વાર્તા - રિતુ વર્મા

ભવ્યા લાંબા સમય સુધી મોલમાં આમતેમ ફરતી રહી. આખરે તેના પતિ અક્ષરે કંટાળીને કહ્યું, ‘‘અરે તારે લેવાનું છે શું? જલદી લઈને પૂરું કર.’’
સાંભળીને ભવ્યાની મોટીમોટી આંખમાં આંસુ આવી ગયા. પછી રડમશ અવાજમાં બોલી, ‘‘મને મીના બજારની સાડી ગમી ગઈ છે.’’
‘‘તો લઈ લે ને, સમસ્યા શું છે?’’ અક્ષરે કહ્યું.
ભવ્યા ખચકાટ સાથે બોલી, ‘‘ખૂબ મોંઘી છે, ૨૦ હજારની.’’
ભવ્યા આ સાડી કરવાચોથ માટે લેવા ઈચ્છતી હતી, તેથી અક્ષર પણ તેનું દિલ તોડવા ઈચ્છતો નહોતો. તેણે તેને સાડી અપાવી દીધી. ગમતી સાડી મળતા ભવ્યા ખૂબ ખુશ થઈ ગઈ હતી.
પછી બંને મેકઅપનો સામાન લેવા ચાલ્યા ગયા. ત્યાં પણ ભવ્યાએ મોંઘી બ્રાન્ડનો સામાન લીધો. આ જ કહાણી ચંપલ અને બીજેા સામાન ખરીદતી વખતે પણ થયું.
જ્યારે ભવ્યા અને અક્ષર મોલમાંથી બહાર નીકળ્યા. ત્યારે અક્ષર પોતાનો અડધો પગાર ભવ્યાના બ્રાન્ડેડ સામાન પર ખર્ચ કરી ચૂક્યો હતો.
ભવ્યા ઘરે આવીને પોતાની સાસુ મૃદુલાને સામાન બતાવવા લાગી ત્યારે મૃદુલા બોલી, ‘‘બેટા, આટલા મોંઘા કપડાં ખરીદવાની શું જરૂર હતી? જેા મારી સાથે સરોજિની નગર માર્કેટમાં આવી હોત તો આનાથી પણ સારા અને સુંદર કપડાં ઓછી કિંમતે મળી ગયા હોત.’’
ભવ્યા બોલી, ‘‘અરે મમ્મી, તે બ્રાન્ડેડ કપડાં ન હોત ને. આમ પણ બ્રાન્ડેડ કપડાની વાત જ અલગ હોય છે. મને બ્રાન્ડેડ વસ્તુ ખૂબ ગમે છે.’’
કરવાચોથના દિવસે ભવ્યા ખૂબ સુંદર દેખાઈ રહી હતી. લાલ રંગની સાડીમાં તે બિલકુલ પરી લાગતી હતી.

રાત્રે ચંદ્ર સોળે કળાએ ખીલી ઊઠ્યો હતો અને ખૂબ હસીખુશીના વાતાવરણમાં જ્યારે પૂરો પરિવાર ડિનર કરવા માટે બેઠો ત્યારે ભવ્યા બોલી, ‘‘અક્ષર મારી ગિફ્ટ ક્યાં છે?’’
અક્ષરે પોતાના ખિસ્સામાંથી એક વીંટી કાઢી ત્યારે ભવ્યા બોલી, ‘‘આ શું, કોઈ લોકલ જ્વેલરી શોપમાંથી લાવ્યા છો ને તમે? તનિષ્ક, જીવા જેવી કોઈ બ્રાન્ડ ન મળી તમને?’’
પછી ભવ્યા ખાધા વિના પગ પછાડતા પોતાના રૂમમાં જતી રહી.
અક્ષર અપમાનિત થઈને ડાયનિંગ ટેબલ પર બેસી રહ્યો. આ બધું જેાઈને બધાની ભૂખ મરી ગઈ.
મૃદુલાએ અક્ષરને કહ્યું, ‘‘બેટા તું ચિંતા ન કરીશ. ધીરેધીરે ભવ્યા આપણા રંગમાં રંગાઈ જશે.’’
અક્ષરે કહ્યું, ‘‘અરે ૩ વર્ષ થઈ ગયા છે મમ્મી, આખરે ક્યારે સમજાશે ભવ્યા?’’
જ્યારે અક્ષર રૂમમાં પહોંચ્યો ત્યારે ભવ્યા પોતાની મમ્મી સાથે વીડિયો કોલ પર વાત કરી રહી હતી.
રાત્રે ભવ્યા બોલી, ‘‘ખબર છે તને અંશિકા દીદીને જીજુએ કરવાચોથ પર તનિષ્કનો ડાયમંડ સેટ ગિફ્ટમાં આપ્યો છે. જ્યારે તમે આપી છે માત્ર આ વીંટી અને તે પણ સામાન્ય.’’
અક્ષરે ગુસ્સાને કાબૂમાં રાખતા કહ્યું, ‘‘ભવ્યા, અંશિકાનો પતિ આટલી મોંઘી ગિફ્ટ અફોર્ડ કરી શકતો હશે, હું નથી કરી શકતો.’’
ભવ્યા બોલી, ‘‘અરે બધા લોકો કરવાચોથ પર પોતાની પત્ની માટે શું શું નથી કરતા અને એક તમે છો?’’
‘‘હવે પછી મારા માટે આ વ્રત કરવાની જરૂર નથી.’’ અક્ષરે ગુસ્સામાં કહ્યું.
ભવ્યા જેારજેારથી રડવા લાગી. અક્ષર પણ કંઈ જ બોલ્યાચાલ્યા વિના પડખું ફેરવીને ઊંઘી ગયો. જેાકે અક્ષર અને ભવ્યા વચ્ચે સંબંધ એટલા ખરાબ થઈ ગયા હતા કે બંનેને આ જ રીતે રાત પસાર કરવાની ટેવ પડી ગઈ હતી.
સવારે પણ અક્ષર અને ભવ્યાની વચ્ચે અબોલા રહ્યા, પરંતુ સાંજે અક્ષર ભવ્યા માટે તેની પસંદનો આઈસક્રીમ લઈને આવ્યો. તેના હાથમાં આઈસક્રીમ પકડાવતા બોલ્યો, ‘‘ભવ્યા, મારો મિત્ર સુમિત અને તેની પત્ની શાલિની કાલે રાત્રે આપણા ઘરે જમવા માટે આવવાના છે.’’
ભવ્યાએ તરત ઉત્સાહિત થતા કહ્યું, ‘‘સુમિત, આ એજ તમારા મિત્ર છે ને, જેમણે લગ્નમાં મને બોમ્બે સિલેક્શનની ખૂબ સુંદર ઓરગેંઝા સાડી ગિફ્ટમાં આપી હતી?’’
અક્ષરે હસીને કહ્યું, ‘‘હા તે જ મિત્ર છે.’’
ભવ્યા સુમિતને આ પહેલાં ૨ વાર મળી ચૂકી હતી અને બંને વાર ભવ્યા સુમિતની પર્સનાલિટી અને તેના શાહી અંદાજથી પ્રભાવિત થઈ હતી. જેાકે હજી સુધી તેણે સુમિતની પત્ની શાલિનીને જેાઈ નહોતી, પરંતુ માત્ર સાંભળ્યું હતું કે શાલિની ખૂબ સમજદાર મહિલા છે.
સાંજે જ્યારે શાલિની અને સુમિત આવ્યા ત્યારે શાલિનીને જેાઈને ભવ્યા ચોંકી ગઈ. સુમિતના શાનદાર વ્યક્તિત્વની સામે શાલિની કોઈ પણ રીતે ટકી શકે તેવી નહોતી.
શાલિની એટલી સુંદર નહોતી અને તેનું કદ પણ નીચું હતું. સુમિતે ચમકદાર સુંદર સૂટ પહેર્યો હતો, જ્યારે શાલિની એક સિંપલ કોટનની સાડીમાં ખૂબ સામાન્ય દેખાતી હતી.
ભવ્યાએ જેાયું કે સુમિત વાતચીતમાં પણ નિપુણ હતો, જ્યારે શાલિની મહદ્અંશે મૌન રહેતી હતી. ભોજન સમયે સ્ટાર્ટર્સ પછી શાલિનીએ કહ્યું, ‘‘અરે, ભવ્યા ભાભી માટે લાવેલી ગિફ્ટ તેમને આપો.’’
શાલિનીએ હસીને પોતે લાવેલા ૨ પેકેટ ભવ્યાના હાથમાં પકડાવી દીધા.
ભવ્યા ખૂબ ઉત્સાહમાં બોલી ઊઠી, ‘‘શું બંને મારા માટે છે?’’
‘‘હા ભાભી.’’ સુમિત બોલ્યો.
સાંભળીને ભવ્યા તરત બોલી, ‘‘મને તમે ભવ્યા કહી શકો છો. આમ પણ હું તમારા બંનથી નાની છું.’’
અક્ષરે પણ કહ્યું, ‘‘હા ભાઈ, ભવ્યા સાચું કહી રહી છે.’’
ભવ્યાએ જલદીજલદી પેકેટ ખોલ્યા, જેાયું તો એક પેકેટમાં હૈદરાબાદના સાચા મોતીનો સેટ હતો, જ્યારે બીજામાં જયપુરી બાંધણીની લાલ રંગની સાડી હતી.
ભવ્યા થોડા ખચકાટ સાથે બોલી, ‘‘હું આટલી મોંઘી ગિફ્ટ કેવી રીતે લઈ શકું?’’
સુમિત તરત બોલી ઊઠ્યો, ‘‘અરે ભવ્યા તારી સુંદરતાની સામે આ ગિફ્ટ ફ્કિકી છે.’’
સાંભળીને બધા ચુપ થઈ ગયા. સુમિત આગળ બોલ્યો, ‘‘ભેટની કિંમત નહીં, પરંતુ આપનારની લાગણીને સમજાવી જેાઈએ.’’
તે સાંજે પૂરો સમય ભવ્યા સુમિતની આગળપાછળ ફરતી રહી. તે સારી રીતે જાણતી હતી કે સુમિત હવે તેની સુંદરતા પાછળ પાગલ થઈ ગયો છે અને દિલનો પણ ખૂબ ઉદાર છે. પછી વિચાર્યું કે જેા તે સુમિતની સાથે થોડુંઘણું હસીબોલી લે તો તેમાં ખોટું શું છે. બિચારો સુમિત કેટલી મોંઘી અને બ્રાન્ડેડ ગિફ્ટ આપે છે અને એક પોતાના સાસરિયા છે, જે હંમેશાં કંજૂસાઈ કરતા રહે છે.
પછી રાત્રે ભવ્યાએ સુમિતે ગિફ્ટમાં આપેલી સાડી પહેરી. ખરેખર ભવ્યા તે સાડીમાં ખૂબ સુંદર દેખાઈ રહી હતી. પછી કોણ જાણે કંઈક વિચારતા ભવ્યાએ પોતાની એક સેલ્ફી લીધી અને તરત સુમિતને મોકલી દીધી.
જેાકે સુમિતે પણ તરત રિપ્લાયમાં કહ્યું, ‘‘સાડીની કિંમત હવે વસૂલ થઈ છે. મેં તારા માટે બિલકુલ યોગ્ય કલર પસંદ કર્યો છે ને.’’
સુમિતનો મેસેજ વાંચીને ભવ્યાના ચહેરાનો રંગ શરમના માર્યા લાલ થઈ ગયો. જેાકે તેને થોડી શરમ જરૂર આવી રહી હતી, કારણ કે તેણે સુમિતને પોતાનો ફોટો મોકલ્યો હતો, પરંતુ હવે તે કઈ કરી શકે તેમ નહોતો.
રાત્રે નહાઈને ભવ્યા બહાર નીકળી જ હતી કે તેના ફોન પર સુમિતના ૨ મેસેજ આવી ગયા, પરંતુ ભવ્યાએ વાંચ્યા વિના રહેવા દીધા. હવે તેને અક્ષરને જેાઈને શરમ આવી રહી હતી.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....