સોમીની ઓફિસમાં આજે બધાના ફેસ ખિલેલા હતા અને ખિલેલા હોય પણ કેમ નહીં, આજે બધા કર્મચારીઓને ૧૦ ટકા ઈન્ક્રીમેન્ટ મળ્યું હતું, પરંતુ સોમી ઉદાસ દેખાઈ રહી હતી. જ્યારે કાયરાએ પૂછ્યું ત્યારે સોમીએ ગુસ્સામાં કહ્યું, ‘‘મારી સેલરી પર મારો નહીં, પરંતુ પૂરા પરિવારનો હક છે.’’

ઈન્ક્રિમેન્ટનો અર્થ છે વધારે કામ, પરંતુ મને શું મળશે, કઈ નહીં. એક બાળકને આપે તે રીતે મારા પતિ મને થોડા હજાર પકડાવી દે છે. પૂછતા કહે છે કે બધું મળી રહ્યું છે તને, શું કરીશ આ પૈસાનું ફાલતુ ખર્ચા કર્યા સિવાય?’’ આ સ્થિતિ એકલી સોમીની નથી. સોમી જેવી મહિલાઓ આજે દરેક ઘરમાં જેાવા મળશે, જેઓ આર્થિક રીતે સ્વતંત્ર હોવા છતાં પરાધીન છે. તેઓ માત્ર પોતાના પતિ અને પરિવાર માટે માત્ર કમાણીનું એક મશીન હોય છે. તેમના પૈસાનો ક્યાં ખર્ચ કરવાનો છે અને તેનું ક્યાં રોકાણ કરવાનું છે તે તેમના પતિદેવનો મૌલિક અધિકાર હોય છે. રિતિકાની કહાણી પણ સોમી જેવી છે. તેની સેલરી આવતા પૂરા પૈસા વહેંચાઈ જાય છે. બાળકોની સ્કૂલની ફી, ઘરની લોનનો હપતો અને ઘરખર્ચ બધું રિતિકાની સેલરી પર નિર્ભર હોય છે, પરંતુ રિતિકાના પતિની સેલરીનો ક્યાં ખર્ચ થાય છે, તેની પ્રદીપ સિવાય કોઈને જાણ નથી હોતી. દરેક સમયે રજામાં ફરવા જવાનું પ્લાનિંગ કરવું, સગાંસંબંધીઓ માટે ભેટો ખરીદવી, પત્ની બાળકો માટે કપડાં વગેરે ખરીદવા તે બધું પ્રદીપ પોતાની સેલરીમાંથી કરતો હતો અને તે બધાને ખૂબ વહાલો પણ હતો. જ્યારે રિતિકા વિશે પ્રદીપ જણાવે છે કે મહિલાઓના લાલીલિપસ્ટિક પરના ખર્ચને રોકવાની એક નવી રીત છે તેમની સેલરી પર લોન લઈ લો.

રિતિકા જે માસિક ૮૦ હજાર કમાઈ રહી છે તે ન પોતાને ગમતા કપડાં પહેરી શકે છે કે ન પોતાને ગમતી ભેટ કોઈને આપી શકે છે. આટલી કમાણી પછી પણ તે સંપૂર્ણ રીતે પોતાના પતિ પર નિર્ભર છે. ઉપરની બંને ઘટનાને જેાતા એક વાત બંનેમાં સમાન છે કે સોમી અને રિતિકા હજી પણ ગુલામીની બેડીમાં માનસિક રીતે કેદ છે. જેાકે બંને મહિલાઓમાં એક સમાનતા એ પણ રહી છે કે બંને માનસિક રીતે સ્વતંત્ર નથી. બંને એ વાત પણ નથી જાણતી કે તેમણે પોતાના પરસેવાની કમાણીનો ખર્ચ કેવી રીતે કરવો છે. જેાકે એમ કહેવું પણ ખોટું નહીં ગણાય કે સોમી અને રિતિકા જેવી મહિલાઓની સ્થિતિ એ મહિલાઓ કરતા પણ વધારે ખરાબ છે જેઓ આર્થિક રીતે આત્મનિર્ભર નથી. ક્યારેક પ્રેમમાં તો ક્યારેક ડરના લીધે તેઓ પોતાની આર્થિક સ્વતંત્રતાની ચાવી પોતાના પતિના હાથમાં પકડાવી દેતી હોય છે જે બિલકુલ યોગ્ય નથી.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....