વાર્તા - નીતા શ્રીવાસ્તવ

પાડોશના ઘરની ઘંટડીનો અવાજ સાંભળતા જ શિખા લગભગ દોડતી દરવાજા પાસે ગઈ અને પછી પડદાની આડશમાં છુપાઈને બહાર જેાવા લાગી. હિસાબકિતાબમાં વ્યસ્ત સુધીરને શિખાની આ ટેવ ખૂબ જ શરમજનક લાગી. તે પહેલાં પણ ઘણી વાર સુધીર શિખાને તેની આ ટેવ માટે ઠપકો આપી ચૂક્યો હતો, પણ તે પોતાની ટેવ છોડતી નહોતી. જેવી આસપાસના કોઈ ઘરની ઘંટડી વાગતી શિખાના કાન સરવા થઈ જતા હતા. કોણ કોને મળી રહ્યું છે, કયા પતિપત્ની વચ્ચે કેવું ચાલી રહ્યું છે, તેની પૂરી જાણકારી રાખવાનો જાણે કે શિખાએ ઠેકો લીધો હોય. સુધીરે ક્યારેય આવી મનોવૃત્તિ ધરાવતી પત્નીની ઈચ્છા નહોતી રાખી. તે તેની આ પીડા કોને કહે... ક્યારેક પ્રેમથી તો ક્યારેક કડવાશથી ઝાટકે છે જરૂર, ‘‘શું શિખા, તું પણ હંમેશાં પાડોશીઓના ઘરની છૂપી વાતો જાણવામાં વ્યસ્ત રહે છે... તારા ઘરમાં રસ લે થોડો, જેથી ઘર ઘર જેવું લાગે...’’ સુધીરે લાવેલા બધા મેગેઝિન ટેબલ પર પડ્યાંપડ્યાં શિખાનું મોં તાકી રહેતા... શિખાની નજર બીજા ઘરમાં ડોકિયા કરવામાં જ ડૂબેલી રહેતી હતી.

જેાકે આજે સુધીર શિખાના આ કરતૂત પર ખૂબ ગુસ્સે થયો અને ત્યાર પછી પડદો એટલો જેારથી ખેંચ્યો કે તે હેન્ડલ સહિત નીચે પડી ગયો. ‘‘લે, હવે તને વધારે સ્પષ્ટ દેખાશે.’’ સુધીરે ગુસ્સામાં કહ્યું. શિખા પણ ગુસ્સામાં દરવાજા પરથી દૂર ખસી ગઈ. જેાયું તો દૂર તે હવે અનુમાન પણ ન લગાવી શકી કે જતીનના ઘરે કોણ આવ્યું છે અને શું કરીને ગયું. સુધીરના ગુસ્સાથી થોડી ડરી, પણ ગુસ્સો શાંત કરવા હસી. સુધીરનો મૂડ બગડી ગયો હતો. તેણે પોતાના કાગળ ભેગા કરીને તિજેારીમાં મૂક્યા અને તૈયાર થવા લાગ્યો. શિખા તેને તૈયાર થતો જેાઈ ચુપ ન રહી શકી. પૂછ્યું, ‘‘હવે આ સમયે ક્યાં જાય છો? સાંજે મૂવી જેાવા જવું છે કે નહીં?’’ ‘‘તું તૈયાર રહેજે... હું સમયસર આવી જઈશ.’’ કહીને સુધીર ક્યાં જઈ રહ્યો છે, તે જણાવ્યા વિના ગાડી સ્ટાર્ટ કરીને જતો રહ્યો. ગુસ્સામાં જ સુધીર એમ જ થોડીવાર રસ્તા પર ગાડી દોડાવતો રહ્યો. તે પણ સ્વીકારતો હતો કે થોડી ઘણી ડોકિયા કરવાની ટેવ તો દરેક વ્યક્તિમાં હોય છે, પણ સીમાએ તો હદ કરી નાખી. તેણે ૧-૨ વાર મહેણાં પણ માર્યા હતા કે આટલી ચપળતાથી તેં કોઈ છાપામાં સમાચાર આપ્યા હોત તો તું આજે રિપોર્ટર બની ગઈ હોત, પણ શિખા પર તો તેની શિખામણની કોઈ જ અસર નહોતી.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....