યોગ્ય મેકઅપ કરવા માટે સ્કિનના રંગ મુજબ યોગ્ય રંગના કોસ્મેટિક્સ પસંદ કરો. તેને કેવી રીતે લગાવશો કે તમારી સુંદરતા નિખરી જાય, તે માટે કેટલીક ટિપ્સ પ્રસ્તુત છે :

મેકઅપ કરવાના સ્ટેપ્સ : પ્રાઈમર, કંસીલર, ફાઉન્ડેશન, કંટૂરિંગ, હાઈલાઈટિંગ, પાંપણને કર્લ કરવી, આઈશેડો, મસકારા, આઈબ્રોઝ, ગાલ, હોઠ.

વોટરપ્રૂફ મેકઅપ : ગરમીની મોસમમાં મેકઅપ એ રીતે કરો કે પરસેવો અને તડકો તેને ખરાબ ન કરી શકે. આ મોસમમાં વોટરપ્રૂફ મેકઅપ કરવો જ યોગ્ય રહે છે. તે ન માત્ર તમારા ફેસ પર લાંબા સમય સુધી ટકશે, પણ તેનાથી તમે ફ્રેશ અને પ્રેઝેન્ટેબલ પણ લાગશે.

કેવી રીતે કરશો વોટરપ્રૂફ મેકઅપ : વોટરપ્રૂફ મેકઅપ શુષ્ક સ્કિન પર લાંબા સમય સુધી ટકી રહે છે, કારણ કે તે ઓઈલ શોષી લે છે, પણ ઓઈલી સ્કિન પર તમે જેટલો ઈચ્છો તેટલો મેકઅપ કરો, તે ૩-૪ કલાકથી વધારે નહીં ટકી શકે. ગરમીની મોસમમાં શુષ્ક સ્કિન પર વોટરપ્રૂફ મેકઅપ કરવાથી કોઈ સમસ્યા નહીં થાય, પણ જેા સ્કિન ઓઈલી હોય તો મેકઅપ કરતી વખતે નીચેની વાતનું ખાસ ધ્યાન રાખો :

  • જેા તમારી સ્કિન ઓઈલી છે, તો મેકઅપ કરતા પહેલાં હીટ અને સ્વેટિંગને ઘટાડવા માટે સ્કિન પર બરફ લગાવો.
  • ફાઉન્ડેશનનો ઉપયોગ ઓછો કરો. તેનાથી સ્વેટિંગ ઘટશે અને મેકઅપ પણ વધારે સમય સુધી ટકી રહેશે.
  • ગરમીમાં ફાઉન્ડેશનના બદલે પેન કેક લગાવો.
  • લિપસ્ટિક અને આઈશેડોના બદલે ન્યૂડ શેડ્સનો ઉપયોગ કરો. તેનાથી મેકઅપ સારો દેખાશે અને લાંબો સમય ટકી રહેશે.

પાર્ટી માટે મેકઅપ ટિપ્સ : પાર્ટી માટે ડ્રેસ જ નહીં, મેકઅપનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. પાર્ટીમાં જવા માટે જલદીજલદી મેકઅપ ન કરો. એક મેકઅપ પ્રોડક્ટ સુકાયા પછી જ બીજી લગાવો. મેકઅપ કરતી વખતે સૌપ્રથમ પ્રાઈમર લગાવો. તેનાથી ફેસના ડાઘ છુપાઈ જાય છે. ખાડા પુરાઈ જાય છે, મેકઅપમાં શાઈન અને સ્કિન પર ગ્લો આવી જાય છે. પ્રાઈમર પછી કંસીલર લગાવો. તેનાથી ફેસની તમામ કમીઓ છુપાઈ જાય છે. મેકઅપને એક અલગ જ નિખાર આપવા માટે ફેસ પર પ્રિક્સી ડસ્ટને સ્પ્રિંકલ કરો. ભ્રમર અને ગાલ પર સ્પ્રિંકલ વધારે કરો. મેકઅપ પૂરો થયા પછી પણ સમયસર તેને ટચઅપ કરતા રહો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....