વાર્તા - સુમન વાજપેયી

રોજરોજ ટ્રાફિક જામ, નેતાઓની રેલીઓ, વીઆઈપી મૂવમેન્ટ અને હંમેશાં થતા ફેરફારના લીધે દિલ્લીમાં ટ્રાવેલિંગ દિવસેદિવસે સમસ્યા બની રહ્યું છે. જેા તમે કોઈ મોટી પોસ્ટ પર છો તો કારમાં ટ્રાવેલ કરવું તમારી જરૂરિયાત બની જાય છે. મોટા શહેરમાં પ્રતિભાનો મુદ્દો પણ એક સમસ્યા બની ગયો છે. ડ્રાઈવર રાખવાનો અર્થ છે કે તેની પર ખર્ચ અને પછી તેના નખરાં. ટ્રાફિક જામ રસ્તા પર અડધાથી વધારે લોકોને કાર ચલાવતા ન આવડતી હોય, કાર ચલાવવી એક પડકાર છે અને આ સ્થિતિમાં ડ્રાઈવિંગ એન્જેાય કરવું તો બિલકુલ શક્ય નથી. સમરને ડ્રાઈવિંગ કરવું ખૂબ ગમે છે, પણ રોજરોજની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તેણે વિચાર્યું કે હવે તે હોદ્દો ભૂલીને મેટ્રો ટ્રેનમાં જશે. લોકો અથવા જુનિયરને જે કહેવું હોય તે કહે, કંપની જે પેટ્રોલનો ખર્ચ આપે છે, તે બચાવવાના ચક્કરમાં મેટ્રોમાં આવે છે, આ વાત તેને સાંભળવા મળી, પણ તેને મોં પર બોલવાની કોઈની હિંમત નહોતી. શરૂઆત ના કેટલાક દિવસમાં તેને પણ મુશ્કેલી થઈ. મેટ્રોમાં કાર જેવો આરામ તો નહોતો મળતો, પણ કમ સે કમ તે ઓફિસ સમયસર પહોંચી જતો હતો અને તે પણ ટ્રાફિક જામ વિના. જેાકે મેટ્રોમાં એટલી ભીડ હોય છે કે ક્યારેક-ક્યારેક તેને અકળામણ થવા લાગતી હતી. ધીરેધીરે તેને મેટ્રોમાં સફર કરવાની મજા આવવા લાગી.

દિલ્લીની લાઈફલાઈન બનેલી મેટ્રોમાં ભાતભાતના લોકો. લેડીઝનો અલગ ડબ્બો હોવા છતાં તેમનો કબજે તો દરેક ડબ્બામાં હોય અને આ વાતે પુરુષને ચિડાતા જેાવા અને તેમની વાતની મજા લેવી પણ જાણે તેનું રૂટિન થઈ ગયું. પુરુષના ડબ્બામાં પણ મહિલાઓ માટે અનામત સીટ હોય છે, પરંતુ આ સીટ પર તે ક્યારેક જ બેસતો હતો. તે દિવસે મેટ્રો અપેક્ષા કરતા ખાલી હતી. સરકારી રજા હતી. તે ખૂણાની સીટ પર બેઠો. તે છાપું વાંચવામાં લીન હતો એટલામાં એક મધુર અવાજ તેના કાનમાં સંભળાયો, ‘‘એક્સક્યૂઝ મી.’’ તેણે જેાયું. લગભગ ૩૦-૩૨ વર્ષની કમનીય દેહવાળી એક મહિલા તેની સામે ઊભી હતી. એકદમ પરફેક્ટ ફિગર... ચરબી ક્યાંય વધારે નહીં, ક્યાંય ઓછી નહીં. તેણે પર્પલ કલરની સિફોનની પ્રિન્ટેડ સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો હતો. ગળામાં મોતીની માળા પહેરી હતી અને ખભા પર ડિઝાઈનર બેગ. હોઠ પર પર્પલ લિપસ્ટિક ડિફરન્ટ લુક આપી રહી હતી. કોમળતા અને સુંદરતા બંને એકસાથે. તે એકીટશે જેાઈ જ રહ્યો. ‘‘એક્સક્યૂઝ મી, આ લેડીઝ સીટ છે. ઈફ યૂ ડોંટ માઈન્ડ.’’ તેેણે ખૂબ જ નમ્રતાથી કહ્યું. ‘‘યા શ્યોર.’’ સમર ઝડપથી ઊભો થઈ ગયો. આગામી સ્ટેશન આવવાની જાહેરાત થઈ હતી એટલે કે તે ખાન માર્કેટથી ચઢી હતી. સમર તેને જેાતો જ રહ્યો. વારંવાર તેનું ધ્યાન તેની પર જતું હતું. તે ન ઈચ્છવા છતાં પણ તેને જેાતો રહ્યો, દિલ હતું કે જાણે તેની તરફ આકર્ષાઈ રહ્યું હતું, પરંતુ આ રીતે એકીટશે જેાવાનો અર્થ હતો કે જાણે પુરુષની ખરાબ શ્રેણીમાં ગણતરી થવી અને આ સમયે તો તે એવું નહોતો ઈચ્છતો. તેના ૩૫ વર્ષના જીવનમાં કોઈ મહિલા પ્રત્યે આ રીતે આકર્ષણ અથવા કોઈને સતત જેાતા રહેવાની ઈચ્છા આ પહેલાં ક્યારેય તેની અંદર આટલી અધીરાઈથી ડોકિયા નહોતી કરતી. આમ પણ સફર લાંબી હતી અને તે તેમાં કોઈ પ્રકારનો વિચ્છેદ નહોતો ઈચ્છતો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....