સામગ્રી :
૨ કપ નાળિયેર છીણેલું
૧ મોટી ચમચી ઘી
૧/૨ કપ કેસ્ટર શુગર
૧/૪ કપ દૂધ
૧ કપ ડાર્ક ચોકલેટ ચિપ્સ
૧/૪ કપ ક્રીમ
૧/૨ નાની ચમચી ઈલાયચી પાઉડર.
રીત :
ધીમા ગેસ પર પેન ગરમ કરો. તેમાં છીણેલું નાળિયેર અને ઘી ઉમેરીને પકાવો. હવે તેમાં દૂધ સાથે કેસ્ટર શુગર ઉમેરીને મિક્સ થાય ત્યાં સુધી પકાવો. આ દરમિયાન માઈક્રોવેવમાં એક બાઉલમાં ચોકલેટમાં ક્રીમ મિક્સ કરીને ૪૦ સેકન્ડ સુધી બેક કરો. પછી કાઢીને મિક્સ કરો, જેથી થિક ગ્લોસી મિશ્રણ બની જાય. નાળિયેરનો રંગ બદલાય તો તેમાં ઈલાયચી પાઉડર ઉમેરીને મિક્સ કરો. પછી મોલ્ડસ પર ઘી લગાવીને તેની પર કોકોનટ મિશ્રણ મૂકીને દબાવો. તેની પર મિશ્રણ લગાવીને ૩ કલાક માટે ફ્રિજમાં મૂકી દો. ઠંડું થતા ટુકડામાં કાપીને સર્વ કરો. - માઈકલ સ્વામી
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ