જ્વેલરી વિના મહિલાઓનો શૃંગાર અધૂરો માનવામાં આવે છે, કારણ કે બદલાતા યુગમાં જ્વેલરીનો ઉપયોગ નવી રીતે કરવામાં આવે છે. ટ્રેડિશનલ પોશાક પસંદ કરનારી અભિનેત્રી વિદ્યા બાલને ઝૂમખાના ક્રેઝ વિશે જણાવ્યું કે તેને ઝૂમખાં એટલાં પસંદ છે કે તે તેને ખરીદવાની એક પણ તક છોડતી નથી. તે ટ્રેનમાં વેચાતા ૫ રૂપિયાના સસ્તા ઝૂમખા પણ ખરીદીને પહેરે છે. વિદ્યા પરંપરાગત જ્વેલરીની મોટી પ્રશંસક છે.
સોનમ કપૂર પોતાની સ્ટાઈલ સાથે એક્સપેરિમેન્ટ કરે છે અને તેનો આ લુક બધાને પસંદ છે. તેને પણ જ્વેલરીનો ખૂબ શોખ છે, જ્વેલરી મોંઘી હોય કે સસ્તી, ડ્રેસને મેચિંગ જ્વેલરી પહેરે છે. તે કહે છે કે ટ્રેડિશનલ ડ્રેસ હોય કે વેસ્ટર્ન જ્વેલરી દરેક ડ્રેસિસ પર પહેરવાની જરૂર હોય છે.
અભિનેત્રી દીપિકા પાદુકોણને ટ્રેન્ડી જ્વેલરી પહેરવી ગમે છે. તે મોટાભાગે લાંબા અને લટકતા એરિંગ્સ પહેરીને જેાવા મળે છે, કારણ કે તેનો ફેસ લાંબો છે.
આ વિશે કૃષ્ણા જ્વેલરી એક્સપર્ટ હરિ કૃષ્ણા જણાવે છે કે ફેસ વ્યક્તિના વ્યક્તિત્વનો અરીસો હોય છે. બેસ્ટ જ્વેલરી સુંદરતા વધારે છે, તેથી હેવી જ્વેલરીથી વધારે એલિગેન્ટ લુકવાળી જ્વેલરી આજની યૂથની પસંદ હોય છે અને આ જ ટ્રેન્ડ છે, તેથી જ્યારે પણ કોઈ મહિલા મારી પાસે આવે છે ત્યારે તેને હું ફેસ પ્રમાણે જ્વેલરી ખરીદવાની સલાહ આપું છું. એટલું જ નહીં, કેટલીય વાર એવું જેાવા મળે છે કે જ્વેલરીની પસંદગી ફેસ પ્રમાણે ન કરતા પૂરો ફેસ બદલાઈ જાય છે, કેવી રીતે જાણશો ફેસ પ્રમાણે કેવી જ્વેલરી પહેરવી, જેથી બધાની નજર તમારી પર અટકી જાય, આવો જાણીએ :
ઓવલ ફેસ
ઓવલ ફેસની સૌથી સારી વાત એ છે કે આ ફેસ ધરાવતી મહિલાઓ કોઈ પણ લંબાઈ અને સ્ટાઈલના નેકલેસ પહેરી શકે છે. આ રીતે ઓવલ અથવા ટિયરડ્રોપ ડિઝાઈન ધરાવતા રાઉન્ડ નેકલેસ જે તમારા ફેસના આકારની નકલ કરે છે, સારો વિકલ્પ માનવામાં આવે છે. બીજી બાજુ જિયોમેટ્રિકલ પેન્ડેન્ટ સાથે શોર્ટ નેકલેસ મિનિમલિસ્ટિક લુક માટે શાનદાર હોય છે. લુકને પરફેક્ટ બનાવવા માટે વાઈડ એરિંગ્સની મેચિંગ સારો લુક આપે છે.