સામગ્રી :
૧૧/૨ કપ બટાકા બાફેલા અને મેશ કરેલા
૧ કપ વટાણા મેશ કરેલા
૧ ટુકડો પનીર મેશ કરેલું
૨ મોટી ચમચી કોર્નફ્લોર
૧ નાની ચમચી લીલાં મરચાંની પેસ્ટ
૧ નાની ચમચી આદુંની પેસ્ટ
૧ નાની ચમચી હળદર પાઉડર
૧ નાની ચમચી ગરમ મસાલો
૧ નાની ચમચી જીરું
ચપટી હિંગ
તળવા માટે તેલ.
મીઠું સ્વાદ મુજબ.
રીત :
પનીરમાં અડધી નાની ચમચી હળદર અને મીઠું નાખો અને ૪ બોલ્સ બનાવીને રાખો. પેનમાં ૧ ચમચી તેલ ગરમ કરીને તેમાં જીરું, હિંગ, લીલાં મરચાની પેસ્ટ અને આદું પેસ્ટ નાખીને સાંતળો. વટાણા અને અન્ય મસાલા મિક્સ કરીને સાંતળો. આ મિશ્રણના ૪ બોલ્સ બનાવી લો. મેશ કરેલા બટાકામાં કોર્નફ્લોર અને થોડું મીઠું ઉમેરીને ૪ બોલ બનાવો. હવે વટાણાના બોલ્સને ૧-૧ કરીને હથેળીમાં રાખીને ફેલાવો અને પનીરનો ૧ બોલ વચ્ચે મૂકીને ચારે બાજુથી બંધ કરીને કટલેટ બનાવો, આ રીતે બટાકાના બોલ્સને ફેલાવીને વટાણાનો બોલ મૂકો અને બંધ કરો. આ રીતે અન્ય કટલેટ્સ બનાવો. પછી પેનમાં તેલ ગરમ કરીને સોનેરી થાય ત્યાં સુધી ફ્રાય કરો. ૪-૪ ટુકડા કરીને લીલી ચટણી સાથે સર્વ કરો.