ડેટિંગ પર જવાનું હોય, પરંતુ બિઝી શિડ્યૂલના લીધે પાર્લર જવાનો સમય જેા ન હોય તો પણ ચિંતા ન કરો. તમે ઘરે જ સ્વયંને પોતાના હિસાબે ગણતરીની મિનિટમાં સુંદર લુક આપીને પોતાના ફ્રેન્ડ્સ વચ્ચે સેન્ટર ઓફ એટ્રેક્શન બની શકો છો. જાણો આ વિશે બ્યૂટિ એક્સપર્ટ બુલબુલ સાહની પાસેથી કેટલીક ટિપ્સ : મેકઅપ પહેલાં શું કરશો જેા તમે તમારા ફેસ પર ઈન્સ્ટન્ટ ગ્લો ઈચ્છતા હોય તો મેકઅપ શરૂ કરવાની ૧૦ મિનિટ પહેલાં ફેસ પર દહીં એપ્લાય કરો. દહીં બ્લીચનું કામ કરશે. તેનાથી સ્કિન ગ્લોઈંગ દેખાશે સાથેસાથે મેકઅપ પણ સારું રિઝલ્ટ આપે છે. ગ્લોઈંગ સ્કિન માટે અઠવાડિયામાં ૩ દિવસ દહીંમાં લીંબુ અથવા ટામેટા મિક્સ કરીને લગાવી શકો છો. ત્યાર પછી તમારે મોઈશ્ચરાઈઝર લગાવવાની પણ જરૂર નથી. આ લોશન પ્રાઈમરનું કામ કરે છે. ઘરમાં રાખો કોસ્મેટિક પ્રોડક્ટ્સ ઘરમાં એક મેકઅપ કિટ રાખો. તેમાં ક્રીમ, કંસીલર, ફાઉન્ડેશન, બ્રશ, કોમ્પેક્ટ, આઈશેડો, કાજલ, લાઈનર, બ્લશર, લિપસ્ટિક, લિપ પેન્સિલ, હેર એક્સેસરિઝ, બિંદી, નેલ પોલિશ વગેરે જરૂર રાખો, જેથી તમારા મટે મિનિટોમાં મેકઅપ કરવો સરળ બની શકે.

કેવી રીતે કરશો મેકઅપ :

જેા સ્કિન વધારે ડ્રાય દેખાય તો મેકઅપ એટલો ઈફેક્ટેડ દેખાશે નહીં, તેથી સૌપ્રથમ સ્કિનની ડ્રાયનેસને દૂર કરવા ફેસ પર કોલ્ડ ક્રીમ એપ્લાય કરો. તેનાથી સ્કિનની ડ્રાયનેસ દૂર થઈ જાય છે. પછી આંખની નીચે કંસીલર એપ્લાય કરો. તે ડાર્ક સર્કલ્સને છુપાવવાનું કામ કરે છે. કંસીલર એપ્લાય કર્યા પછી ફેસ પર સારી ક્વોલિટીનું ફાઉન્ડેશન લગાવો. ગરદન પર પણ ફાઉન્ડેશન લગાવવાનું ભૂલશો નહીં. તેનાથી નેચરલ સ્કિનટોનની સાથેસાથે સ્કિન ક્લીયર પણ દેખાવા લાગે છે. જ્યારે બેઝ તૈયાર થઈ જાય ત્યારે બ્રશની મદદથી કોમ્પેક્ટ લગાવો. તે તમને પરફેક્ટ લુક આપવાનું કામ કરશે, પરંતુ ધ્યાન રાખો કે કોમ્પેક્ટ હંમેશાં એન્ટિક્લોક્વાઈઝ લગાવો. આમ કરવાથી મેકઅપ વધારે સમય સુધી ટકેલો રહે છે. પછી આઈશેડો લઈને આઈ મેકઅપ કરો. આજકાલ સ્મોકી આઈસનો ખૂબ ક્રેઝ છે. તે જેાતા ડાર્ક કલરથી સ્મોકી આઈસની સાથે આઈબ્રોને પણ તેનાથી ડિફાઈન કરીને થોડું ગ્લિટર લગાવો. ત્યારપછી આંખ પર પોતાની પસંદ મુજબ પાતળા અથવા થીક લાઈનરનો ઉપયોગ કરો. પછી મસકારાના ૩-૪ કોટ એપ્લાય કરો. આ મસકારા આઈલેસિસને ઘેરા દર્શાવવાનું કામ કરે છે. હવે કાજલ લગાવો. તેનાથી તમારી આંખ વધારે ખૂબસૂરત દેખાશે. ત્યાર પછી બ્લશરને નોઝ પાસેથી આઈબ્રોસ સુધી લગાવો અને આંગળીઓથી બરાબર મિક્સ કરો. બ્લશર પછી હાઈલાઈટર લગાવો. તેનાથી મેકઅપ થોડી વાર પછી ગ્લો કરવા લાગે છે. હવે પેન્સિલથી લિપલાઈન બનાવો અને તેમાં લિપસ્ટિક એપ્લાય કરો. આમ કરવાથી લિપસ્ટિક ફેલાતી નથી. અંતે વાળને તમને ગમતો લુક આપો. તમે વાળ ખુલ્લા રાખી શકો છો અથવા વાળ જેા નાના હોય તો પહેલા સામાન્યબેક કોમ્બિંગ કરી લો અને બન બનાવીને પિન તથા ડોનટથી તેને સારી રીતે કવર કરો. આગળના વાળને પ્રેસિંગથી સેટ કરો. આ લુક તમારા મેકઅપ તથા આઉટફિટ પર ખૂબ શોભશે. આ રીતે મિનિટોમાં તમે ડેટ પર જવા માટે તૈયાર થઈ શકો છો. - પારૂલ ભટનાગર

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....