સામગ્રી :
થોડું નાળિયેર છીણેલું
૩/૪ કપ ગોળ કે ખાંડ
૩/૪ કપ દૂધ
૧/૨ કપ માવો
થોડાક કેસરનાં તાંતણા
થોડો ઈલાયચી પાઉડર
થોડીક બદામ સમારેલી

રીત :
નાળિયેરને સોનેરી થવા સુધી શેકીને તેને બાઉલમાં કાઢીને અલગ મૂકો. હવે એક પેનમાં થોડુંક પાણી ગરમ કરીને ગોળ ઓગળે ત્યાં સુધી ફેરવો. જ્યારે ગોળ ઓગળી જાય ત્યારે તેમાં ફ્રાય કરેલું નાળિયેર નાખીને બરાબર મિક્સ કરો. પછી તેમાં દૂધ રેડીને ચડાવો. તેની સાથે માવો, ઈલાયચી અને કેસરનાં તાંતણા પણ નાખો. હવે આંચ બંધ કરીને ઉપરથી બદામ નાખો. પછી મોલ્ડમાં ઘી લગાવીને પાક ભરો અને તેને લગભગ ૧ કલાક માટે ફ્રિજમાં ઠંડું થવા મૂકી દો. ઠંડું થવા પર મોલ્ડ્સમાંથી કાઢીને મનપસંદ આકાર આપો અને બદામનાં ટુકડાથી ગાર્નિશ કરીને સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....