કેટલાય વર્કિંગ માતાપિતાની ચિંતા હોય છે કે નોકરી સાથે બાળકોની સ્કૂલ ટાઈમિંગને કેવી રીતે મેનેજ કરશે. જ્યારે બાળક નાનું હોય છે ત્યારે આ સમસ્યા વધારે થાય છે. તેથી કેટલાય બાળક સ્કૂલ મોડા પહોંચે છે, તો કેટલીય વાર માતાએ નોકરી છોડવી પડે છે. જે મહિલાઓ પ્રાઈવેટ સેક્ટરમાં છે લગ્ન પછી તેમની પર પ્રેશર આવી જાય છે કે નોકરી છોડી દે. કેટલીય મહિલાએ આવું કરવું પડે છે, જેથી તે વર્કિંગ લેડીથી હાઉસવાઈફ બની જાય છે. તેથી મહિલાની પૂરી ક્ષમતાનો લાભ દેશ, સમાજ અને ઘરપરિવારને નથી મળતો.
આજે છોકરીઓના શિક્ષણમાં પણ સારા એવા પૈસા ખર્ચ થાય છે. ત્યાર પછી લગ્ન કરીને તે હાઉસવાઈફ બનીને રહી જાય તો તે શિક્ષણ વ્યર્થ જાય છે. મહિલા સશક્તીકરણ માટે જરૂરી છે કે મહિલાઓ પોતાની ક્ષમતાભર કામ કરે. તેના માટે દેશ અને સમાજને પણ આવું વાતાવરણ તૈયાર કરવું જેાઈએ, જેથી ઘરપરિવાર બાળકો સાથે મહિલાઓ પોતાની કરિયર પણ જેાઈ શકે. સ્કૂલ ટાઈમિંગમાં ફેરફાર આ દિશામાં એક ક્રાંતિકારી બદલાવ થશે.

ઓફિસ અને સ્કૂલ ટાઈમિંગ એક હોય
જેા સ્કૂલના સમય અને ઓફિસ વર્કિંગ આવર્સમાં સમાનતા હોય તો મહિલાઓ માટે કામની સાથેસાથે બાળકોને સ્કૂલ મૂકવાની સમસ્યા ન થાય. સ્કૂલ ટાઈમિંગ સવારે ૧૦:૩૦ થી શરૂ થાય અને સાંજે ૫ વાગે છૂટી જાય. આ સમય ઓફિસનો પણ હોય, જેથી કોઈ પણ વર્કિંગ મહિલા પોતાની સાથે બાળકને સ્કૂલ મૂકી આવી શકે અને જ્યારે ઓફિસથી છૂટે ત્યારે બાળકને સ્કૂલથી ઘરે લેતી જાય. એવામાં મહિલાઓને ઓફિસ જતી વખતે ચિંતા નહીં રહે જેા તે નહીં રહે તો બાળકની દેખરેખ કેવી રીતે થશે?
આજના સમયમાં બાળકોની સ્કૂલ સવારે ૭:૩૦ થી શરૂ થાય છે. ૧ થી ૨ વાગ્યાની વચ્ચે છૂટી જાય છે. બાળક ઘરે આવે છે. જેા ઘરમાં કોઈ દેખરેખ કરનાર નથી તો માતાપિતાને આ વાતની ચિંતા થાય છે કે બાળક ઘરમાં એકલું કેવી રીતે રહેશે. કોઈ એવું કામ ન કરી બેસે, જે તેના માટે ખોટું હશે. કેટલાય લોકો તેના માટે નોકરો અને ઘરપરિવારવાળાની મદદ લે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....