ઘરમાં પોતાના રૂમ સાથે ઘરની દરેક વ્યક્તિને, ખાસ તો યુવાનોને જરૂર કરતા વધારે લાગણી હોવી એ કુદરતી વાત છે. ઘરમાં પોતાના રૂમની બહાર જિંદગી અનેક ભાગમાં વહેંચાયેલી રહે છે જેમાં કેટલાક દબાણ પણ હોય છે, પરંતુ આપણે જ્યારે રૂમમાં હોઈએ છીએ ત્યારે આ નાની જગ્યામાં આઝાદી અને શાંતિનો અહેસાસ થાય છે. ફેસ્ટિવલનાં દિવસો પહેલાં ઘરમાં સાફસફાઈ કરવામાં આવે છે, જેના વિશે કહેવામાં આવે છે કે મોસમ પણ છે, તક પણ છે અને સમય પણ છે.
વરસાદની ઋતુ જતા ઘરમાં દિવાલો પર ભેજ છોડી જાય છે, જેનાથી છુટકારો મેળવવા માટે ઠંડીની શરૂઆતમાં જ રૂમ સાફ કરવો એક સારા સ્વાસ્થ્યની ગેરન્ટી છે. ફેસ્ટિવલના દિવસોમાં લોકો સ્વચ્છતા અને રંગરોગાનમાં વ્યસ્ત રહે છે તો તમે કેમ ચૂકશો? એક દિવસનો સ્મય પોતાના રૂમની સાફસફાઈ માટે ફાળવો. તેને દિલથી ચમકાવો અને પૂરા વર્ષનો કચરો બહાર કાઢીને ફેંકો. આ ખૂબ સરળ અને રસપ્રદ પણ છે. જેા તમે તમારી રીતે રહેવાનું પસંદ કરો છો તો રૂમને તમારી રીતે સજાવો, જેથી ચમકતા ઘરથી તમારો રૂમ ખરાબ ન લાગે.
તેના માટે પહેલા તમારા રૂમને ચમકાવવાની જવાબદારી જાતે લો અને પછી એક વાર તેને બારીકાઈથી જેાઈને કામ પર લાગી જાઓ કે શું-શું કરવાનું છે અને કેવી રીતે કરશો. સામાન્ય રીતે બેડરૂમ હવે મોટા નથી હોતા. તેનો સરેરાશ આકાર ૧૦x૧૨ વર્ગ ફૂટનો હોય છે, જેને ચમકાવવામાં વધારે ખર્ચ નથી થતો અને વધારે મહેનત પણ નથી લાગતી.

ઘરમાં તમારો પોતાનો રૂમ ચમકાવવા માટે સૌપ્રથમ ફેસ્ટિવલનાં રંગ પર ધ્યાન આપવું જરૂરી છે, જે એક મુશ્કેલ કામ છે કે પેઈન્ટ કયા કલરનો હોવો જેાઈએ. તમારા રૂમની દીવાલનો રંગ લાઈટ રાખો, કારણ કે તેનાથી લાઈટિંગ ઈફેક્ટ વધારે રહે છે. જેાકે આ રૂમ જ બેડરૂમ હોય છે. પોતાનો ડ્રોઈંગ, લિવિંગ અને સ્ટડી રૂમ પણ હોય છે. તેથી દીવાલ પર ડાર્ક રંગ શોભતા નથી અને દરેક કામ માટે સૂટ નથી કરતા. ચારમાંથી કોઈ એક દીવાલ પર તમારી પસંદ અને ડિઝાઈન મુજબ વોલપેપર લગાવી શકો છો, જેનો ખર્ચ ૩ હજાર રૂપિયાની આસપાસ આવે છે. આજકાલ હજારો પ્રકારના આકર્ષક અને ડિઝાઈનર વોલપેપર બજારમાં ઉપલબ્ધ છે, જેને સમયસર સ્વચ્છ કરી શકો છો.
પેઈન્ટ કરાવ્યા પછી નંબર આવે છે ફર્નિચરનો, જેને લઈને સૌ કોઈ કંફ્યૂઝ રહે છે કે ફર્નિચર કેવું હોય. પ્રયત્ન કરો કે તમારા રૂમમાં માત્ર ઉપયોગી ફર્નિચર જ હોય, કારણ કે વધારે ફર્નિચરથી રૂમ છલોછલ લાગે છે અને સ્વચ્છતા કરવામાં સમસ્યા થાય છે. એક સોફાસેટ અથવા ચાર ખુરશીટેબલ પૂરતા હોય છે. રૂમ ત્યારે જ ચમકશે જ્યારે તેમાં વધારે સ્પેસ હશે. પલંગને એક ખૂણામાં રાખવાથી જગ્યા વધારે દેખાય છે. રૂમ સ્વચ્છ રાખવા અને જગ્યા બચાવવા માટે પેટી પલંગ સારા રહે છે, જેમાં મોસમ મુજબ સામાન ગોઠવી શકો છો.
રૂમના કોઈ એક ખૂણામાં એક ડિઝાઈનર શેલ્ફ આકર્ષક લાગે છે. તિજેરી પણ જરૂરિયાત અને રૂમની સાઈઝ મુજબ હોવા જેાઈએ. મોટી તિજેરી રૂમની ચમકને ફિક્કી કરે છે. એક ખૂણામાં બોનસાઈ રાખવાથી રૂમની ચમક વધે છે અંદરની આ હરિયાળી દિલદિમાગને શાંતિ આપે છે.
ફર્નિચર પછી લાઈટિંગ પર ધ્યાન આપવું જરૂરી છે જેના રૂમની ચમકદમકમાં મહત્ત્વનો રોલ છે. આ ફેસ્ટિવલ સીઝનમાં લાઈટની કેટલીક નવી આઈટમ ખરીદવાથી રૂમની ચમકમાં ચારચાંદ લગાવી શકો છો. રૂમની વચ્ચોવચ નાનું, પરંતુ સુંદર ઝૂમર એક સારો આઈડિયા છે. તે ઉપરાંત કોર્નરમાં ઝૂલતા લેમ્પ પણ ચમક વધારે છે, પરંતુ વધારે લાઈટની આઈટમ આંખ અને મગજને નુકસાન પહોંચાડે છે, તેથી તેની પસંદગી અને ઉપયોગ સાવચેતીથી કરવા જેાઈએ. ઈલેક્ટ્રિકની સ્વિચ પલંગની પાસે હોય તો ઉપકરણોને ઓપરેટ કરવામાં સરળતા રહે છે. એક આકર્ષક દીવાલ ઘડિયાળ પણ ચમક પેદા કરવા માટે જરૂરી છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....