કટાક્ષિકા - મિનિસિંહ.

‘‘હેપી બર્થ-ડે માઈ જાન.’’ માથાને ચૂમતા મારા પતિદેવ અમિતે ખૂબ પ્રેમથી મને જગાડી, ત્યારે હું આળસ મરડતા તેમને ‘થેંક્યૂ’ કહીને બેઠી વળી ગઈ. એટલામાં મારા બંને બાળકો ‘હેપી બર્થ-ડે મોમ... હેપી બર્થ-ડે મોમ...’ કહેતા મારા ગળે લટકીને ઝૂલવા લાગ્યા ત્યારે હું ધન્યધન્ય થઈ ગઈ કે હાય, હું કેટલી નસીબદાર છું કે મારા પતિ અને બાળકોને મારો બર્થ-ડે યાદ રહ્યો છે.
‘‘મમ્મા... આ બર્થ-ડે પર તમે ૪૦ ના થઈ જશો ને?’’ મારી ૧૮ વર્ષની દીકરી નિયતિ બોલી, ત્યારે અમિત હસી પડ્યા અને બોલ્યા, ‘‘હા, બર્થ-ડે પછી આપણી ઉંમર ૧ વર્ષ આગળ દોડી જાય છે, પરંતુ તારી મમ્મીની ઉંમર પાછળની તરફ ભાગી રહી છે.’’
અમિતની વાત પર બાળકો ખડખડાટ હસવા લાગ્યા. મેં અમિતની સામે ઘૂરીને જેાયું, ત્યારે તેઓ શરમજનક રીતે બોલ્યા કે તેમના કહેવાનો અર્થ એ છે કે મારી સ્કિન જેાઈને મારી ઉંમરની ખબર જ નથી પડતી.
‘‘આ વખતે મમ્માના બર્થડે પર આપણે ગ્રેટ સેલિબ્રેશન કરીશું, ખરું ને પપ્પા?’’ મારા ૧૬ વર્ષના દીકરા અંકુરે પૂછ્યું, ‘‘બર્થ-ડે પર આપણે કોનેકોને બોલાવીશું?’’
‘પેલી કામિનીને તો બિલકુલ નહીં’ હું મનોમન બબડી, પરંતુ જણાવવું પડશે ને તેને કે બર્થ-ડે હું હોટલ રીજેન્ટામાં ઊજવવાનો છું. જેાજે ને તે કેવી બળીને રાખ થઈ જશે. ઘણું બધું બતાવતી રહે છે કે તેની બર્થ-ડે તે હંમેશાં મોટીમોટી હોટલમાં ઊજવે છે. આ વખતે હું પણ તેને બતાવી દઈશ કે જેા હું પણ તારાથી ઓછી નથી.’’ મોં મચકોડતા બોલી.
વિચાર્યું કે પહેલા ફોન કરીને તેને બર્થ-ડે વિશે જણાવી દઈશ, તો મારા દિલને શાંતિ થશે, પરંતુ એટલામાં મારા વિચારોને બ્રેક મારતા અમિત બોલ્યો, ‘‘પાર્ટી આપણા ઘરે જ રાખીએ તો કેવું રહે?’’
‘‘ના પપ્પા, ઘરે નહીં, પાર્ટી હોટલમાં રાખો.’’ અંકુર બોલ્યો.
મારું પણ એ જ માનવું હતું. હવે ઘરમાં રાખવાથી કોને જાણ થશે. હોટલમાં પાર્ટી રાખીશું તો ૧૦ લોકોને જાણ થશે અને ત્યાર પછી ફેસબુક પર મારે મારા બર્થ-ડેના ફોટો પણ અપલોડ કરવાના છે. અંતે નક્કી થયું કે અમિત ઓફિસે જતા પહેલા હોટલ પર જઈને વાત કરી લેશે અને નિયતિ કેકનો ઓર્ડર આપી દેશે, પરંતુ આજે ૩૧ ડિસેમ્બર છે, તેથી હોટલ રીજેન્ટામાં કદાચ એન્ટ્રિ મળે.
વિચારી લીધું હતું કે આજે બર્થ-ડે પર હું શું પહેરીશ. એ જ, રેડ કલરનો વનપીસ ડ્રેસ, જે મેં ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવ્યો હતો મારા માટે. અરે, એમ પણ અમિતની પસંદ ક્યાં એટલી સારી હોય છે, તેથી મારું શોપિંગ હું જાતે કરું છું. મારા ગત બર્થ-ડે પર તે એટલો ફિક્કા રંગનો ડ્રેસ ઉઠાવી લાવ્યા હતા કે શું કહેવું, એટલે આ વખતે મેં જાતે મારા માટે ઓનલાઈન ડ્રેસ મંગાવી લીધો હતો. સાથે મેચિંગ એરિંગ્સ અને બ્રેસલેટ પણ મંગાવ્યા હતા. ચંપલ પણ માર્કેટમાં જઈને જાતે લાવી હતી.
‘‘આજે મમ્માના બર્થ-ડે પર ચોકલેટ ટ્રફલ કેક આવશે. તમને ગમે છે ને મમ્મા?’’ મોંમાંથી લાળ ટપકાવતા અંકુર બોલ્યો.
‘‘ના, ચોકલેટ નહીં, બ્લૂ બેરી ચીઝ કેક આવશે, કારણ કે તે પપ્પાને ગમે છે.’’

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....