વાર્તા - કુમુદ ભટનાગર.

નીના અને રાજનનું ગંભીરતાથી કોઈ મુદ્દે ચર્ચાવિચારણા કરવું ઠીક એવું જ દંગ કરી દેનાર હતું જાણે હવામાં દીવો પ્રગટાવવો.
પરંતુ આજે બંને વાતચીતમાં એટલા તલ્લીન હતા કે તેમને દેવના આવવાની ખબર પણ ન પડી. ‘‘આટલો સન્નાટો કેમ છે ભઈ?’’ બંનેએ માથું ઊંચું કરીને જેાયું.
બંનેની આંખમાં ચિંતાની સાથેસાથે ઉદાસી પણ હતી.
‘‘બધું ઠીક તો છે ને?’’ દેવે ફરી પૂછ્યું.
‘‘હા ભઈ, ઘરમાં તો બધું ઠીક છે...’’ ‘‘તો પછી ગરબડ કયાં છે?’’ દેવે રાજનની વાત કાપી.
‘‘સોનિયાની જિંદગીમાં ભાઈ.’’ નીના બોલી, ‘‘અને તે પણ કારણ વિના... સમજાતું નથી કેવી રીતે તેની મદદ કરવી.’’
સોનિયા નીનાની ખાસ સાહેલી હતી અને તેનો અને રાજનનો ઝોક પણ દેવની તેજ નજરથી છૂપો નહોતો.
‘‘પૂરી વાત જણાવ.’’ દેવે આરામથી બેસતા કહ્યું, ‘‘શક્ય છે હું થોડીક મદદ કરી શકું.’’ રાજન ફફડી ઉઠ્યો...
‘‘સાંભળ નીના, પહેલા તો બધું ઠીક જ હતું, દીદીની ના આલોકના દાદાજીની હત્યા પછી જ શરૂ થઈ છે ને... તો ભાઈ રહ્યા મર્ડર નિષ્ણાત, જરૂર આ મુદ્દો પણ ઉકેલી દેશે.’’ નીનાએ ચિડાઈને રાજન સામે જેાયું, ‘‘હત્યા સાથે સોનિયાને શું લેવા દેવા? ભલે ને, તેમ છતાં ભાઈ તમે સોનિયા માટે કોઈને કોઈ સૂચન તો આપી જ શકો છો.’’ નીના બોલી, ‘‘તમે જાણો જ છો કે સોનિયાએ પણ રાજન સાથે જ આઈઆઈએમ અમદાવાદની પ્રવેશ પરીક્ષા આપી છે અને તેને વિશ્વાસ છે કે તે સફળ થઈ જશે.
પણ તેના ઘરવાળા ઈચ્છે છે કે પરીક્ષાનું પરિમામ આવતા પહેલાં જ તે લગ્ન કરી લે, પછી જેા તેની સાસરીવાળા ઈચ્છે તો તે અભ્યાસ ચાલું રાખી શકે છે...
પૈસાની વાત નથી ભાઈ, સોનિયાના પપ્પા લગ્ન પછી પણ અભ્યાસનો પૂરો ખર્ચ ઉઠાવવા તૈયાર છે.’’
‘‘લગ્ન કોની સાથે થઈ રહ્યા છે?’’ દેવે પૂછ્યું.
‘‘હમણાં તો સોનિયાને કહ્યું છે કે તેને કોઈ પસંદ છે, તો જણાવી દે.
તે લોકો તેના અભ્યાસનો ખર્ચ ઉઠાવવા પણ તૈયાર છે અને જેા તેને કોઈ પસંદ નથી, તો તે શોધી લેશે.’’
‘‘એટલે કે કોઈપણ કિંમત પર તેમને સોનિયાના લગ્ન કરવા છે.’’ દેવે પછી નીનાની વાત કાપી, ‘‘પણ કેમ?’’ નીનાએ ઊંડો શ્વાસ લીધો.
‘‘તેનું કારણ છે સોનિયાની દીદી કિરણનું વિચિત્ર વર્તન.
કિરણની પાડોશમાં રહેનાર આલોક સાથે બાળપણથી મિત્રતા હતી અને બંનેની સગાઈની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી.
પરંતુ અચાનક કિરણે લગ્ન કરવાની ના પાડી દીધી.
આલોક સાથે જ નહીં કોઈની પણ સાથે.
તેનું કહેવું છે કે તેને લગ્ન કરવાની ના નથી પણ તેને થોડોક સમય આપવામાં આવે.
ઘરવાળાએ ૨ વર્ષથી વધારે સમય આપ્યો, પણ કિરણ હજી પણ વધારે સમય ઈચ્છે છે.
ઘરવાળા પરેશાન થઈ ગયા છે.
તેમનો વિચાર છે કે તેમણે કિરણને નોકરી કરવાની છૂટ આપીને ભૂલ કરી છે અને આ ભૂલ તે સોનિયા સાથે પુનરાવર્તિત કરવા નથી ઈચ્છતા.’’
‘‘દૂધનો દાઝેલો છાશ તો ફૂંકશે જ. કિરણના વર્તનનું કારણ શું છે?’’ દેવે પૂછ્યું.
‘‘એ જ તો તે નથી જણાવતી. કારણ ખબર પડી જાય તો સોનિયા બધાને સમજાવી તો શકે કે તેની સાથે એવું કંઈ નથી. તે અભ્યાસ પૂરો થતા લગ્ન કરી લેશે પણ અત્યારે આઈઆઈએમનો અભ્યાસ અને લગ્ન એકસાથે કરવા ન શક્ય છે અને ન તો યોગ્ય.’’
‘‘હા વાત તો સાચી. તે હત્યાવાળી વાત... તું શું કહી રહ્યો હતો રાજન?’’

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....