ઉંમરના આ પડાવ પર દરેક મહિલા ઈચ્છે છે કે તેની સ્કિન પણ સુંદર હોય. તે ગમે ત્યાં જાય બસ બધાની નજર તેની પર કેન્દ્રિત હોવી જેાઈએ, પરંતુ સૂર્યપ્રકાશ, ધૂળ, પ્રદૂષણ વગેરેના લીધે સ્કિનની સુંદરતા ખોવાઈ જાય છે. આ સ્થિતિમાં સ્કિનની કાળજી લેવી ખૂબ જરૂરી બની જાય છે. સ્કિન પરની કરચલીઓ, પિગમેન્ટેશન, એજ સ્પોટ્સ વગેરેથી બચવું પણ જરૂરી બની જાય છે. આ વિષયે ‘ક્યૂટિસ સ્કિન સ્ટુડિયો’ ના સ્કિન સ્પેશિયાલિસ્ટ ડો. અપ્રતિમ ગોયલ જણાવે છે કે સ્કિનની સુંદરતા જળવી રાખવા માટે યોગ્ય ડાયટ તથા લાઈફસ્ટાઈલ, હોર્મોન લેવલ, સ્ટ્રેસ લેવલ વગેરે કોઈને કોઈ રીતે મદદરૂપ બનતા હોય છે. તેથી સ્કિનને પ્રૌઢ થતી અટકાવવા માટે યોગ્ય પ્રમાણમાં સંતુલિત ભોજન લેવું જેાઈએ, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, નિયમિત એક્સર્સાઈઝ કરવી, તાણમાં ઘટાડો કરવો, શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને જાળવવી વગેરે પર ધ્યાન આપવું જરૂરી છે. તેની સાથે ગુડ સ્કિન કેર અને સ્કિન ટ્રીટમેન્ટ જરૂર પ્રમાણે કરાવતા રહેવું જેાઈએ. જે એન્ટિએજિંગ ટ્રીટમેન્ટ કરાવવી પડે એવી હોય તો કોઈ અનુભવી ડોક્ટર પાસે જાઓ, જેથી તમને સ્કિનમાં તમારી ઈચ્છાનુસાર સકારાત્મક પરિવર્તન અને ગ્લોઈંગ સ્કિનમ મળે. આજની આધુનિક ટ્રીટમેન્ટથી મોટાભાગની મહિલાઓ અથવા પુરુષ ઈચ્છિત સૌંદર્ય મેળવવામાં સમર્થ હોય છે. આધુનિક ટ્રીટમેન્ટથી સ્કિનને સુંદર બનાવી શકાય છે. આ વાત પર ધ્યાન આપો સ્કિનની સુંદરતા જાળવી રાખવા માટે અહીં જણાવેલી વાતો પર ધ્યાન આપો :

  • તમે વર્કિંગ છો કે પછી હાઉસ વાઈફ સૂર્યના કિરણોથી તમારી સ્કિનને હંમેશાં પ્રોટેક્ટ કરો, કારણ કે તેનાથી સ્કિન ખરાબ થવા લાગે છે અને જલદીથી કરચલી પણ પડવા લાગે છે. તેનાથી બચવા માટે સનસ્ક્રીન એસપીએફ ૨૫ નો પ્રયોગ કરો. મેકઅપ કરો છો તો સનસ્ક્રીન લગાવ્યા પછી મેકઅપ કરો. ઉપરાંત તડકાથી બચવા સ્કાર્ફ અથવા દુપટ્ટાનો ઉપયોગ કરો.
  • પોલિસિસ્ટિક ઓવરિયન ડિસિસ મહદ્અંશે મિડલ એજની મહિલાઓને પોતાનો શિકાર બનાવે છે. તેનાથી હોર્મોન્સનું સંતુલન ખોરવાઈ જાય છે, જેથી અનિયમિતત માસિક, ચહેરા પર વાળનું ઊગવું, ખીલ થવા, વજન વધવું જેવી સમસ્યા થાય છે, આ સ્થિતિમાં હોર્મોન્સ સ્પેશિયાલિસ્ટ પાસે પોતાની તપાસ કરાવો. જે ચહેરા પર વાળ ઊગવા લાગે તો લેસરથી રિમૂવ કરાવવા સૌથી સારો ઓપ્શન છે.
  • વિટામિન અને મિનરલ્સની ઊણપથી પણ સ્કિન નિસ્તેજ થઈ જાય છે. તેથી આ સ્થિતિમાં ડોક્ટરની સલાહ લઈને યોગ્ય દવા લો.
  • સ્કિન પર પાતળી રેખાઓ થવાનું કારણ તમારી સ્કિનનું ડ્રાય થવું છે. આ સ્થિતિમાં મોઈશ્ચરાઈઝરનો પ્રયોગ તેને ઘટાડવામાં મદદરૂપ બને છે.
  • એન્ટિએજિંગ ક્રીમ લગાવવાનો યોગ્ય સમય નક્કી કરવા માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે, કારણ કે સ્કિન અનુસાર એન્ટિએજિંગ ક્રીમ લગાવવી જેાઈએ. કેટલીક ક્રીમ ચહેરા પરની પાતળી રેખાને દૂર કરવામાં મદદરૂપ હોય છે, જ્યારે કેટલીક સ્કિનને મોઈશ્ચરાઈઝ કરવાની સાથેસાથે તેને જરૂરી પોષક તત્ત્વો પાછા લાવવામાં પણ સમર્થ હોય છે. કેટલીક કુદરતી વસ્તુ પણ સ્કિનને સુંદર રાખવા માટે અસરકરાક હોય છે. દાખલા તરીકે કાકડી અને પપૈયા વગેરેને ઘસીને લગાવવાથી સ્કિન પર થિન લાઈન્સ થતી અટકાવી શકાય છે.
  • સ્કિનને ફેસિયલ કરાવવી ખૂબ જરૂરી છે. ૩૦ ની ઉંમર વટાવતા જ જે સ્કિન ઓઈલી હોય અને ખીલ થતા હોય તો ફસિયલ ક્યારેય ન કરો. માત્ર સ્કિનને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરો. તે માટે પાણી અને પ્રવાહી પદાર્થનો પ્રયોગ શક્ય તેટલો વધારે કરો. જે સ્કિન ડ્રાય અથવા નોર્મલ હોય તો મહિનામાં ૧ વાર ફેસિયલ અને ૩ મહિનામાં ૧ વાર સ્કિન પોલિશિંગ કરાવો. ડો. અપ્રતિમ જણાવે છે કે ૩૦ ની ઉંમર પાર કરતા ભલે ને તમે ગમે તેટલા વ્યસ્ત હોય સ્કિનની સારસંભાળ માટે અચૂક સમય ફાળવો. નહીં તો પૂરતી કાળજી ન લેવાથી ખીલધબ્બા, કરચલી પડવા લાગે છે. કોઈ સારા ડોક્ટરની સલાહ લઈને સૌંદર્ય ઉત્પાદનનો પ્રયોગ કરવો જેાઈએ.

આ રીતે રાખો સ્કિનએજિંગ :
એન્ટિએજિંગને ઘટાડવાની કેટલીક પ્રક્રિયા નીચે મુજબ છે :

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....