લાઈટિંગના આ તહેવારમાં પ્રિયજનોને ગિફ્ટ આપ-લેની પરંપરા વર્ષોથી ચાલી રહી છે, જેની સૌ કોઈ આખા વર્ષથી રાહ જુએ છે. તે સમયે પ્રિયજનોનું સ્મિત અને ખુશી, જેા અચાનક અનએક્સપેક્ટેડ ગિફ્ટથી ફેસ પર ઝળકે છે, તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. હકીકતમાં ગિફ્ટ એક એવો ખજાનો છે, જેના દ્વારા તમે એક નાની વાતચીત કરવાનું માધ્યમ મેળવો છો અને તેને લેવાવાળા માટે પણ આ ઈવેન્ટ યાદગાર બની જાય છે. તેથી કોઈ સંબંધને ખાસ બનાવવા માટે એક નાનકડું ગિફ્ટ તમને તે ભીડથી અલગ અને ખાસ બનાવે છે. તેના માટે કોઈ મોંઘી ગિફ્ટ આપવાની જરૂર નથી. એક નાનકડી ગિફ્ટ મિત્રતા અને તે ક્ષણને સ્પેશિયલ બનાવી શકે છે.
પહેલાં તહેવારમાં મોટાભાગે ભેટસ્વરૂપે મીઠાઈ અથવા કપડાં રહેતા હતા, પરંતુ સમયની સાથે લોકોની માનસિકતા અને પસંદમાં પરિવર્તન આવ્યું છે. મીઠાઈ હેલ્થ માટે સારી ન હોવા ઉપરાંત પડી રહેવાથી બગડી જાય છે, તેથી ગિફ્ટ એવી આપો, જે બગડે નહીં અને બજેટમાં પણ હોય.

૧. નેકલેસ અને બ્રેસલેટમાં તમે હેન્ડ જ્વેલરી અનેક પ્રકારના બીડ્સ, પર્લ્સ સેમી પ્રીશિયસ સ્ટોન વગેરેમાંથી બનાવી શકો છો. તેમાં બોનસ પોઈન્ટ એ છે કે આ ગિફ્ટ તમે તે વ્યક્તિને યાદ કરતા પોતાના હાથથી બનાવીને કંઈ નવું ક્રિએટ કરો છો. તે ઉપરાંત હાથથી બનેલા આભૂષણનું અલગ મહત્ત્વ હોય છે. તેને બનાવવા માટે સમય અને ક્રિએટિવિટીની જરૂર હોય છે.
૨. પેચિસને સ્પેશિયલ કપડાં અને મેડિસિનલ પ્લાન્ટની મદદથી કંઈક ખાસ બનાવી શકો છો, જે કસ્ટમાઈઝ હોવાની સાથેસાથે આકર્ષક પણ હોય છે.
૩. પેંડેંટ્સ નાનું પણ ખાસ હોય છે. સંબંધ મુજબ એક સુંદર પેંડેંટ્સ કોઈ ખાસ તહેવારમાં આપી શકો છો. તેમાં હાર્ટ શેપ ક્રિસ્ટલ, નામનો પ્રથમ શબ્દ, પ્રાણી અથવા પક્ષીના ચિત્ર વગેરે આપી શકો છો.
૪. ફોટો ફ્રેમ એક સસ્તી ગિફ્ટ છે, પરંતુ યાદગાર હોય છે. તેમાં વ્યક્તિ સાથે વિતાવેલી કોઈ ખાસ ક્ષણના ફોટા સેટ કરીને અથવા ખાલી ફ્રેમ આપી શકો છો. તે ઉપરાંત એક શાંત દશ્યને ફ્રેમ કરી આપવું એક સારો વિકલ્પ છે.
૫. ઘરની સજાવટની વસ્તુ આપવી પણ એક સારી ગિફ્ટ હોય છે, પરંતુ આપનારની ચોઈસ નથી, પરંતુ જેને આપવાના છો તેની પસંદને ધ્યાનમાં રાખતા ગિફ્ટ ખરીદો, જેમ કે ડેકોરેટિવ લાઈટ્સ, કેન્ડલ સ્ટેન્ડ, મેટલની વસ્તુ, પેન સ્ટેન્ડ, વોલ હેંગિંગ્સ, ક્લચ બેગ, રંગોળીની ડિઝાઈન, તેનો રંગ વગેરે આપી શકો છો, જે પોકેટ ફ્રેન્ડલી હોવાની સાથેસાથે સુંદર હોય છે.
૬. કેટલાક લોકો જેને કોઈ ખાસ ડેસ્ટિનેશન પસંદ છે, તેમને તે જગ્યાની કોઈ ખાસ વસ્તુ પણ ગિફ્ટ અથવા ડેસ્ટિનેશન ગિફ્ટ વાઉચરમાં આપી શકો છો.
૭. કુકીઝ બોક્સ સેટ પણ એક સારી ગિફ્ટ છે, જેા કોઈ ખાસ પ્રસંગે આપી શકો છો, તે બાળકોને ખૂબ ગમે છે.
૮. ડ્રાયફ્રૂટ આ દિવસોમાં કેટલીય જગ્યાએ સુંદર કંટેનરમાં આપવામાં આવે છે, કારણ કે લોકોને તે પસંદ હોય છે અને તે હેલ્થ માટે સારું પણ હોય છે. તે ખાલી થતા બીજા કામમાં ઉપયોગમાં લઈ શકો છો.
૯. તાજેતરમાં સૌથી ટ્રેન્ડી ગિફ્ટ કાર્ડ છે, જેને તહેવારમાં કોઈ ખાસને ગિફ્ટ કરી શકો છો.
૧૦. કેટલોક ઈલેક્ટ્રોનિક સામાન જે આજે દરેકને ઉપયોગી થાય છે, જેમ કે પોર્ટેબલ બેટરી ચાર્જર, ઈયરફોન, કાર્ડલેસ ઈયરફોન વગેરે ગિફ્ટસ્વરૂપે આપી શકો છો.
૧૧. આજકાલ બધા પાસે સ્માર્ટ મોબાઈલ છે, કોઈ એપ અથવા મેગેઝિનનું સબ્સક્રિપ્શન આપવું પણ એક સારો ગિફ્ટ ઓપ્શન છે, જેનો વ્યક્તિ સારી રીતે ઉપયોગ કરી શકે છે.
૧૨. કેટલીય બ્રાન્ડ મેકઅપની સામગ્રી અને પર્ફ્યૂમ પર તહેવારમાં ડિસ્કાઉન્ટ આપે છે. એવામાં આ બધી વસ્તુ પસંદ કરનારને ગિફ્ટમાં આપી શકો છો.
૧૩. સરપ્રાઈઝ ગિફ્ટ આપવી એક અનોખી પહેલ છે. જે બધાને પસંદ હોય છે. તેમાં અંગત લોકોને ખાસ ગિફ્ટ આપવી જેાઈએ, જેમાં પત્નીને કોફી મગ, શૃંગારની વસ્તુ, ટ્રેન્ડી જ્વેલરી, સજાવટની વસ્તુ, ગિફ્ટ હેંપર, ક્રોકરી ડેટ, પતિને વોલેટ, કોફી મગ, કિટ, બાળકોને રમકડાં, પેન સેટ, વીડિયો ગેમ, મિત્રને એલાર્મ ઘડિયાળ, હોલિડે ગિફ્ટ, ગિફ્ટ હેંપર્સ વગેરે કેટલીય વસ્તુ છે, જેને તમે કોઈ પણ તહેવારમાં આપી શકો છો.
૧૪. સસ્ટેનેબલ ગિફ્ટ આજની પસંદ હોવાથી આજકાલ લોકો એકબીજાને કારણ વિના ગિફ્ટ આપે છે. કોઈને સ્પેશિયલ ફીલ કરાવવા માટે એવી ગિફ્ટ પૂરતી છે, જે લાગણી વ્યક્ત કરવા ઉપરાંત પોકેટ ફ્રેન્ડલી પણ હોય. ગિફ્ટ આપતી વખતે તમારે વ્યક્તિની ઉંમર, સંબંધ વગેરેનું ધ્યાન રાખવું જેાઈએ.
- સોમા ઘોષ.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....