વાર્તા - કરૂણા શર્મા
સપનાએ જ્યારે ઘરની અંદર પગ મૂક્યો ત્યારે સાંજના ૬ વાગી ગયા હતા. સાસુને ગુસ્સામાં જેાઈને તે પણ તેમની સાથે ઝઘડવાનું મન બનાવીને તૈયાર થઈ ગઈ.
‘‘તારી સ્કૂલ ૨ વાગે બંધ થઈ જાય છે, તો પછી મોડું કેમ થયું વહુ?’’ તેની સાસુએ ચહેરો થોડો નાખુશ કરતા પ્રશ્ન પૂછી લીધો.
‘‘મમ્મી, હું ભાભીની ખબર જેાવા ગઈ હતી.’’ સપનાએ પણ થોડા રૂક્ષ લહેકામાં જવાબ આપ્યો.
‘‘તું પિયર ગઈ હતી, ખરું ને?’’
‘‘ભાભીને મળવા બીજે ક્યાં જાઉં?’’ સપના બોલી.
‘‘તારે ફોન કરીને મને જણાવવું જેાઈતું હતું ને?’’
‘‘ભૂલી ગઈ મમ્મી.’’ સપના બોલી.
‘‘શું આ કોઈ ભૂલી જવાની વાત છે? બેદરકારી તારી અને ચિંતા કરીએ અમે, આ યોગ્ય વાત નથી, વહુ.’’
‘‘તમને મારી ચિંતા નથી, પરંતુ આજે મારી સાથે ઝઘડવાનું કારણ તમને જરૂર મળી ગયું છે.’’ સપનાએ અચાનક પોતાનો અવાજ થોડો ઊંચો કરી લીધો. અહીં થાકીકંટાળીને ઘરે આવો ત્યારે પાણીના ગ્લાસના બદલે ઠપકો અને મહેણાંટોણાં દિવસરાત સાંભળવા મળે છે. આ રીતે મારી પાછળ ન પડી જાઓ, મમ્મી.’’
‘‘તું પણ ઘરના કાયદાકાનૂન અનુસાર ચાલે તો, મારે તને કંઈ કહેવું ન પડે.’’ શીલાએ પણ અવાજમાં ગુસ્સાના ભાવ લાવતા કહ્યું, ‘‘જેા તમે આ રીતે કાયદાકાનૂનના નામે મને હેરાન કર્યા કરશો, તો પછી અહીંથી અલગ રહેવા જવા સિવાય અમારી પાસે બીજેા કોઈ રસ્તો નથી.’’ પોતાની સાસુને ધમકી આપતા સપના પગ પછાડતી બેડરૂમ તરફ ચાલી ગઈ.
‘‘પોતાના એકમાત્ર સંતાનને ઘરથી અલગ કરવાનું દુખ અમે સહન નહીં કરી શકીએ, તે વાતને તું સારી રીતે જાણે છે અને તેનો તું ખોટો લાભ ઉઠાવે છે, વહુ... શીલા લાંબા સમય સુધી ડ્રોઈંગરૂમમાં બોલતી રહી, પરંતુ સપનાએ કોઈ પ્રતિક્રિયા ન આપી.
શીલા બોલતાંબોલતાં થાકી જાય, તે પહેલાં તેમની નાની બહેન મીના તેમને મળવા આવી પહોંચી. તેને જેાઈને શીલામાં એક નવી ઊર્જાનો સંચાર થયો અને તે પોતાની વહુના ઉદ્ધત અને મૂર્ખામીના ઉદાહરણ ખૂબ આક્રોશ સાથે મીનાને સંભળાવવા લાગ્યા. બંને બહેનો વચ્ચે ચાલી રહેલા વાર્તાલાપનો કેટલોક ભાગ સપનાના કાન સુધી પણ પહોંચી રહ્યો હતો. પછી પોતાના બેડરૂમમાંથી બહાર આવીને તેણે પહેલા ૪ કપ ચા બનાવી અને સસરાને તેમના રૂમમાં ચા આપ્યા પછી ૩ કપ ટ્રેમાં સજાવીને ડ્રોઈંગરૂમમાં આવી ગઈ.
મીના માસીના ચરણસ્પર્શ કર્યા પછી જ્યારે તેમના હાથમાં ચાનો કપ પકડાવી રહી હતી, ત્યારે તેનો પગ ગાલીચામાં ફસાઈ ગયો અને થોડીક ચા છલકાઈને માસીની સાડી પર પડી.
‘‘હાય રે...’’ માસી બૂમ પાડી ઊઠ્યા.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....