વાર્તા - ગાયત્રી ઠાકુર
‘‘લગ્નએટલે બરબાદી...’’ જ્યારે તેની માએ તેની સામે તેના લગ્નની વાત શરૂ કરી ત્યારે સુલેખાએ મોં બગાડતા કહ્યું હતું, ‘‘મા મારે લગ્ન નથી કરવા, હું હંમેશાં તારી સાથે રહીને તારી સારસંભાળ લેવા ઈચ્છુ છું.’’
‘‘ના બેટા આવું ન બોલ.’’ માએ પ્રેમાળ નજરે દીકરી સામે જેાયું.
‘‘મા મને લગ્ન જેવા રીતરિવાજમાં બિલકુલ વિશ્વાસ નથી. લગ્ન સંસ્થા બિલકુલ ખોખલી થઈ ગઈ છે... તમે જરા તમારી જિંદગીને જુઓ, લગ્ન પછી પપ્પા પાસેથી તમને કયું સુખ મળ્યું છે? પપ્પાએ તમને બીજા કોઈ માટે ડિવોર્સ...’’ કહેતાંકહેતાં તે અચાનક અટકી ગઈ, પછી આંસુભર્યા નયને મા તરફ જેાવા લાગી.
આ સમયે માએ બીજી તરફ મોં ફેરવીને પોતાના આંસુ છુપાવવાની કોશિશ કરતા કહ્યું, ‘‘અરે છોડ આ બધી વાતોે... અત્યારે આવી વાત ન કર, આમ પણ છોકરી તો હોય જ છે પારકું ધન. જેાજે ને સાસરીમાં જઈને તું પણ એટલી ખોવાઈ જઈશ કે માની તને ક્યારેય યાદ નહીં આવે. તે પછી દીકરીને આલિંગનમાં લઈને તેને ચૂમી લીધી.
માલતી પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરતી હતી. આજે ૨૦ વર્ષ થઈ ગયા છે તેને પોતાના પતિથી અલગ થયેે. જ્યારે માલતીના તેના પતિથી ડિવોર્સ થયા ત્યારે સુલેખા માત્ર ૫ વર્ષની હતી. ત્યારથી લઈને આજ સુધી તેમણે સુલેખાને પિતા અને મા બંનેનો પ્રેમ આપ્યો હતો. સુલેખા માત્ર તેમની દીકરી જ નહોતી, તેમના સુખદુખની સાથી પણ હતી. પોતાની ટીચરની નોકરીથી જે કંઈ તેણે કમાણી કરી હતી તે પોતાની દીકરી પર ખર્ચ કરતી હતી. સારામાં સારા શિક્ષણની સાથેસાથે તેની બધી જરૂરિયાતોનું ધ્યાન પણ રાખતી. માલતીએ ક્યારેય દીકરીને કોઈ પણ વસ્તુની ખોટ પડવા દીધી નહોતી, પછી ભલે ને તેને ગમે તેટલા દુખ કેમ ન વેઠવા પડ્યા હોય.
આજે જ્યારે માલતી દીકરી લગ્ન કરાવીને સાસરીમાં વિદાય કરવાની વાત કરી રહી હતી ત્યારે તેણે પોતાની પીડાને દીકરી સામે જાહેર ન થવા દીધી જેથી તેને કોઈ દુખ ન થાય.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....