ભારતમાં છૂટાછેડાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ૧૦ વર્ષ પહેલાં જ્યાં ભારતમાં ૧ હજાર લોકોમાં ૧ વ્યક્તિ છૂટાછેડા લેતી હતી, ત્યાં હવે આ સંખ્યા ૧,૦૦૦ પર ૧૩થી વધારે થઈ ગઈ છે. છૂટાછેડાની અરજી પહેલાંથી બેગણી માત્રામાં જમા થઈ રહી છે. ખાસ તો મુંબઈ, બેંગલુરુ, કોલકાતા, લખનૌ જેવા મોટાં શહેરોમાં આ ટ્રેન્ડ વધારે જેવા મળી રહ્યો છે. આ શહેરોમાં માત્ર ૫ વર્ષમાં છૂટાછેડા ફાઈલ કરવાની બાબતમાં લગભગ ૩ ગણો વધારો નોંધાયો છે. ૨૦૧૪માં મુંબઈમાં છૂટાછેડાના ૧૧,૬૬૭ કેસ ફાઈલ કરવામાં આવ્યા જ્યારે ૨૦૧૦માં આ સંખ્યા ૫,૨૪૮ હતી. આ રીતે ૨૦૧૪માં લખનૌ અને દિલ્લીમાં ક્રમશ: ૮,૩૪૭ અને ૨૦૦૦ કેસ ફાઈલ કરવામાં?આવ્યા જ્યારે ૨૦૧૦માં આ સંખ્યા લગભગ ૨,૩૮૮ અને ૯૦૦ હતી. છૂટાછેડાના કેસમાં આ વધારો અને દંપતીની વચ્ચે વધતા મતભેદનું કારણ શું છે? કેમ સંબંધ ટકતા નથી? એવા કયા કારણ છે જે સંબંધોની જિંદગી ટુંકાવે છે? આ સંદર્ભમાં અમેરિકાના મનોવૈજ્ઞાનિક અને મેરિજ એક્સપર્ટ જેન ગોટમેને ૪૦ વર્ષ અભ્યાસ અને અનુભવના આધારે તારણ આપ્યું કે મુખ્યત્વે ૪ એવાં પરિબળ છે, જેના લીધે દંપતીની વચ્ચે સંવાદહીનતાની સ્થિતિ ઊભી થવા લાગી છે. આ સ્થિતિના ૬ વર્ષમાં તેમના છૂટાછેડા થઈ જાય છે. ટીકાત્મક વલણ : એમ તો ક્યારેક ને ક્યારેક બધા એકબીજાની ટીકા કરે છે પણ પતિપત્ની વચ્ચે આ સામાન્ય વાત છે. સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે ટીકા કરવાની રીત એટલી ખરાબ હોય છે કે ઈજા સામેવાળાના દિલ પર થાય છે. કોઈપણ સ્થિતિમાં એક વ્યક્તિ બીજાને ખોટી સાબિત કરવાના પ્રયાસમાં લાગી જાય છે. તેની પર આરોપનો વરસાદ કરવા લાગે છે. આ સ્થિતિમાં કેટલીય વાર પતિપત્ની એકબીજાથી એટલા દૂર જતા રહે છે કે પાછા આવવું મુશ્કેલ થઈ જાય છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....