મેકઅપ અને બ્યૂટિ બંનેને ફ્રેશ રાખવા માટે મેકઅપ આર્ટિસ્ટે હંમેશાં કોઈ ને કોઈ પડકાર ભર્યા કામ કરતા રહેવું પડે છે, જેથી નવીનતા જળવાઈ રહે. આ દિશામાં આજકાલ ‘ઓંબ્રે મેકઅપ’ ટ્રેન્ડમાં છે. નાનીમોટી પાર્ટી હોય કે લગ્ન ઓંબ્રે મેકઅપ દરેક પ્રસંગે સારો લાગે છે. હકીકતમાં મેકઅપનો આ ટ્રેન્ડ ઓંબ્રે હેર કલરથી જ આવ્યો છે, જે બધાને ખૂબ ગમ્યો. તેથી આ ટેક્નિકને લિપ્સ, ચીક્સ અને આઈ મેકઅપ પર એપ્લાય કરવામાં આવે છે. તેમાં એક જ કલર ટોન કે કંટ્રાસ્ટ કલરના લાઈટ અને ડાર્ક શેડનો ઉપયોગ કરીને મેકઅપ કરવામાં આવે છે, જે સુંદર દેખાવાની સાથેસાથે આકર્ષક પણ લાગે છે. ફેશન ટ્રેન્ડમાં છે : લેક્મે સલૂનના ક્રિએટિવ ડાયરેક્ટર અને મેકઅપ એક્સપર્ટ સુષ્મા ખાન જણાવે છે કે ઓંબ્રે મેકઅપ આ વર્ષે ટ્રેન્ડમાં છે. ઓંબ્રે એક ટેક્નિક છે, જેમાં હોઠ પર ૨-૩ કલરનો ઉપયોગ કરીને ફાઈનલ કલરનો ટચ આપવામાં આવે છે. તેમાં મોટાભાગે ૩ રંગ મિક્સ કરવામાં આવે છે. બ્રાઈડમાં આ વખતે હોટ ઓરેન્જ કલર ખૂબ જ પ્રચલિત છે. રેડ કલર પહેલાંથી જ પોપ્યુલર છે. બ્રાઈડ માટે રેડ ક્લાસિક કલર છે. ઈન્ડિયન વેડિંગમાં તેનું ખાસ સ્થાન છે. લાલ રંગ વિના લગ્ન અધૂરા છે. ૮૦ ટકા મહિલાઓ લાલ કે મરૂન કલરના પોશાક લગ્નમાં પહેરે છે. તમામ બ્રાઈટ કલર જેમ કે હોટ ઓરેન્જ, ફ્યૂશિયા કલર ટ્રેન્ડમાં છે. આ મેકઅપ કરતા પહેલાં નીચેની બાબતનું ધ્યાન રાખો :

  • સૌપ્રથમ કયો ડ્રેસ પહેરવાના છો, તેની પર ધ્યાન આપવું જરૂરી છે. ડ્રેસને કોમ્પ્લિમેન્ટ કરતો રંગ તમે લઈ શકો છો. જેમ કે તમે લાલ રંગનો ડ્રેસ પહેરો છો તો રેડ સાથે મરૂન અને પિંક પણ લઈ શકો છો.
  • ઓંબ્રેનો અર્થ છે એક જ ફેમિલીના ડાર્ક અને લાઈટ શેડ લેવા, જેમ કે તમે લાલ રંગની લિપસ્ટિક લીધી હોય તો તેને મેચિંગ રંગ પસંદ કરો.
  • પહેલા બેઝ લિપસ્ટિકથી ૧ શેડ ડાર્ક આઉટર લિપલાઈનર લગાવો. લાઈનને થોડી થિક રાખો. તે પછી બેઝ લિપસ્ટિક અને અંતે લિપ્સની અંદર લાઈટ શેડ લગાવો. તેની ઉપર લિપ ગ્લોસ લગાવીને તેને ફાઈનલ ટચ આપો.
  • આ મેકઅપ ઘરે જાતે કરી શકો છો. તે માટે તમારા પર્સનલ મેકઅપ આર્ટિસ્ટ સલૂનમાંથી મેકઅપનો સામાન ખરીદતી વખતે એક્સપર્ટ પાસે મેકઅપ કરવાની ટેક્નિક જાણો.
  • તે સિવાય આ વર્ષે હોલોગ્રાફીનો પણ ટ્રેન્ડ છે. તેમાં ફેસના કોઈ એક ભાગને હાઈલાઈટ કરવામાં આવે છે. એક્સ્ટ્રા શાઈનિંગ આપીને તે ભાગને ઉપસાવી શકો છો. તેમાં ગોલ્ડન કે સિલ્વર કલર વધારે પોપ્યુલર છે. આ વખતે આ કલર આંખની ઉપર કરવાનો ટ્રેન્ડ છે, જેનાથી ડિફરન્ટ લુક મેળવી શકો છો.

    યંગ બ્રાઈડ પોપ કલર અને બ્રાઈટ કલર પહેરી શકે છે. તે પ્રમાણે ઓંબ્રે મેકઅપ કરો.

  • સ્કિન કલરના આધારે ડ્રેસ પસંદ કરો, જેથી મેકઅપ સારો દેખાય. સુષ્મા જણાવે છે કે બ્રાઈડ બનવા જતી છોકરીઐ લગ્નના કેટલાક મહિલા પહેલાંથી સ્કિનની દેખરેખ કરતા રહેવું જેાઈએ, જેથી લગ્નના દિવસે મેકઅપ તેના ફેસને સુંદર બનાવે છે.

- સોમા ઘોષ.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....