કટાક્ષિકા - ડો. જયા આનંદ
સલોનીના લગ્ન માટે બધા તેની પાછળ પડ્યા હતા કે લગ્ન તો સમયસર થઈ જવા જેાઈએ, નહીં તો સારો પતિ નહીં મળે. સલોનીએ પણ તેના માટે કેેટલાય વ્રતઉપવાસ કરી લીધા. હવે તે રાહ જેાઈ રહી હતી કે કોઈ રાજકુમાર આવશે, તેને ઘોડા પર બેસાડીને લઈ જશે અને ત્યાર પછી તેની જિંદગી બનશે સપના જેવી. આખરે તેની પ્રતીક્ષા પૂરી થઈ અને રાજકુમાર આવી ગયો ઘોડા પર નહીં, પરંતુ કારમાં બેસીને.
હા તો લગ્ન પહેલાંની સ્થિતિ પણ જણાવવી જરૂરી છે. સગાઈ પછી સલોનીને આ રાજકુમાર સાહેબે વારંવાર ફોન કરવા શરૂ કરી દીધા. કલાકો સુધી વાતો કરવી અને પત્ર પણ લખવા. સલોનીને પણ હવે એક ભણેલોગણેલો, દેખાવડો યુવાન મળી ગયો હતો, તેથી તે પણ ખૂબ ખુશ હતી. થોડા સમય પછી લગ્ન પણ થયા. સલોનીનો ચહેરો ખુશમિજાજ રહેવા લાગ્યો હતો.

બીજી તરફ રાજકુમાર સાહેબ પણ શરૂઆતમાં હીરોની જેમ રોમેન્ટિક હતા, પરંતુ પતિ બનતા જ મગજનો પારો હાઈ થઈ ગયો ૭ મા આસમાન પર કે હું પતિ છું. સલોની પણ આશ્ચર્યમાં પડી ગઈ હતી કે આ શ્રીમાનને થયું છે શું. અત્યાર સુધી ખૂબ સારી રીતે હસતા અને ખુશખુશ રહેતા હતા જનાબ, પરંતુ પતિ બનતા નાક-ભ્રમરો સંકોચીને બેસી ગયા હતા. પ્રેમના મહેલમાં હુકમની પરીક્ષા થોડીક ન પચી, પરંતુ વાત લગ્નની છે તો હજમ તો કરવી જ પડે ને સાહેબ. આ વાત વિચારીને સલોનીએ પોતાનું પૂરું પાચનતંત્ર ઠીક કરી લીધું.
પરંતુ પતિને આ વાત કેવી રીતે પચે કે પત્નીનું પાચનતંત્ર સારું થઈ ગયું છે, તેથી હવે કંઈક કરવું પડશે, નહીં તો પતિ બનવાનો શું લાભ.
‘‘કપડાં કેમ નથી સૂકવ્યા હજી સુધી... મશીનમાં સડી જશે.’’ પતિ મહાશયે પોતાનું ભોંપુ વગાડ્યું.
સલોનીએ ચોંકીને કહ્યું, ‘‘ભૂલી ગઈ હતી.’’
‘‘કેવી રીતે ભૂલી ગઈ ફેસબુક, વોટ્સએપ, પુસ્તકો તો યાદ રહે છે... તો પછી આ કામ કેવી રીતે ભૂલી ગઈ.’’
‘હવે ભૂલી ગઈ તો ભૂલી ગઈ. ભૂલને સુધારી લઈશ.’ સલોનીએ મનમાં કહ્યું.
‘‘આ ભૂલવું સૌથી મોટી ભૂલ છે, હવે જા, કોઈ કામ ન કર, મારું કામ હું જાતે જ કરી લઈશ.’’ પતિ મહાશયે જાહેરાત કરી લીધી.
‘ઠીક છે શ્રીમાન કરી લો જાતે જ, ખૂબ સારું. આમ પણ મને કપડાં સૂકવવા પસંદ નથી.’’ સલોનીએ મનમાં વિચાર્યું.
સાંભળીને શ્રીમાને મોં ફૂલાવી દીધું... હવે તેઓ વાત નહીં કરે અને તે પણ થોડા કલાક માટે નહીં, પણ પૂરા ૩-૪ દિવસ વાત નહીં કરે... આટલી મોટી ભૂલ કરી છે ને સલોનીએ. હવે સલોનીને કેવી રીતે પચે. એસિડિટી થવાની છે જ, ફરીથી માથાનો દુખાવો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....