વાર્તા - સિદ્ધાર્થ યાદવ.

લાંબા વાળને ખભા સુધી કપાવીને મેં મારી હેરસ્ટાઈલ સંપૂર્ણપણે બદલી નાખી હતી, સાથે બ્યૂટિપાર્લર પણ જઈ આવી હતી, તેથી ચહેરો થોડો વધારે ચમકતો હતો. કુલ મળીને હું એમ કહેવા ઈચ્છું છું કે તે રાત્રે સંજય સાથે બજારમાં ફરતા હું એટલી સુંદર દેખાતી હતી કે મારા માટે તો સ્વયંને ઓળખવી મુશ્કેલ થઈ ગઈ હતી.
મને સંજયના બોસ અરૂણે ન ઓળખી ત્યારે કોઈ આશ્ચર્ય ન થયું, પરંતુ મને ન ઓળખવું તેમને ખૂબ મોંઘું પડ્યું.
બજારમાં એક દુકાનદારે રેડીમેડ સૂટ બહાર લટકાવી રાખ્યો હતો. જ્યારે અરૂણનો અવાજ મારા કાન સુધી પહોંચ્યો ત્યારે હું તેને જેાઈ રહી હતી. હું લટકાવેલા એક સૂટની પાછળ હતી, તેથી તે મને જેાઈ શક્યા નહોતા.
‘‘હેલો, સંજય. હાઉ ઈઝ લાઈફ?’’ અરૂણનો બિનજરૂરી ઊંચો અવાજ સાંભળીને મને લાગ્યું કે તેઓ પીધેલા છે.
‘‘આઈ એમ ફાઈન સર. તમે અહીં...?’’ સંજયનો સ્વર આદરપૂર્ણ હતો.
‘‘આશ્ચર્ય થાય છે ને મને અહીં જેાઈને?’’
‘‘ના એવું નથી સર?’’
‘‘લાગી તો એવું રહ્યું છે. ક્યાં ગઈ તે ફટાકડી?’’
‘‘કોણ સર?’’
‘‘હવે શાણો ન બન, યાર. ભાભીથી છુપાઈને ખૂબ જેારદાર વસ્તુ ફેરવી રહ્યો છે.’’
‘‘હું મારી વાઈફ સાથે ફરી રહ્યો છું સર.’’ મેં મારા પતિના અવાજમાં ગુસ્સાના વધી રહેલા ભાવ સ્પષ્ટપણે અનુભવ્યા.
‘‘વાહ બેટા, તારા બોસને મૂરખ બનાવી રહ્યો છે, અરે શું હું ભાભીને નથી ઓળખતો.’’
‘‘સર, તે ખરેખર મારી વાઈફ છે.’’
‘‘કેમ જૂઠું બોલી રહ્યો છે? હું ભાભીને તારી ફરિયાદ થોડો કરવાનો છું. આજકાલ મારી વાઈફ પિયર ગઈ છે. જેા મોજમસ્તી માટે ખાલી ફ્લેટ જેાઈતો હોય તો આ સેવક તારી સેવામાં હાજર છે, પરંતુ જેા તું મને પણ મોજમસ્તીમાં સામેલ કરે તો...’’
‘‘સર, મારી વાઈફ માટે...’’
‘‘અરે નહીં કરે તો પણ ચાલશે. આમ તો પ્રમોશન જેા જલદી જેાઈતું હોય તો તારા આ બોસને ખુશ રાખ બેટા. જેા આ ફૂલઝડી ચાલુ વસ્તુ હોય અને તારું મન તેનાથી ભરાઈ ગયું હોય તો તે મને ટ્રાન્સફર કરી દે...’’
‘‘યૂ બાસ્ટર્ડ. તારા જ કર્મચારીની પત્ની માટે આટલી ગંદી ભાષાનો પ્રયોગ કરવાની તારી હિંમત કેવી રીતે થઈ?’’ ગુસ્સામાં પાગલ થતા મેં અચાનક સામે આવીને તેને થપ્પડ મારવા હાથ ઉપાડી લીધો, પરંતુ સંજયે મને પાછળ ખેંચીને તેનાથી દૂર કરી દીધી.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....