વાર્તા - ડો. મમતા મેહતા ‘પિંકી’

ખૂબસૂરત જેાર્જેટની હળવા વર્કની યલો સાડી પર મેં મેચિંગ એક્સેસરિઝ પહેરીને અરીસામાં જેાઈ ગર્વભેર સ્મિત કર્યું.
પછી વાળમાંથી નીકળેલી લટને ખસેડતા મનોમન બધાના ચહેરા શિખા, નેહા, રૂપા, આશા, અંજલિ, પ્રિયા, લીના યાદ કર્યા કે આજે તો બધાને ઈર્ષા થશે.
મનોમન શાંતિ, ગર્વ અને સંતુષ્ટિનો શ્વાસ લેતા હું લુક નિહાળી રહી હતી કે એટલામાં અવાજ આવ્યો, ‘‘ઓ ઐશ્વર્યા રાય, હવે મહેરબાની કર અરીસા પર અને ચાલ. આપણે રિસેપ્શનમાં જ જઈ રહ્યા છીએ કોઈ ફેશન પરેડમાં નહીં.’’
‘‘ઉફ્...’’ ગુસ્સામાં મારી મુઠ્ઠી વળી ગઈ કે તેમને સહેજ પણ સાજ-શણગાર ગમતો નથી. મારા ચુપ રહેવાનો તો સવાલ જ નહોતો.
તેથી બોલી, ‘‘રિસેપ્શનમાં પણ જઈશું તો વ્યવસ્થિત જ જઈશું ને...
તમારી જેમ કઢંગી રીતે તો નહીં...
સમાજ અને સાહેલીઓમાં મારી પ્રતિભા છે... સમજ્યા?’’ તે પણ શું ચુપ રહેવાના હતા.
તેથી બોલ્યા, ‘‘પ્રતિભા મારા લીધે છે તારા મેકઅપના લીધે નહીં. કમાઉં છું...
૪ પૈસા લાવું છું...
સમાજમાં ૨ પૈસા આપું છે, તો તારી પ્રતિભા વધે છે...
આવી મોટી પ્રતિભાવાળી.’’
મેં પલટવાર કર્યો, ‘‘હા તો એમ સમજેા. તમારી, તમારા ઘરની પ્રતિભા જાળવી રાખવા, સ્ટેટસ બચાવી રાખવા માટે જ તો તૈયાર થઈને જાઉં છું.’’
‘‘આ રીતે સજવાના ચક્કરમાં રિસેપ્શનની પાર્ટી પૂરી ન થઈ જાય.’’ હું પણ બોલી,
‘‘જ્યારે જુઓ જલદીજલદી... તમારે શું કરવું પડે છે... બસ શર્ટ પહેર્યો, પેન્ટ ચઢાવ્યું અને થઈ ગયા તૈયાર... માથા પર એટલા વાળ પણ નથી, જે સેટ કરવામાં ટાઈમ લાગે.’’
તેઓ ચિડાઈને બોલ્યા, ‘‘તારી સાથે તો વાત કરવી જ નકામી છે. આવવું હોય તો ચાલ, નહીં તો રહેવા દે... આવા મૂડમાં જવા કરતાં સારું છે કે ન જવું.’’

હું ડરી ગઈ કે જેા ન ગયા તો સાહેલીઓના ઊતરેલા મોઢા કેવી રીતે જેાઈશ, ‘‘ના... ના... જવું તો છે જ.’’ હું ફટાફટ ચંપલ પહેરતા બોલી.
રિસેપ્શન લોનની બહાર જ રૂપા મળી ગઈ.
બોલી, ‘‘હાય રિયા, આવી ગઈ? મને તો લાગ્યું કે ક્યાંક હું જ મોડી પડી, પણ સારું થયું તું મળી ગઈ... અને બધા આવી ગયા?’’
હું હસી, ‘‘અરે, મને શું ખબર આવ્યા કે નહીં.
હું તો હમણાં જ તારી સામે જ આવી છું.’’ તે હસી પણ કંઈ ન બોલી.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....