સામગ્રી :
૧/૨ કપ ટોફુ મેશ કરેલ
૧ કપ મેંદો
૧ મોટી ચમચી મગફળી શેકેલી
૧ નાની ચમચી લીલાં મરચાંની પેસ્ટ
૧ નાની ચમચી આદુંની પેસ્ટ
૨ મોટી ચમચી કોથમીર સમારેલી
૧ નાની ચમચી ચાટમસાલો
૧/૨ નાની ચમચી જીરું
૧ નાની ચમચી ધાણા પાઉડર
૧/૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
ચપટી હિંગ
૨ મોટી ચમચી તેલ.
મીઠું સ્વાદ મુજબ.
રીત :
મેંદામાં ચપટી મીઠું અને ૧ ચમચી તેલ નાખીને બરાબર મસળો. પછી થોડું હળવું ગરમ પાણી નાખીને ગૂંદીને ઢાંકીને મૂકી દો. પેનમાં ૧ ચમચી તેલ નાખીને ગરમ કરો. તેમાં હિંગ, જીરું, આદુંની પેસ્ટ અને લીલા મરચાની પેસ્ટ નાખીને સાંતળો. મેશ કરેલ ટોફુ અને અન્ય સામગ્રી પણ બરાબર મિક્સ કરીને સાંતળો. મિશ્રણને ગેસ પરથી ઉતારીને ઠંડું થવા દો. ગૂંદેલા મેંદાને મસળીને નાનાનાના બોલ બનાવો.
દરેક બોલની પૂરી વણી લો. ૧-૧ મોટી ચમચી ટોફુનું મિશ્રણ લઈને તેની પોટલી બનાવો. ઉપરથી થોડું તેલ લગાવીને ૨૦૦ ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી પ્રીહિટેડ ઓવનમાં ૧૯-૨૦ મિનિટ રાખો. જેા પોટલી બ્રાઉન ન થઈ હોય તો ૩-૪ મિનિટ હજી રાખો. પોટલી બેક થઈ જતા ટામેટાની ચટણી સાથે સર્વ કરો.