શિક્ષણ હોય કે રોજગાર, છેલ્લા એક દાયકાનું પરિવર્તન જુઓ તો ખબર પડે કે છોકરાઓથી વધારે છોકરીઓએ બાજી મારી છે. આત્મવિશ્વાસુ મહિલાઓ હવે દરેક ક્ષેત્રમાં પુરુષોથી આગળ છે...’’ પત્ની કમાઉ અને પતિ બેરોજગાર એવા ઉદાહરણ પહેલાં ખૂબ ઓછા મળતા હતા, પણ છેલ્લાં ૧૦-૧૨ વર્ષમાં એવા ઉદાહરણની સંખ્યા વધતી જઈ રહી છે. આ સ્થિતિમાં પરસ્પર તાલમેલ બેસાડવો મુશ્કેલ થતો જઈ રહ્યો છે. તેથી જરૂર એ વાતની છે કે હવે કમાઉ વહુને માનસન્માન અને અધિકાર આપવાની સાથેસાથે તેની સાથે તાલમેલ બેસાડવાની પણ શરૂઆત કરવામાં?આવે, પતિએ પણ પત્ની સાથે તાલમેલ બેસાડીને ચાલવું જેાઈએ ત્યારે ગૃહસ્થીની ગાડી ચાલશે. મેરઠની રહેવાસી નેહાનાં લગ્ન તેના જ સહાધ્યાયી પ્રદીપ સાથે થયા. લગ્ન સમયથી જ બંને એકસાથે જેાબ માટે કેટલીય સ્પર્ધામાં એકસાથે બેસતા હતા. પરંતુ પ્રદીપ કોઈપણ સ્પર્ધામાં સફળ ન થયો, નેહાએ એક કોમ્પિટિશન પાસ કરી લીધી. તે સરકારી વિભાગમાં ઓફિસર તરીકે નિયુક્ત થઈ. પ્રદીપે તે પછી પણ અનેક પ્રયાસ કર્યા પણ જેાબ ન મળી શકી. તે પછી તેણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો. લગ્નના કેટલાક વર્ષ સુધી બંનેની વચ્ચે તાલમેલ જળવાઈ રહ્યો પણ પછી ધીમેધીમે પરસ્પર તાણ રહેવા લાગી. નેહાની જે હેસિયત અને માનમોભો સમાજમાં હતો તે પ્રદીપને ખટકવા લાગ્યો. તે હીનભાવનાથી પીડાવા લાગ્યો. આ જ હીનભાવનાથી તેમની વચ્ચે ફાટ પડવા લાગી. ધીમેધીમે તેમની વચ્ચે સંબંધ વણસવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે ૪ વર્ષમાં જ લગ્ન તૂટી ગયા. સર્વિસમાં બરાબરી ન થવાથી પતિપત્ની વચ્ચે છૂટાછેડાના અનેક બનાવ બનતા જઈ રહ્યા છે. છેલ્લાં ૧૦ વર્ષનું પરિવર્તન જેાઈએ તો ખબર પડે છે કે છોકરાઓથી વધારે છોકરીઓના શિક્ષણથી લઈને રોજગાર સુધીમાં પોતાની ધાક જમેલી છે. કોઈપણ પરીક્ષાના પરિણામ જેાઈ લઈએ સૌથી વધારે છોકરીઓ જ સારા માર્કથી પાસ થઈ રહી છે. પહેલાં લગ્ન પછી છોકરીઓને નોકરી છોડવા માટે કહેવામાં?આવતું હતું. સરકારી નોકરીઓમાં મોટી સુવિધાઓના પગલે હવે લગ્ન પછી કોઈ છોકરી પોતાની સરકારી નોકરી નથી છોડતું. હવે આ બાબતમાં તાણ વધી રહી છે જ્યાં પત્ની સારી સરકારી નોકરી કરી રહી છે પણ પતિ કોઈ ખાનગી જેાબમાં છે. મોટું પરિબળ છે

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....