બચતનું મહત્ત્વ સમજ્યા પછી બાળકોને પૈસાની કિંમતની ખબર પડે છે અને તે પછી તેમની ખર્ચની રીતમાં ભારે બદલાવ આવે છે. તો પછી તમે પણ આજે જ તમારા બાળકોને આ બાબતે શિક્ષિત કરવાનું શરૂ કરી દો.
પૈસાની કિંમત સમજાવો : મોંઘવારીના આ સમયગાળામાં જરૂરી છે કે બાળકો પૈસાનું મહત્ત્વ સમજેા. તમે તેમને સમજાવો કે તમે પણ પૈસા કમાવા માટે પૂરો દિવસ ખૂબ મહેનત કરો છો. તેમને એ વાત પણ સમજાવવાની કોશિશ કરો કે તેઓ જે પણ માગણી કરે છે, તેના માટે પૈસા એકઠા કરવામાં તમે દિવસમાં કેટલા કલાક પરસેવો પાડો છો. તેમને એ પણ સમજાવો કે ફાલતુ ખર્ચાની આદત તેમને દેવાની જાળમાં ફસાવી શકે છે.
દરેક માગણી પૂરી ન કરો : જેા તમે એવા પેરન્ટ્સ છો, જે પોતાના બાળકોની દરેક નાનીમોટી માગણીને તરત પૂરી કરે છે, તો તમારે તમારી આ આદતને બદલવાની જરૂર છે, કારણ કે પછી તમારું આ વલણ તમારા જ બાળકો માટે મુસીબત બની શકે છે, તેમને સ્વચ્છંદી બનાવી શકે છે. તમારી જરૂરિયાત પર કાબૂ ન રાખી શકવાથી તેઓ ગુનાહિત પ્રવૃત્તિમાં ફસાઈ શકે છે. તેથી તમારા બાળકોને બાળપણથી જરૂરિયાત અને લક્ઝરી વચ્ચે ફરક કરતા શીખવો.
બાળકોને બચત માટે ગલ્લો આપો : જેા તમે ઈચ્છો છો કે તમારા બાળકો બચત કરતા શીખે તો તેમને બાળપણથી પૈસાનો યોગ્ય ઉપયોગ કરતા શીખવો. તેમને સમજાવો કે માત્ર થોડા પૈસાનો ખર્ચ કરો અને થોડા બચાવી રાખો. બચત પ્રત્યે આકર્ષિત કરવા માટે તમે તેમને કાર્ટૂન કેરેક્ટરવાળો ગલ્લો ખરીદીને આપો. ગલ્લામાં પૈસા નાખવાથી તેમનામાં બચતની આદત સરળતાથી વિકસિત કરી શકાય છે. ગલ્લાનો રણકાર તેમને હંમેશાં ભલે ને થોડાક, પરંતુ પૈસા નાખવા માટે પ્રેરિત કરશે.
બચત ખાતું ખોલાવો : તમારા બાળકોને બચતની આદતના લાભ જણાવો. તમે તેમને કહી શકો છો કે કેવી રીતે તેમણે દર મહિને બચાવેલા પૈસાનું રોકાણ કરી શકાય છે. તેમને તમારી સાથે બેંકમાં લઈ જાઓ અને કાયદેસર તેમનું બેંકમાં એકાઉન્ટ ખોલાવો. આજકાલ બેંકમાં પણ બાળકોના નામથી બેંક ખાતા ખોલવાની સુવિધા છે. પોતાના ખાતામાં તેમને પૈસા જમા કરતા શીખવો. તેમણે આજે કરેલી નાનીનાની બચત તેમની ભવિષ્યની મોટી જરૂરિયાતને પૂરી કરી શકે છે.
બચતના પૈસાથી ગિફ્ટ અપાવો : બાળકોની બચતના પૈસાથી તેમની જરૂરિયાતની વસ્તુ ખરીદો. શક્ય છે કે છેલ્લા ઘણા દિવસથી તમારા ઘરમાં ટેબલ લેમ્પ માટે બાળક જિદ્દ કરી રહ્યું હોય અથવા ભણવા માટે અલગ ટેબલચેર, સ્ટોરી બુક્સ, વીડિયો ગેમ્સ વગેરેની માગણી કરી રહ્યું હોય, તો તેની બચતના પૈસાથી તેમને આ બધી વસ્તુ અપાવો. આમ કરવાથી તેમનામાં બચત કરવાનો ઉત્સાહ વધશે અને ત્યાર પછી પોતાના પૈસામાંથી આવેલી વસ્તુની સારસંભાળ પણ તે પૂરા દિલથી કરશે.
ખિસ્સા ખર્ચ માટે કમાવું : દર મહિને ભલે ને તમે તેમને ખિસ્સા ખર્ચ માટે પૈસા આપતા હોય, પરંતુ તે ઉપરાંત પૈસા કમાવા માટે તેમને પ્રોત્સાહિત કરો. આ વાત શક્ય બની શકે છે. ઘરના કેટલાક કામ કરવા પર તેમને ભેટરૂપે તમે થોડા પૈસા આપી શકો છો. રૂમની સાફસફાઈ કર્યા પછી અથવા નાના ભાઈબહેનને હોમવર્કમાં મદદ કરવા પર ભેટરૂપે થોડા પૈસા આપી શકો છો, જેને તેઓ પોતાના ગલ્લામાં મૂકી શકે છે. જેાકે કયા કામ માટે કેટલા પૈસા આપવા તે કામ પાછળની મહેનત જેાઈને નક્કી કરો. આ રીતે પૈસા મળવાથી બાળકો પણ ખૂબ ઉત્સાહિત થાય છે અને તેઓ મહેનતના મહત્ત્વ અને પૈસાની કિંમત જાણી શકશે.
બચત માટે પુરસ્કાર : જ્યારે પણ તમારું બાળક પોતાનું નાણાકીય લક્ષ્ય પ્રાપ્ત કરે, ત્યારે તેને પુરસ્કાર આપવા અંગે જરૂર વિચારો. ઈચ્છો તો આ સારા કામ બદલ તેમને કોઈ ડ્રેસ ખરીદીને આપો અથવા કેક કે આઈસક્રીમ ખવડાવવા લઈ જાઓ. તમારા બાળકે બચત કરેલા પૈસા જેટલા જ પૈસા ઉમેરીને તેમના ખાતામાં તમે જમા કરાવી શકો છો. આમ કરવાથી તેમનો ઉત્સાહ વધશે અને તેમને શક્ય તેટલી વધારે બચત કરવા માટે પ્રેરિત કરો.
- રાજેશ.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....