વાર્તા - પૂનમ અહમદ.

વિપિન અને હું ડાઈનિંગટેબલ પર નાસ્તો કરી રહ્યા હતા.
અચાનક મારા મોબાઈલની રિંગ વાગી. કામવાળી લતાનો ફોન હતો.
‘‘મેડમ, આજે હું નહીં આવું. થોડું કામ છે.’’
મેં કહ્યું, ‘‘સારું.’’
પણ મારો મૂડ ખરાબ થઈ ગયો.
વિપિને અંદાજ લગાવી લીધો.
‘‘શું થયું આજે રજા પર છે?’’
મેં કહ્યું, ‘‘હા.’’
‘‘કોઈ વાત નહીં નીરા, ટેક ઈટ ઈઝી.’’ મેં ઊંડા શ્વાસ લઈને કહ્યું,
‘‘ખૂબ મુશ્કેલી થાય છે... દર અઠવાડિયે ૧-૨ રજા હોય જ છે.
૮ વર્ષ જૂની મેડ છે... કંઈ બોલવાની ઈચ્છા નથી થતી.’’
‘‘હા, ઠીક છે ને તો પરેશાન ન થા. તું કંઈ ના કરીશ.’’
‘‘સારું, કામ કેવી રીતે થશે? સફાઈ વિના, વાસણ ધોયા વિના કામ ચાલશે શું?’’ ‘‘કેમ નહીં ચાલે? તું ખરેખર કંઈ ના કરીશ, નહીં તો બેકપેન વધી જશે...
કંઈ કરવાની જરૂર નથી... લતા કાલે આવશે ત્યારે બધું સાફ કરી દેશે.’’
‘‘તું કેવો છે? કેટલું સરળ છે શું કાલ માટે કામ રહેવા દઉં?’’

‘‘અરે, બહુ સરળ છે. જેા જમવાનું બનાવી દીધું છે. શૈલી કોલેજ ગઈ છે, હું પણ ઓફિસ જઈ રહ્યો છું. શૈલી અને હું હવે સાંજે જ આવીશું. તું એકલી જ પૂરો દિવસ. ઘર સાફ જ છે. કોઈ નાનું બાળક તો છે નથી ઘરમાં કે ઘર ગંદું કરે. વાસણની જરૂર છે તો બીજા કાઢી લે. બસ આરામ કર, ખુશ રહે, આ તો ખૂબ નાની વાત છે. તે માટે શું વહેલી સવારે મૂડ ખરાબ કરવાનો.’’

હું વિપિનનો શાંત, સૌમ્ય ચહેરો જેાતી રહી ગઈ.
૨૫ વર્ષનો સાથ છે અમારો. આજે પણ મને તેમની પર, તેમની માનસિકતા પર પહેલાંની જેમ જ પ્રેમ આવી જાય છે.
હું તેમને જે રીતે જેાઈ રહી હતી, એ જેાઈને તે હસવા લાગ્યા.
બોલ્યા, ‘‘શું વિચારવા લાગી?’’
મારા મોઢામાંથી કોણ જાણે કેમ નીકળ્યું, ‘‘તું જાણે છે, મને ઈર્ષા થાય છે તારી?’’
વિપિન હસવા લાગ્યો, ‘‘સાચું? પણ કેમ?’’ હું પણ હસવા લાગી.
તે બોલ્યો, ‘‘જણાવ તો?’’ મેં ના માં માથું હલાવી દીધું.
તેણે ઘડિયાળ તરફ જેાઈને કહ્યું, ‘‘હવે જાઉં છું, આજે ઓફિસમાં પણ આ વાત પર હસવું આવશે કે મારી પત્નીને જ મારી ઈર્ષા થાય છે. ભાઈ, વાહ શું વાત કહી. સાંજે આવું ત્યારે કહેજે.’’ વિપિન ઓફિસ ગયો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....