વાર્તા - રિતુ વર્મા
અદિતિ દોડતીદોડતી બસ સ્ટોપ તરફ જઈ રહી હતી. આજે ફરીથી ઘરના બધા કામ પૂરા કરવામાં તેને મોડું થઈ ગયું હતું. આજે તે કોઈ પણ કિંમતે બસ ગુમાવવા ઈચ્છતી નહોતી. બસ છૂટી ગઈ અને શરૂ થઈ ગયું પતિનું લાંબું લેક્ચર, ‘‘તું ટીચર છે તેમ છતાં તારાથી કોઈ કામ સારી રીતે નથી થઈ શકતું. ખબર નહીં, સ્કૂલમાં બાળકોને તું શું શીખવતી હોઈશ?’’
છેલ્લા ૫ વર્ષથી તે આ જ શબ્દો સાંભળતી હતી.
અદિતિ ૩૦ વર્ષની એક સુંદર યુવતી છેે. તેણે પોતાની કરિયરની શરૂઆત એક કંપનીમાં હ્યુમન રિસોર્સ મેનેજર તરીકે શરૂ કરી હતી. આ જ કંપનીમાં તેના પતિ અનુરાગ સાથે તેની મુલાકાત થઈ હતી, જે આ કંપનીમાં સેલ્સ મેનેજરનું કામ સંભાળતો હતો. ધીરેધીરે બંનેની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી અને લગ્ન પછી પ્રાથમિકતા પણ બદલાઈ હતી.
પછી અનુરાગ અને અદિતિ આંખોમાં અનેક સપનાં સજાવીને જીવનના માર્ગ પર ચાલી નીકળ્યા હતા. અદિતિ ઘર અને ઓફિસનું કામ કરતાંકરતાં ખૂબ થાકી જતી હતી. તેથી અનુરાગે એક મેડની વ્યવસ્થા કરી દીધી હતી.
આ રીતે જિંદગી પસાર થઈ રહી હતી અને ધીરેધીરે બંને પોતાની ગૃહસ્થીને વ્યવસ્થિત કરવાની કોશિશ કરી રહ્યા હતા. એટલામાં તેમની જિંદગીમાં એક ફૂલ ખીલવાનો આભાસ થયો. ડોક્ટરે અદિતિને બેડરેસ્ટ કરવાનું કહ્યું હતું, તેથી તેની પાસે નોકરી છોડવા સિવાય બીજેા કોઈ વિકલ્પ નહોતો. થોડા સમય પછી તેમના ઘરમાં એક નાનકડી સુંદર પરી આવી, સાથે જીવનમાં જવાબદારી પણ વધવા લાગી.
અદિતિ છેલ્લા ૨ વર્ષથી ઘરે હતી. આ સમયગાળામાં અનુરાગે બેંકમાંથી લોન લઈને એક ફ્લેટ ખરીદી લીધો હતો. બીજી તરફ પપ્પા પણ રિટાયર થઈ ગયા હતા. તેથી તેમના માટેની જવાબદારી વધી ગઈ હતી, જેવું દરેક મધ્યમ વર્ગ સાથે થાય છે. પછી અદિતિ અને અનુરાગે પણ પોતાના થોડા ખર્ચમાં કાપ મૂકી દીધો હતો અને મેડને બંધ કરી દીધી. હવે અદિતિએ નોકરી શોધવાનું શરૂ કરી દીધું.
ઘણી બધી કંપનીમાં કોશિશ કરી, પરંતુ ૨ વર્ષના અંતરાળના લીધે તે જ ફિલ્ડમાં જેાબ ન મળી. આખરે ખૂબ વિચાર્યા પછી અદિતિએ એક સ્કૂલમાં એપ્લાય કર્યું અને તેને ટીચરની નોકરી મળી ગઈ.
અનુરાગ સમાચાર સાંભળીને ખૂબ ખુશ થઈ ગયો હતો, કારણ કે અદિતિ આ નોકરીમાં સમયસર ઘરે આવી શકતી હતી અને પોતાની દીકરી સાથે પૂરતો સમય વિતાવી શકતી હતી, પરંતુ સમસ્યા એ હતી કે દીકરી ૧ વર્ષની હતી. તેથી તેને કોના વિશ્વાસે છોડવી. તે સમજમાં નહોતું આવી રહ્યું. જેાકે પરીના નાનાનાની અને દાદાદાદી તેને પોતાની સાથે રાખવા તૈયાર હતા, પરંતુ આવીને સાથે રહેવા ઈચ્છતા નહોતા. અદિતિ પૂરો દિવસ મેડના વિશ્વાસે પરીને છોડવા નહોતી ઈચ્છતી. પછી તેમને નજીકમાં એક ડે કેર મળી ગયું. ફી થોડી વધારે હતી, પરંતુ પોતાની દીકરીની સુરક્ષા તેમના માટે વધારે મહત્ત્વની હતી.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....