સામગ્રી :
૪ મોટી ચમચી બાજરીનો લોટ
૨ કપ દહીં ફીણેલું
૩ મોટી ચમચી ઘી
૨ ઈંચ આદુંના ટુકડા ક્રશ્ડ
૨ મોટા લીલાં મરચાં
૧-૧/૨ કપ પાણી કે વેજિટેબલ સ્ટોક
૨ નાની ચમચી જીરું શેકેલું
કોથમીર સમારેલી
મીઠું સ્વાદ મુજબ.

રીત :
એક બાઉલમાં બાજરીનો લોટ, દહીં અને મીઠું નાખીને ગૂંદો. પછી આથો આવવા માટે ૨ કલાક ઢાંકીને ગરમ વાતાવરણમાં મૂકો. જ્યારે આથો આવી જાય ત્યારે તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરો. હવે ધીમા ગેસ પર ઘી ગરમ કરી તેમાં આદું અને મરચું નાખીને તરત જ આથો આવેલા બેટરમાં નાખો. પછી બરાબર મિક્સ કરી તેમાં પાણી કે વેજિટેબલ સ્ટોક નાખો અને ધીમા ગેસ પર સતત હલાવીનેે પકાવો, જેથી દહીં ફાટે નહીં. આ દરમિયાન તેમાં જીરું પાઉડર નાખીને પકાવો અને પછી કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....