સામગ્રી પૂરણ માટે :
થોડુંક પાણી
૧ કપ ગોળ છીણેલો
૨ કપ નાળિયેર છીણેલું
થોડો ઈલાયચી પાઉડર
૨ મોટી ચમચી ઘી
થોડાક કાજુ બારીક સમારેલાં

સામગ્રી ડો માટે :
૧ કપ પાણી
૧ નાની ચમચી ઘી
૧ કપ ચોખાનો લોટ
મીઠું સ્વાદ મુજબ.

રીત :
એક પેનમાં પાણી અને ગોળ લઈને મધ્યમ આંચ પર પકાવો. પછી તેમાં નાળિયેર નાખીને ૧૦ મિનિટ સુધી બરાબર ફેરવો. જ્યારે મિશ્રણ બરાબર મિક્સ થાય ત્યારે તેમાં ઘી, ઈલાયચી પાઉડર અને કાજુ નાખીને બરાબર ફેરવો અને પછી આંચ પરથી ઉતારીને એક બાજુ મૂકી દો. ડો તૈયાર કરવા માટે ૧ કપ પાણી ગરમ કરીને તેમાં મીઠું અને ઘી નાખો. જ્યારે પાણી બરાબર ઊકળવા લાગે ત્યારે તેમાં ચોખાનો લોટ નાખીને બરાબર ફેરવો જેથી ગાંઠ ન પડે. પછી તેને ઢાંકીને ૧ મિનિટ સુધી પકાવો અને આંચ બંધ કરી દો. હવે આ મિશ્રણને ગરમગરમ જ બરાબર મિક્સ કરતા ૧૦ સમાન ભાગમાં વહેંચીને સ્મૂધ બોલ્સ બનાવીને પૂરીના આકારમાં વણો. વણ્યા પછી કોકોનટ ફિલિંગ ભરીને સીલ કરીને સ્ટીમર પ્લેટ પર કેળાના પાંદડાં પર મૂકીને ૧૦-૧૫ મિનિટ સુધી પકાવીને ગરમાગરમ સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....