વાર્તા - નીરજા શ્રીવાસ્તવ ‘નીરુ’

‘‘સાહિલ, મારી કિટી પાર્ટી ૧૧ વાગ્યાની હતી... હું મોડી પડી ગઈ. જાઉં છું, તું લંચ કરી લેજે. બધું તૈયાર છે... ઓકે બાય જાનુ.’’ કહીને મૌજે સાહિલને ફ્લાઈંગ કિસ કરી અને પછી તરત જ દરવાજો ખોલીને નીકળી ગઈ.
‘‘ એક દિવસ તો મને ખૂબ મુશ્કેલીથી મળે છે... તેમાં પણ આ કરી લે તે કરી લે... શાંતિથી ઊંઘવા પણ નથી દેતી તે અને તેની કિટી.’’ સાહિલે દરવાજો બંધ કર્યો અને પછી પથારીમાં ઊંઘી ગયો.
‘‘અરે, આ પર્ફ્યૂમ.’’ તેણે પિલોને ચહેરા નીચે દબાવી દીધું.
લગ્ન પહેલાં જે પર્ફ્યૂમે તેને દીવાનો બનાવ્યો હતો આજે તે જ ઊંઘવામાં અવરોધ બની રહ્યું હતું.

સાંજે ૫ વાગે મૌજ આવી ત્યારે પોતાની જ મસ્તીમાં હતી.
કિટીમાં કરેલી મસ્તીની વાત તે જલદીજલદી સાહિલ સાથે શેર કરવા ઈચ્છતી હતી.
‘‘અરે, સાંભળને સાહિલ... અલગઅલગ ફ્લેવર્ડ ડ્રિંન્ક પીને આવી છું... કેટલી અમીર છે રાખી... કેટલા પ્રકારની ડિસિસ અને સ્નેક્સ હતા... તને ખબર છે અમે કેટલી ગેમ રમ્યા?’’
‘‘અરે યાર, મને ક્યાંથી ખબર હોય... તું પણ કમાલ કરે છે.’’ સાહિલે કહ્યું.
‘‘અમે રેંપ વોક પણ કર્યું... મારી સ્ટાઈલિંગને બેસ્ટ પ્રાઈઝ મળી.’’
‘‘સારું... તેમના ઘરમાં રેંપ પણ બનેલો છે?’’ તે હસ્યો.
‘‘પાર્ટી ઘરે ક્યાં હતી... ઈન્ટરનેશનલ ક્લબમાં હતી.’’
‘‘અરે, આટલે દૂર કાર લઈને ગઈ હતી? નવીનવી ચલાવતા શીખી છે... ક્યાંક અડાડી દીધી હોત તો?’’

‘‘માય ડિયર, કારમાં હું માત્ર રાખીના ઘર સુધી ગઈ હતી. તેના ઘરેથી તેમની ઓડીમાં ગયા હતા. શું કાર છે. મજા આવી ગઈ... કાશ આપણી પાસે પણ ઓડી હોત... પણ તારી ૪૦-૫૦ હજારની સેલરીમાં ક્યાં શક્ય છે.’’ મૌજ થોડી ઉદાસ થઈ ગઈ.
બીજી તરફ સાહિલ થોડો ગુસ્સો. મૌજ જાણેઅજાણે એવી વાતથી સાહિલનું દિલ દુભાવતી હતી. તે હંમેશાં પૈસા જોઈને પાગલ થઈ જાય છે, સાહિલ ખૂબ સારી રીતે જાણતો હતો.
ક્યારેક ક્યારેક તે કહે છે, ‘‘મૌજ તારે લગ્ન પહેલાં તારા પપ્પાને મારી સેલરી પૂછી લેવાની હતી તો આજે આ અફસોસ ન થાત.’’

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....