વાર્તા - ગાયત્રી ઠાકુર
આજે ધૃતિ ખૂબ ખુશ હતી. ઘરે પહોંચીને તે જલદી પોતાની માને એ શુભ સમાચાર સંભળાવવા ઈચ્છતી હતી. આખરે કેટલો લાંબો સમય રાહ જેાયા પછી અને તેની અથાગ મહેનતના લીધે તે તેને પ્રાપ્ત કરવામાં સફળ થઈ હતી.
તેની માના ચહેરાની એ ચમક, તેની ખુશી જેાવા માટે તે ખૂબ આતુર હતી. પછી તેણે મનોમન વિચાર્યું બસ, હવે બહુ થયું. તે હવે પોતાની મમ્મીને અહીં નરકમાં એકલી વધારે સમય નહીં રહેવા દે. આ વખતે તે તેમને જરૂર સાથે લઈ જશે.
ધૃતિને અમેરિકાથી આવ્યાને ૨ મહિના પસાર થયા હતા. તેણે આવતાની સાથે મમ્મીના વિઝા માટે એપ્લાય કરી દીધું હતું. ખૂબ દોડધામ પછી આજે તેને પોતાની મમ્મી માટે અમેરિકાના વિઝા મળી ગયા હતા.
તેને યાદ આવતું કે કેવી રીતે તેના ડોક્ટર બનવા પર તેની મમ્મીનો ચહેરો ખુશીથી ખીલી ઊઠ્યો હતો અને આજે ફરીથી તેને પોતાની મમ્મીના ચહેરા પર આવેલી ખુશીની ચમક જેાવાની તક મળશે. હા, આ જ દિવસ માટે તેણે આટલી મહેનત કરી હતી.
આ બધું વિચારતા તેના પગ જેવા ઘરના દરવાજા પર પડ્યા કે તેના કાનમાં કોઈ અજાણ્યો અવાજ સંભળાયો. અજાણ્યો. ના ધ્યાનથી સાંભળ્યું ત્યારે લાગ્યું કે આ કોઈ જાણીતો અવાજ છે... પહેલા તેણે ક્યાંક આ અવાજ સાંભળ્યો હતો.
ઘરનો દરવાજેા ખુલ્લો હતો. રૂમમાં દાખલ થતા જે અજણી વ્યક્તિ પર તેની નજર પડી, તે વ્યક્તિના ચહેરાની ધૂંધળી છબિ તેના મગજમાં ક્યાંક હતી.
તેની મમ્મી ડ્રોઈંગરૂમના એક ખૂણામાં ચુપચાપ માથું નીચું કરીને ઊભી હતી. અંદર સોફા પર એકબાજુ તેના મામા અને નાની બેઠા હતા, જ્યારે તે વ્યક્તિ સામેના સોફા પર બેઠી હતી. ચહેરા પર તે જ ચિરપરિચિત ઘમંડ સાથે...
રૂમની અંદર દાખલ થતા ધૃતિના કાનમાં નાનીના શબ્દો સંભળાયા. તે તેની મમ્મીને સમજાવતા શિખામણભર્યા સ્વરમાં બોલી રહ્યા હતા, ‘‘પતિપત્નીનો સંબંધ જન્મોજન્મનો હોય છે રત્ના... તેને આટલી સરળતાથી ન તોડી શકાય. આખરે વિપિનબાબુ બધું ભૂલીને તને ફરી એક વાર સ્વીકારવા ઈચ્છે છે તો પછી તારી પણ ફરજ બને છે કે તું પણ બધું ભૂલીને તેમને માફ કરી દે.’’
નાનીની આ વાત ધૃતિના કાનમાં તીરની જેમ ઘોંચાઈ અને તે ખૂબ ગુસ્સે થઈ, પછી ક્રોધપૂર્ણ નજરે નાની સામે જેાઈને બોલી, ‘‘કેમ નાની... આખરે કેમ... આખરે મમ્મીએ કેમ બધું ભૂલીને તેમને માફ કરવા જેાઈએ?’’
ધૃતિનું આ રીતે વચ્ચે ગુસ્સામાં બોલવું નાનીને જરા પણ ન ગમ્યું અને તે પોતાની આંખના ઈશારે ધૃતિને ચુપ રહેવાનો ઈશારો કરતા બોલ્યા, ‘‘તું વચ્ચે ન બોલ... તારામાં હજી એટલી સમજ નથી... અરે પતિ છે તેનો... પતિની ભૂલને ભૂલીને આગળ વધવામાં જ તેની ભલાઈ છે.’’
પરંતુ ધૃતિનો ગુસ્સો શાંત ન થયો, પરંતુ તે વધારે ચિડાઈ ગઈ, પછી નાનીની વાત પર ખિજાઈને બોલી, ‘‘અરે વાહ નાની... બાળપણથી તમે મમ્મીને પથ્થરના દેવતાને પૂજવાનું શિખવાડતા રહ્યા છો અને હવે તેના લગ્ન પછી પતિને દેવતા માનીને પૂજવાની શિખામણ આપવા લાગ્યા છો... તમારી આવી બધી શિખામણના લીધે પિતા નામના આ પ્રાણીએ મારી મમ્મી પર વર્ષો સુધી અત્યાચાર કર્યા છે.’’ ધૃતિનો ગુસ્સો શાંત પડવાનું નામ જ નહોતો લઈ રહ્યો.
જેાકે તેની મમ્મી આ બધી વાતથી દુખી થઈને પોતાનું માથું ઝુકાવીને ચુપચાપ ઊભી હતી. પોતાની પીડા છુપાવવા માટે તેણે પોતાના હોઠને દાંતથી દબાવી દીધા હતા... તેની આંખમાં આંસુ હતા.
ધૃતિથી આ વાત બિલકુલ સહન નહોતી થઈ રહી કે આટલા વર્ષો પછી કોઈ તેની જિંદગીમાં અચાનક આવીને ટપક્યું છે અને પોતાનો અધિકાર માંગી રહ્યું છે... તેના મનમાં બાળપણની એ કડવી યાદો ફરીથી જીવંત થવા લાગી હતી.
તેના પિતા દ્વારા તેની મમ્મી પર કરવામાં આવેલા અસંખ્ય અત્યાચારને તે કેવી રીતે ભૂલી જતી... તેનું મન નફરતથી ભરાઈ ગયું હતું. ત્યાર પછી તેણે નફરતભરી નજરથી પોતાના પિતા તરફ જેાયું.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....