બજારના રેડીમેડ સ્વેટરથી બેસ્ટ છે હાથથી ગૂંથેલા સ્વેટર. ગૂંથણ માટે આ વાત પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે :
ગૂંથણ ટિપ્સ
ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.
ઊન જરૂર કરતા ૧-૨ દડા વધારે ખરીદો, જેથી ઊન ઓછી પડવાની શક્યતા ન રહે. બાકીનું ઊન પાછું આપી શકો છો.
ગૂંથણ પહેલાં ખેંચાણની તપાસ કરો. તેના માટે ૧૦ ફં. પર ૧૦ સોયાથી વણીને ગૂંથેલા ભાગની લંબાઈપહોળાઈ માપો.
ધ્યાન રાખો ગાર્ટર સ્ટિચ કે સ્ટાકિંગ સ્ટિચના ગૂંથણનું ખેંચાણ અલગઅલગ હોય છે. ગાર્ટર સ્ટિચનું ગૂંથણ સ્ટાકિંગ સ્ટિચના ગૂંથણની સરખામણીમાં પહોળાઈમાં વધારે ફેલાય છે અને લંબાઈમાં ઓછી વધે છે.
કેટલીક મહિલાઓ સીધા સોયાની સરખામણીમાં ઊંધું ગૂંથણ વણે છે. આ સમસ્યા તમારી સાથે પણ છે તો તમે ઊંધું ગૂંથણ ગૂંથતી વખતે નાના નંબરના સોયા કામમાં લો.
ગૂંથણ કરતી વખતે પ્રત્યેક સોયાનો પહેલો ફં. ગૂંથ્યા વિના કાઢો. તેની કિનારી સારી આવશે અને સિલાઈ સરળતાથી થશે.
ઊનનો નવો દડો સોયાની શરૂમાં જેાડો, વચ્ચે નહીં. આવું કરવાથી સ્વેટર વધારે સારું બનશે.
ઊન જેાડવા માટે તેના છેડાને ઉધેડીને ૮ અથવા ૧૦ આંગળી લંબાઈ સુધી અડધા ઊનના રેશા કાઢીને બંને ઊનના છેડાને પરસ્પર મિલાવીને વહેંચી દેવા જેાઈએ. પછી આ ઊનના કેટલાક ફં. વણીને આગળ ગૂંથો. ૪ ઊનના ટુકડાને પરસ્પર જેાડવા માટે ક્યારેય ગાંઠ ન મારો. ગાંઠ મારવાથી સ્વેટરમાં ફિનિશિંગ નથી બનતું.
તમે એકથી વધારે રંગનો ઉપયોગ કરો છો તો તેને પોલિથીનની અલગઅલગ થેલીમાં રાખો કે પછી તેના માટે કાણાવાળી પ્લાસ્ટિક બેગને કામમાં લો. એક કાણામાં એક રંગનું ઊન કાઢો. તેથી તે ગૂંચવાશે નહીં.
તમે એક જ રંગનું ઊન ૨ વાર અલગઅલગ ડાઈ લાટથી ખરીદ્યું છે તો તમે એક વાર લાટના ઊનથી અને બીજી વાર બીજા લાટના ઊનથી ગૂંથો.
ગૂંથતી વખતે કોઈ ફં. નીકળી જાય તો તેને ઉઠાવવા માટે ક્રોશિયા હૂકને કામમાં લો.
સફેદ ઊનથી ગૂંથતી વખતે હાથ પર ટેલ્કમ પાઉડર લગાવો. તેનાથી ઊન ગંદું ન થાય.
ક્યારેય ભીના હાથથી ન ગૂંથો, નહીં તો તે જગ્યાથી ગૂંથેલું સ્વેટર ઢીલું પડી જશે.
સિલાઈ અધૂરી છોડીને ગૂંથણ કરવાનું બંધ ન કરો. તેનાથી ગૂંથણમાં ફિનિશ નહીં આવે.
૨ આસ્તીનો અથવા આગળપાછળના ભાગની લંબાઈ માપતી વખતે ફંદા ગણવા જરૂરી છે. આ રીતે માપવાથી બંને ભાગની લંબાઈ નાનીમોટી થઈ શકે છે.
સ્વેટર વારંવાર ધોવાતું હોવાથી ખેંચાય છે. તેનાથી બચવા માટે ઊનને ૩-૪ કલાક સુધી પાણીમાં પલાળીને રાખો. આવું કરવાથી ઊન જેટલું ખેંચાવું હશે તે પહેલાંથી ખેંચાઈ જશે.
ઊન લચ્છામાં ખરીદ્યું છે તો તેના દડા ઢીલા બનાવો. ફિટોફિટ દડો બનાવવાથી ઊન ખેંચાવાથી પાતળું અને ખરાબ થઈ જાય છે. ૩-૪ આંગળી વચ્ચે રાખીને તેની ઉપરથી ઊન લપેટ. દડાનો સારો આકાર આપવા માટે આંગળીને વારંવાર કાઢીને જગ્યા બદલતા રહો.
- નીતિ ગુપ્તા.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....