સાંભળો, મારે ટેડીબેર જેાઈએ, બિલકુલ આવું...’’ મોબાઈલ પર એક ફોટો જેાતા અદિતિએ એક વાર ફરી આશાભરી નજર દુકાનદાર પર નાખી. પણ તેણે કમને નજર મોબાઈલ પર નાખતા ના માં માથું હલાવી દીધું. ઉદાસ ચહેરો લઈને અદિતિ સોફ્ટ ટોયઝની દુકાનમાંથી બહાર નીકળી તો તેની કોલેજની જૂની સાહેલી દેવાંશી ચિડાઈને બોલી, ‘‘શું થયું છે તને... મને સવાર-સવારમાં?ફોન કરીને બોલાવી લીધી કે જરૂરી શોપિંગ કરવું છે... ૨ કલાકથી કમ સે કમ ૬ દુકાનોમાં ટેડીબેર પૂછી ચૂકી છે... શું આપણે અહીં ટેડીબેર ખરીદવા આવ્યા છીએ?’’ દેવાંશી ચિડાઈ જતા અદિતિએ નિર્દોષતાથી મોં બનાવતા હા કહ્યું. તો દેવાંશી તેને આશ્ચર્યથી જેાતા બોલી, ‘‘સારું બતાવ મને કેવું ટેડીબેર જેાઈએ તારે.’’ કહેતા તેના હાથમાંથી મોબાઈલ પડાવી લીધો. પછી ધ્યાનથી તે ફોટો જેાયો જેમાં અદિતિ પિંક કલરના સુંદર ડ્રેસમાં ધ્રુવ અને એક ટેડીબેક સાથે દેખાતી હતી. લગ્ન પહેલાં પડાવેલા ફોટામાં અદિતિએ ટેડીને એક ખાસ અંદાજમાં પકડ્યું હતું?અને અદિતિને તે જ પોઝમાં?ધ્રુવે. આ ફોટો સોશિયલ સાઈટ પર ખૂબ વાઈરલ થયો હતો. દેવાંશી જાણતી હતી કે આ ટેડીબેર અદિતિની ધ્રુવે આપેલી પ્રથમ ગિફ્ટ હતી અને તે પિંક ડ્રેસ ધ્રુવે અદિતિને આપેલી પહેલી ગિફ્ટ. આ ફોટો સાથે જ અદિતિએ પોતાના સિંગલ સ્ટેટસને ઈંગેજ્ડમાં ફેરવી દીધું હતું.

ફોટામાં દેખાતું ટેડી જેવું એક બીજું ટેડીબેર ખરીદવા?આવેલી અદિતિ તેની સમજની બહાર હતી. દેવાંશીના ચહેરા પર સવાલ જેાઈને?અદિતિ બોલી, ‘‘ઉફ, મોટી ભૂલ થઈ ગઈ... મારે ધ્રુવ પાસેથી આ ટેડી માંગવુ જેાઈતું નહોતું.’’ ‘‘માંગી લીધો મતલબ? તેં આપેલું તારું ગિફ્ટ પાછું માંગી લીધું? શું કહીને ગિફ્ટ પાછી માંગી અને કેમ?’’ દેવાંશીએ આશ્ચર્યથી પૂછ્યું. અદિતિ બોલી, ‘‘યાર મજબૂરીમાં માંગવી પડી. લાંબી કહાણી છે તું નહીં સમજેા. બધું રહસ્ય આમાં જ તો છે. હું તો લગ્ન પછી આ ટેડીને ભૂલી ગઈ હતી પણ ધ્રુવ ન ભૂલ્યો. બીજા અઠવાડિયે આપણા લગ્નની વર્ષગાંઠ છે. મારો ભાઈ અર્ણવ આવી રહ્યો છે. મૂરખ અર્ણવે ધ્રુવને પૂછી લીધું કે જીજુ તમારે દિલ્લીથી કંઈ મંગાવવું તો નથી. તે સાંભળીને ધ્રુવે કહી દીધું કે તે ટેડીબેર લેતા આવે જેને હું પિયરમાં મૂકીને આવી છું.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....