જ્યારે પણ મહિલાઓ સ્વયં આઈ મેકઅપ કરે છે, ત્યારે કોઈ ને કોઈ ખામી રહી જાય છે અને ત્યાર પછી તે પરેશાન થઈ જતી હોય છે, પરંતુ હવે પરેશાન થવાની જરૂર નથી, કારણ કે અહીં જણાવેલી કેટલીક ખાસ વાત પર ધ્યાન આપીને મહિલાઓ પોતે મેકઅપ આર્ટિસ્ટ જેવો મેકઅપ કરીને કોઈ પણ પાર્ટીની શાન બની શકે છે.

આઈ પ્રાઈમરથી જળવાશે મેકઅપ : આઈમેક કર્યા પછી તે થોડા જ કલાકમાં ફેલાવા લાગે તો પૂરો લુક ખરાબ થઈ જાય છે. આ સ્થિતિમાં આઈ પ્રાઈમરનો રોલ મહત્ત્વનો બની જાય છે. સૌપ્રથમ ચહેરા પર આઈ મેકઅપ કરો. આઈ મેકઅપનો બેઝ પણ પસંદ કરીને લગાવો, જેથી તમારા આઈશેડોનો લુક નિખરે. જેાકે સૌથી વધારે પરેશાની ઓઈલી પાંપણવાળી મહિલાઓને થાય છે. તમે બીબી તથા સીસી ક્રીમ અને તમારી પસંદના કંસીલરને મિક્સ કરીને આઈબેઝ ક્રીમ તૈયાર કરી શકો છો. ત્યાર પછી લૂઝ પાઉડરથી તેને સેટ કરો, જેથી પાંપણ ઓઈલી ન રહે.

કંસીલર : એક ખોટી માન્યતા છે કે જેા આંખ નીચે ડાર્ક સર્કલ્સ અથવા ડાઘધબ્બા ન હોય તો કંસીલરની જરૂર ન પડે, પરંતુ એવું નથી. હળવા મેકઅપમાં લાઈટ કવરેજ કંસીલરનો પ્રયોગ કરો. મેકઅપ આર્ટિસ્ટ ભવ્યા જણાવે છે, ‘‘મેકઅપમાં કલર કરેક્ટરનો રોલ ખૂબ મહત્ત્વનો હોય છે, જ્યારે પણ મેકઅપ કરવાની વાત આવે છે, ત્યારે પોતાની અંડર સ્કિનને જાણો, જેમાં ૩ વિકલ્પ છે - યલો અંડરટોન, ઓરેન્જ અંડરટોન અને બ્લૂ અંડરટોન. સ્કિન અંડરટોનની ઓળખ કરી લીધા પછી સારું કરેક્ટર ખરીદો. ત્યાર પછી કંસીલર લગાવો અને લૂઝ પાઉડર સેટ કરો.

આઈશેડો : આઈશેડોનો લુક ત્યારે નિખરે છે જ્યારે તેને વ્યવસ્થિત બ્લેન્ડ કરવામાં આવે. મેકઅપ આર્ટિસ્ટ ખૂબ સુંદર રીતે આઈશેડોને બ્લેન્ડ કરે છે. જેા તમે જાતે મેકઅપ કરી રહ્યા છો, તો બ્લેન્ડિંગ પર ખાસ ધ્યાન આપો. આઈશેડોમાં એક રંગ અથવા બે રંગની પસંદગી કરી રહ્યા છો તો તે મહત્ત્વનું નથી. બ્લેન્ડ કરવા દરમિયાન એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તે સારી રીતે મિક્સ થઈ જાય. જેાકે આઈશેડોમાં પણ ઘણા વિકલ્પ છે - જેમ કે પાઉડર બેઝ આઈશેડો, ક્રીમ બેઝ આઈશેડો. પરંતુ સૌથી વધારે ચલણમાં પાઉડર બેઝ આઈશેડો છે. આ આઈશેડો લગાવવામાં સરળ રહે છે અને તેને લગાવતા રંગ પણ ખૂબ નિખરે છે. મેટ, સાટીન, શિમર, પર્લી, ગ્લિટરી આ બધા આઈશેડોને પોતાના લુક તથા ડ્રેસ મુજબ લગાવી શકો છો. સ્મોકી આઈ માટે તમે ડાર્ક આઈશેડોને પસંદ કરી શકો છો. આઈબ્રોઝને હાઈલાઈટ કરવા માટે શિમર આઈશેડોનો ઉપયોગ કરો. સાટીન તથા મેટ આઈશેડોનો ઉપયોગ મહદ્ અંશે ક્રીઝ પર કરવામાં આવે છે. નેચરલ લુક માટે હળવા બ્રાઉન શેડનો પ્રયોગ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....