વાર્તા • એસ. ભાગ્યમ શર્મા

રવિવારનો દિવસ હતો. શ્વેતા પોતાના પગના નખને શેપ આપી રહી હતી, એટલામાં રૂમનો દરવાજેા ખખડાવવાનો અવાજ સંભળાયો.
‘‘હેલો, શું તમારું નામ શ્વેતા છે?’’
‘‘હા, પણ તમે કોણ, મેં તમને ઓળખ્યા નહીં?’’
‘‘મારું નામ ગિરિજા છે. હું રૂપરાજની પત્ની છું. હવે હું કોણ છું તે સમજમાં આવી ગયું હશે?’’
આ સમયે શ્વેતા કોઈ જવાબ ન આપી શકી, પણ તેને આઘાત લાગ્યો હતો.
‘‘અહીં બેસીને આરામથી વાત નહીં થઈ શકે. ચાલો નજીકની હોટલમાં જઈને નાસ્તો કરતાંકરતાં વાતો કરીએ.’’ ગિરિજાએ કહ્યું.
ગિરિજાના અવાજમાં જે ગંભીરતા હતી તે જેાઈને શ્વેતા પણ તેની વાત સાથે સંમત થઈ ગઈ. જેાકે તેના મનમાં હજારો પ્રશ્નો ઊઠી રહ્યા હતા.
શ્વેતા જ્યાં કામ કરતી હતી, ત્યાં રૂપરાજ એક મોટો અધિકારી હતો. લગભગ ૩ હજાર પુરુષમહિલા અહીં સાથે કામ કરતા હતા. તેથી એકબીજાને મળવુંહળવું સ્વાભાવિક હતું. એક જ કંપનીમાં કામ કરતા હોવાથી ઘણી વાર રૂપરાજ સાથે તેની વાતચીત થઈ હતી. એક દિવસ લિફ્ટમાં સાથે આવવાની બંનેને તક પણ મળી.
તે સમયે મોબાઈલ નંબરની આપલે પણ થઈ. રૂપરાજનો ફોન આવતા વાત કરવા હું ના ન પાડી શકી. પછી મને પણ તેની સાથે વાત કરવાનું ગમવા લાગ્યું અને તેને મળવાની ઈચ્છા થવા લાગી. પછી અમારો પ્રેમ શરૂ થયો. શ્વેતાને લાગ્યું કે હવે પોતાના પ્રેમ લગ્નમાં પરિણમવો જેાઈએ.
‘‘હું પરિણીત છું...’’ રૂપરાજે થોડા ખચકાટ સાથે કહ્યું.
‘‘મારી પત્ની એક રાક્ષસણી છે. સ્થૂળ અને કદરૂપી જ નહીં નિ:સંતાન પણ છે. હંમેશાં ગુસ્સો કરતી રહે છે. સામાન ઉઠાવીને ફેંકતી રહે છે. પ્રેમથી ક્યારેય એક શબ્દ પણ બોલતી નથી. મને ઘરે જવાની ઈચ્છા થતી નથી...’’ કહેતા બંને હાથ ટેબલ પર મૂકીને રડવા લાગ્યો, ‘‘જેાતા જ તું મને ગમી ગઈ હતી. હું બધું ભૂલી ગયો હતો કે હું એક પરિણીત પુરુષ છું. મને લાગ્યું હતું કે જેા તને આ વાતની જાણ થશે તો પછી તું મારી સાથે સંબંધ નહીં રાખે. તેથી મેં હકીકત તારાથી છુપાવી હતી. હવે મને છોડીને ન જતી શ્વેતા...’’
આ વાત સાંભળ્યા પછી શ્વેતાને રૂપરાજ પ્રત્યે જે પ્રેમ હતો તે ખૂબ વધી ગયો. આટલા પ્રેમથી રહેતા પતિને પ્રેમ ન કરનારી પત્ની પર ગુસ્સો આવી ગયો.
‘‘તું ચિંતા ન કર. હું તેને ડિવોર્સ આપી દઈશ અને ત્યાર પછી આપણે લગ્ન કરી લઈશું... પરંતુ ત્યાં સુધીમાં હું તને જેાયા વિના રહી શકું તેમ નથી... હોસ્ટેલમાં આવવું શક્ય નથી.’’
‘‘હવે એક નવું ઘર લઈ લઉં છું. તું ત્યાં જ રહે. મારા જલદી ડિવોર્સ થઈ જશે.’’ પછી શ્વેતાને પણ વિશ્વાસ થઈ ગયો હતો. જેાકે તેની પત્ની આ રીતે આવીને ઊભી થશે, તેણે વિચાર્યું જ નહોતું.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....