાગતું હતું કે બોયફ્રેન્ડ તો ઈશાન જેવો હોવો જેાઈએ. જે જરૂર પડતા હેલ્પ કરી શકે, જ્યારે કૃષ્ણમ હજી બાળક હતો. રંગોળીએ ત્યાં બેઠાંબેઠાં ઈશાન અને પોતાની સેલ્ફી લઈને દરેક સોશિયલ મીડિયા સાઈટ્સ પર અપડેટ કરી દીધી. આજે તો રંગોળીએ આધુનિક યુવાનોની જેમ પોતાની જિંદગીમાં નવા આવેલા બોયફ્રેન્ડની જાહેરાત કરી દીધી હતી.
ઈશાન એક શ્રીમંત પરિવારનો યુવક હતો, તેથી રંગોળી પર ખૂબ ખર્ચ કરતો હતો. રંગોળીની મમ્મી સુપ્રિયા પોતાની સોશિયલ લાઈફમાં એટલી બિઝી હતી કે તેને આ વાતનો જરા પણ અંદેશો ન આવ્યો કે રંગોળીએ પોતાનાથી મોટી ઉંમરના છોકરા સાથે મિત્રતા કરી લીધી છે.
પછી રંગોળીના પગ ઘરમાં ટકતા જ નહોતા. ઈશાન રંગોળીને ખૂબ ફેરવતો. પછી રંગોળીએ તેની સાથે તમામ હદ તોડી નાખી, પરંતુ તેને આ વાતનું કોઈ દુખ કે ચિંતા નહોતી.
જ્યારથી ઈશાન રંગોળીના જીવનમાં આવ્યો હતો, ત્યારથી તેને પૈસાની કોઈ અછત નહોતી. હવે તેણે મમ્મીપપ્પાને પોકેટમની માટે કહેવાનું પણ છોડી દીધું હતું.
મોહિત અને સુપ્રિયાને લાગતું હતું કે રંગોળી હવે સમજદાર થઈ ગઈ છે, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે હવે તે પોતાની જરૂરિયાત માટે તેમની પર નિર્ભર નહોતી.
જેાકે મોહિત અને સુપ્રિયાની આંખો ત્યારે ખૂલી જ્યારે એક દિવસ સુપ્રિયાની મોટી બહેને રંગોળીને ઈશાન સાથે હોટલમાંથી બહાર નીકળતા જેાઈ લીધી. પછી મોહિત અને સુપ્રિયાએ જ્યારે આ વિશે રંગોળી સાથે વાત કરી ત્યારે તેણે ખૂબ વિદ્રોહ સાથે કહ્યું, ‘‘પહેલા તમને લોકોને એ પ્રોબ્લેમ રહેતો હતો કે હું તમને ખૂબ ખર્ચા કરાવી રહી છું, જ્યારે હવે હું તમારી પાસે કંઈ જ માંગતી નથી તો પણ તમને પ્રોબ્લેમ છે.’’
મોહિત બોલ્યો, ‘‘આ કોઈ ઉંમર છે કોલેજના છોકરાઓ સાથે ફરવાની?’’
રંગોળીએ તરત જવાબ આપ્યો, ‘‘જ્યારે તમારી હજી સુધી ઉંમર છે હરવાફરવાની તો જેા હું હરીફરી રહી છું તો તેમાં ખોટું શું છે?’’
મોહિત અને સુપ્રિયા આગળ કંઈ ન બોલી શક્યા. બંનેનું અલગ મિત્રવર્તુળ હતું. એકબીજાથી કંટાળીને બંનેએ પોતાની ખુશી માટેની જગ્યા બનાવી હતી અને આ વાત બંને સારી રીતે જાણતા હતા.
બીજી તરફ ઈશાન ધીરેધીરે રંગોળીને પ્રેમ કરવા લાગ્યો હતો. રંગોળીની ખુશી માટે તે તેની ભૂલને પણ નજરઅંદાજ કરી દેતો હતો. જ્યારે રંગોળી ૨૦ વર્ષની થઈ ત્યારે તેણે ઈશાનને પોતાના માટે એક સ્પા પાર્લર ખોલવા માટે કહ્યું.
ઈશાને કહ્યું, ‘‘તેની શું જરૂર છે રંગોળી?’’
રંગોળી ભોળા હાસ્ય સાથે બોલી, ‘‘હું ઈન્ડિપેન્ડન્ટ થવા ઈચ્છુ છું.’’
ઈશાનને ખબર હતી કે જેા તે પોતાના ઘરેથી રૂપિયા ૨૫ લાખની રકમ ગર્લફ્રેન્ડ માટે માંગશે તો તેના માતાપિતા તેને ક્યારેય નહીં આપે. તેથી તેણે તેના મમ્મીપપ્પાને એમ કહ્યું કે આ રકમ તેને પોતાને બિઝનેસ કરવા જેાઈએ છે.
ઈશાન રંગોળીના પ્રેમમાં એટલો પાગલ હતો કે તેણે પાર્લર માત્ર રંગોળીના નામે શરૂ કર્યું. રંગોળીને જ્યારે ઈશાને સ્પાના કાગળ પકડાવ્યા ત્યારે રંગોળી ભાવુક થઈ ગઈ અને ઈશાનને ભેટી પડી.
ઈશાન બોલ્યો, ‘‘અરે, હું અને તું અલગ નથી, જેા તારું છે તે મારું પણ છે.’’

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....