વાર્તા - મિની સિંહ

બસ એટલું જ તો મેં કહ્યું હતું કે કિશોરને કે ‘કેસરી’ ફિલ્મ જેાવા જઈએ, કારણ કે મને અક્ષય કુમારની ફિલ્મ ખૂબ ગમે છે. તો કહેવા લાગ્યા કે નકામા કામ કરવા માટે મારી પાસે સમય નથી. ઓફિસ જવું પડશે, ક્લોઝિંગ ચાલી રહ્યું છે. બીજી બાજુ જુઓ, રજા લઈને રાજન તેની પત્નીને ગોવા ટૂર પર લઈ જઈ રહ્યો છે. ઈર્ષા નથી થતી. તે મારી બહેન છે, તો ઈર્ષા કેમ થાય? પણ મારા ભાગમાં આ સુખ કેમ નથી? તે વિચારીને હું ઉદાસ થઈ ગઈ, કારણ કે હું પણ એ જ કૂખેથી જન્મી હતી, જેમાંથી મૃદુલા. બસ ૧ મિનિટનું જ અંતર હતું. તો પછી સુખમાં આટલું અંતર કેમ? ‘‘શું થયું, ક્યાં ખોવાઈ ગઈ મંજરી?’’ મૃદુલાએ પૂછ્યું, તો મને ધ્યાન આવ્યું કે તે ફોન પર જ છે, ‘‘તારા માટે ગોવાથી શું લાવું? હા, ત્યાં કાજુ સારા મળે છે. તે જ લઈ આવીશ.’’ ‘‘અરે, કંઈ નહીં, બસ તું ફરીને આવ... કાજુ તો અહીં પણ મળે છે. ત્યાંથી શું લાવીશ?’’ મેં કહ્યું, પણ તે જિદ્દ કરવા લાગી કે ના, હું કહું કે મારે શું જેાઈએ. ‘‘સારું ઠીક છે, જે તને ગમે તે લેતી આવજે.’’ કહીને મેં કામનું બહાનું બનાવીને ફોન મૂકી દીધો, નહીં તો તે ખબર નહીં શું શું બોલીને મારું મગજ બગાડતી.’’ તે અવારનવાર મને ફોન કરીને કંઈ ને કંઈ કહેતી રહે છે. જેમ કે આજે રાજન તેને મોલમાં શોપિંગ કરાવવા લઈ ગયો, આજે તેના પતિ સાથે તે ફિલ્મ જેાવા ગઈ. ના પાડતી રહી, તેમ છતાં રાજન તેને હોટલમાં ડિનર કરાવવા લઈ ગયો, આજે રાજન તેના માટે સાડી લાવ્યો, આજે રાજન તેના માટે ઝૂમખાં લાવ્યો. અરે, તેની વાતો સાંભળીને મારા તો કાન દુખવા લાગે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....