વાર્તા - રેણુ ચંદ્રા

‘‘મેંમારી કારમાંથી ઊતરીને જેવો ઘરના આંગણે પગ મૂક્યો મારી નજર બોગનવેલ પર પડી. ખરેખર કેટલો મનમોહક રંગ હતો તેનો. તેનો સુંદર ખીલેલો ચમકતો રાણી કલર, ખૂબ સુંદર દેખાઈ રહ્યો હતો. પછી એક ઠંડી હવાની લહેરે પ્રીતિની યાદ અપાવી દીધી...
લાખ કોશિશ કરવા છતાં તેને ભૂલી જવી સરળ નહોતી. તેણે બોટની વિષય (વનસ્પતિ શાસ્ત્ર) માં એમએસસી કર્યું હતું. તેથી તેને ઝાડછોડનું સારું એવું જ્ઞાન હતું. દરેક છોડ વિશે તે જણાવતી હતી કે આરુકેરિયાના છોડને રોપવો હોય તો જેાડીમાં લગાવવો જેાઈએ.
પરંતુ તેનો એક છોડ ખૂબ મોંઘો મળતો હતો. મેં કહ્યું હતું કે જે શોખ પૂરા કરવા હોય તો એક લાવીને લગાવ. તેણે સામેની લોનમાં અનેક રંગના ગુલાબ લગાવી રાખ્યા હતા, જે આજે પણ આ ઘરની શોભા વધારી રહ્યા હતા. ત્યાર પછી તેણે ખૂબ સુંદર અને દુર્લભ છોડવા મંગાવીને લગાવ્યા હતા, જેના વિશે હું વધારે કંઈ જાણતો નહોતો.
તે કહેતી હતી, ‘‘યુકેલિપ્ટસને ઘરમાં ભૂલથી ન લગાવો... તેના મૂળ જમીનનું બધું પાણી શોષી લે છે અને તેને જેાવા માટે ગરદનને પૂરી ઉપર કરવી પડે છે.’’ બોલ્યા પછી તે ગરદનને ઉપર કરીને બતાવતી.
પ્રીતિની આ અદા પર હસવું આવી જતું હતું. હું મનોમન વિચારતો કે ક્યાં સુધી તેને યાદ કરીને હું એકએક પળ મરતો રહીશ? મારે તેને ભૂલી જવી જેાઈએ, પરંતુ બીજી જ પળે મન વિચારવા લાગતું કે તેને ભૂલી જવી એટલી સરળ નથી.
ઘરમાં પગ મૂકતા પહેલાં મન ઉદાસ થઈ ગયું. ઘરની બહાર મારી જે નેમપ્લેટ લગાવેલી હતી, તે પણ તેણે જ તો બનાવડાવી હતી?અને તેને જેાઈને કહ્યું હતું કે વાહ મોહિતસિંહ તમે તો ઘણા રુઆબદાર દેખાઈ રહ્યા છો.

તે દિવસે રવિવાર હતો. પુસ્તકના કબાટને સાફ કર્યા ને સારો એવો સમય થયો હતો, તેથી મેં નિશ્ચય કર્યો કે બહાદુરને કહી દઈશ. તેને જ્યારે સમય મળશે, ત્યારે પોતાની રીતે સફાઈ કરી દેશે, પરંતુ બહાદુર તેની સફાઈ કરે તે પહેલાં કેટલા ફાલતુ પુસ્તકને રદ્દીમાં કાઢી નાખવા માટે તેને એક વાર જેાઈ લેવા જેાઈએ, એમ વિચારીને મેં પુસ્તકોનું કબાટ ખોલ્યું અને પુસ્તકો બહાર કાઢવા લાગ્યો. જેાતા ૨ જૂના પુસ્તકોની વચ્ચેથી એક સુંદર કાર્ડ નીકળ્યું, જેની પર લખ્યું હતું, ‘મોહિત વેડ્સ પ્રીતિ.’
આ કાર્ડ તેણે પસંદ કર્યું હતું. તે સમયે તેણે કહ્યું હતું કે જેા તમને પણ પસંદ હોય તો તેમાં લાલ રંગના બદલે લાઈટ ગુલાબી અને સોનેરી રંગ કરાવી દઈએ.
આજે પણ લગ્નનું આ કાર્ડ એ જ સ્થિતિમાં હતું અને જાણે ચીડવી રહ્યું હતું કે તું તારા પ્રેમ પર જેા ઘમંડ કરતો હતો, તેનું શું થયું.
ખરેખર, તે પ્રેમલગ્ન હતા કે પછી પરંપરાગત લગ્ન, કોઈ કહી શકે તેમ નહોતું. મેં પ્રીતિને જેાઈ, તે મને ગમી ગઈ હતી. પછી આ લાગણી પ્રેમમાં ક્યારે પરિણમી તેની ખબર જ ન રહી. તેમ છતાં એમ કહેવું ખોટું ગણાશે કે આ પ્રેમલગ્ન હતા. મેં ઘરના લોકોની મંજૂરીથી બધા સગાંસંબંધીની હાજરીમાં હિંદુ સંસ્કારો અને રીતરિવાજ અનુસાર પરંપરાગત રીતે લગ્ન કર્યા હતા.
પ્રીતિ નવવધૂ રૂપે મારા ઘરે આવી ગઈ. આટલી સુંદર વહુ મળવાથી બધા ખુશ હતા. પ્રીતિને જાણે કુદરતે સ્વયં પોતાના હાથે બનાવી ન હોય. જેા કોઈ તેને જેાતું તે મુગ્ધ થયા વિના રહી શકતું નહોતું. જ્યારે તે બોલતી ત્યારે વાતાવરણમાં જાણે મધુર સંગીત વાગી રહ્યું હોય તેવું લાગતું. તે ચાલતી ત્યારે જાણે કે ધરતી અને આકાશ મંત્રમુગ્ધ થઈને જેાયા કરતા. આ જ રીતે તેની બ્યૂટિ એવી હતી કે તેને હાથ લગાવી દો તો તે ગંદી થશે તેમ લાગતું. ગુણોની ખાણ હતી તે. વધારેમાં સુરુચિપૂર્ણ રહેણીકરણી તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેતી હતી.
તે કોલેજમાં પ્રોફેસરના પદ પર ૨ વર્ષથી કાર્યરત હતી. મને લાગતું હતું કે જાણે મારી મનમાંગી ઈચ્છા પૂરી થઈ ગઈ ન હોય. લગ્ન પહેલાં મેં કોણ જાણે કેટલી બધી છોકરીઓ જેાઈ હતી, પરંતુ દરેક એમ કહીને ટાળી દેતો કે તેને જેાઈને મનના શિવાલયમાં ઘંટડી નથી વાગી. જ્યારે પ્રીતિને જેાઈ ત્યારે મારા મનમંદિરમાં મધુર ઘંટડીઓ રણકી ઊઠી હતી. અનેક છોકરીઓની તસવીર જેાઈ હતી, પરંતુ દિલના આલ્બમમાં કોઈ ફિટ થઈ નહોતી, પરંતુ પ્રીતિ મનમાં એવી તે વસી ગઈ હતી કે ત્યાર પછી મેં બીજી કોઈ છોકરી સામે આંખ ઊંચી કરીને જેાયું નહોતું.
મને આજે પણ યાદ છે લગ્નનો તે દિવસ, તેની સાથે વિતાવેલી મધુર ક્ષણો, કેટલી કોમળ, કેટલી વહાલી લાગે તેવી અને કેટલી સારી હતી પ્રીતિ. લગ્નના થોડાક મહિના પ્રેમભરી વાતો કરતા, ફરતાંફરતાં ખૂબ થોડા સમયમાં પસાર થઈ ગયા. તે દિવસોમાં પ્રીતિ સિવાય બીજું કંઈ જ દેખાતું નહોતું. માત્ર હું જ નહીં, ઘરના બધા લોકો તેમાં પણ ખાસ તો મમ્મીપપ્પા તેના વખાણ કરતા થાકતા નહોતા. એવું કંઈક તો ખાસ હતું તેનામાં જે બધાને તેના ચાહક બનાવી દેતું હતું.
મને પણ મારા બધા મિત્રો છેડતા હતા અને કહેતા કે જુઓ આપણે ભાભી પર મોહિત થઈને આપણું નામ સાર્થક કરી લીધું છે.
લગ્ન પછી મુશ્કેલીથી ૬ મહિના પસાર થયા હતા કે મારું પોસ્ટિંગ દેહરાદૂન થઈ ગયું અને પ્રીતિને લઈને હું દેહરાદૂન આવી ગયો. તેણે પોતાની નોકરીમાંથી થોડા દિવસની રજા લઈ લીધી. મેં તે સમયે પણ તેને ખૂબ સમજાવી હતી, ‘‘મારું અવારનવાર અલગઅલગ જગ્યાએ પોસ્ટિંગ થતું રહેશે, તું આ રીતે ક્યાં સુધી રજાઓ લેતી રહીશ. હવે તારી આ નોકરી છોડી દે અને શાંતિથી મારી સાથે આવીને રહે.’’
પરંતુ તે સમયે તેણે મારી વાતને ટાળી દીધી હતી. થોડા સમય પછી વાત ભુલાઈ ગઈ અને અમે ત્યાં પહોંચી ગયા. ત્યાં મને બંગલો મળી ગયો અને અમે બંનેએ અમારા આ ઘરને મનગમતી રીતે સજાવ્યું. ઘણા પ્લાન બનાવ્યા હતા. આવું કરીશું, આ રીતે કરીશું, અહીં સજાવીશું, વગેરેવગેરે. કોણ જાણે શું શું વિચારતા રહેતા હતા. ખૂબ ખુશીઆનંદમાં હાથમાં હાથ નાખીને જીવનની આ સુંદર પળ પાંખો લગાવીને ઊડી ગઈ.
તે સમયે હું પોતાને દુનિયાનો સૌથી સુખી માણસ સમજવા લાગ્યો હતો. અહીં આવ્યા પછી તેને મારાથી દૂર પરત મોકલી દેવા ઈચ્છતો નહોતો. હું એવું ઈચ્છતો હતો કે તે હંમેશાં માટે મારા આલિંગનમાં જકડાઈને રહે. પૂરો સમય મારા ઘરને મહેકાવતી રહે. આ વિચારવામાં મેં ખોટું પણ શું ઈચ્છ્યું હતું.
દરેક પતિ પત્નીને આ રીતે પ્રેમ કરતો હોય છે. મેં તેને કહ્યું પણ હતું કે મારી આટલી સારી નોકરી છે. બધી સુખસગવડ છે, તો પછી તું તારી નોકરીમાંથી રાજીનામું આપીને અહીં રહે અને અહીંની કોઈ કોલેજમાં જેાબ કરી લે.
તે સમયે મને લાગ્યું હતું કે તે માની ગઈ છે. પછી હું નિશ્ચિંત થઈ ગયો હતો. હું એવું વિચારતો હતો કે છોકરીઓ ત્યારે નોકરી કરે છે જ્યારે તેઓ જીવનનિર્વાહ માટે વિવશ થઈ જાય છે.
જેાકે પ્રીતિ મારી સામે જૂઠું બોલી હતી. તેણે નોકરીમાંથી રાજીનામું ન આપ્યું, પરંતુ પોતાની રજાઓ લંબાવી લીધી હતી. મને લાગતું હતું કે તે મારી સાથે ખુશ છે. તેણે અહીં આવીને અનુભવ્યું કે જિંદગી કેટલી અલગ છે. અહીં એક ઓફિસ ક્લબ હતી, જેનો હું પણ સભ્ય હતો. ત્યાં અવારનવાર પાર્ટી થતી રહેતી હતી. તેને પણ પાર્ટીમાં જવું ગમતું હતું.
શરૂઆતમાં ક્લબમાં ડાન્સ કરવામાં તેને ખચકાટ થતો હતો. તે સમયે મેં જ તેને ખૂબ હિંમત આપી હતી. મારા પ્રોત્સાહિત કરવા પર ધીરેધીરે તે ખૂલવા લાગી હતી અને ત્યાર પછી તે પાર્ટીમાં બધાના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી. જેાકે આ જેાઈને મને પણ ખોટું લાગ્યું નહોતું.
હું મારા સહકર્મીઓ વચ્ચે ગર્વ અનુભવવા લાગ્યો હતો, એમ વિચારીને કે બધાની પત્નીઓમાં આટલી સુંદર અને આકર્ષક માત્ર મારી પત્ની છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....