વાર્તા - મમતા રૈના.

‘‘કેટલા દિવસ માટે જઈ રહી છે?’’ પ્લેટમાંથી એક સમોસું લેતા દીપાલીએ પૂછ્યું. ‘‘૮-૧૦ દિવસ માટે.’’ સલોનીએ ઉત્સુકતાથી કહ્યું.
ઓફિસમાં ટી બ્રેક દરમિયાન બંને સાહેલી કેન્ટીનમાં બેસીને વાતો કરી રહી હતી. સલોનીના કેટલાક મહિના પહેલાં દીપેન સાથે લગ્ન થયા હતા.
બંને સાથે કામ કરતા હતા. ક્યારે પ્રેમ થયો ખબર જ ન પડી અને પછી ચટ મંગની પટ લગ્ન કરી લીધા, હવે બંને લગ્ન કરીને એક જ ઓફિસમાં કામ કરતા હતા, બસ ડિપાર્ટમેન્ટ અલગ હતા.
આખો દિવસ એક જ જગ્યાએ કામ કરવા છતાં તેમને મળવાની નવરાશ નહોતી.
આઈટી ક્ષેત્રની નોકરી જ એવી હોય છે. ‘‘સારું, એક વાત જણાવ કે તું ત્યાં કેવી રીતે રહે છે? તેં જણાવ્યું હતું કે કોઈ ગામડામાં તારું સાસરું છે.’’ દીપાલી આજે સલોનીને ચિડાવવાના મૂડમાં હતી.
તે જાણતી હતી કે સલોની સાસરીના નામે કેવી ચિડાઈ જાય છે. ‘‘જવું તો પડશે જ... એકમાત્ર નણંદના લગ્ન છે. હવે થોડા દિવસ સહન કરી લઈશ.’’ સલોનીએ કહ્યું.

‘‘અને તારી જેઠાણી, તું શું કહીને બોલાવે છે? હા, ભારતીય નારી અબળા બિચારી.’’ બંને હસવા લાગી.
‘‘યાર ના પૂછીશ... શું કહું? તેને જેાઈને મને કોઈ જૂની હિંદી ફિલ્મની હીરોઈન યાદ આવી જાય છે... એકદમ અભણ છે અભણ. બંગડીઓથી ભરેલા હાથ, માંગમાં સિંદૂર અને માથા પર હંમેશાં પાલવ રાખે છે.
આજના જમાનામાં આ રીતે કોણ રહે છે.
સાચું કહું તો આવી અભણ મહિલાના લીધે પુરુષ મહિલાને ધૂળ સમાન સમજે છે... ખબર નહીં ભણેલીગણેલી છે કે નહીં.’’
‘‘ભલે, મારે શું? ગમે તેમ કરીને થોડા દિવસ રહીશ... બોસ જેાઈ રહ્યા છે.’’ અને પછી બંને પોતપોતાની ખુરશી તરફ ગઈ.

સલોની શહેરમાં ભણેલીગણેલી આધુનિક છોકરી હતી.
દીપેન સાથે લગ્ન પછી જ્યારે તે પહેલી વાર સાસરીમાં ગઈ ત્યારે તેને ત્યાંની કોઈ વસ્તુ ન ગમી.
તે પહેલાં ક્યારેય ગામમાં નહોતી રહી.
૨ દિવસમાં જ તે કંટાળી ગઈ.
૩-૪ દિવસ રહેવા માટે દીપેને ખૂબ મુશ્કેલીથી તેને રાજી કરી હતી.
શહેર માં જીન્સટોપ પહેરીને આઝાદ પતંગિયાની જેમ ફરતી સલોનીને સાડી પહેરી ઘૂંઘટ કાઢીને ચુપચાપ બેસવું કેવી રીતે ગમે... સાસરીવાળા પરંપરાગત વિચારો ધરાવતા લોકો હતા.
તેને સસરા, જેઠ સામે પાલવ રાખવાની સલાહ આપી.
સલોનીના સાસુ જુનવાણી હતા, પણ જેઠાણી અવનિ ખૂબ જ આધુનિક હતી.
નાની નણંદ ગૌરી નવી ભાભીની આગળપાછળ ફરતી હતી.
સલોની ગામની મહિલાઓની સાદાઈ જેાઈને આશ્ચર્યચકિત થતી.
તે દિલની સારી હતી, પણ ખબર નહીં કેમ પરંપરાગત મહિલા વિશે તેના વિચારો અલગ હતા.
માત્ર ઘરગૃહસ્થી સુધી સીમિત રહેતી આ મહિલાઓ તેની નજરમાં એકદમ અભણ હતી. શહેરમાં અલગ ગૃહસ્થી વસાવીને સલોની ખુશ હતી.
અહીં સાસુનણંદની કોઈ ઝંઝટ નહોતી. જે ગમતું તે કરતી. કોઈ રોકટોક નહોતી.
દીપેન અને સલોનીના મિત્ર સમય-કસમયે આવી જતા.
ઘરમાં અવારનવાર પાર્ટી કરતા.
દિવસ મોજમસ્તીમાં પસાર થતો હતો.
કેટલાક દિવસ પહેલાં જ દીપેનની નાની બહેન ગૌરીના લગ્ન નક્કી થયા હતા.
લગ્ન પ્રસંગ હતો. ઘરમાં મહેમાનોની ભીડ હતી.
ગરમીની મોસમ તેમાં પણ વીજળીનું કોઈ ઠેકાણું નહોતું.
હાથપંખાથી પવન કરતાંકરતાં સલોની કંટાળી જતી હતી.
એરકંડિશનના વાતાવરણમાં રહેતી સલોનીને માથા પર પાલવનું વજન લાગતું હતું.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....