હેલ્થ ઈઝ વેલ્ધ એટલે કે સારું સ્વાસ્થ્ય સાચી મૂડી કે ધન છે. તેથી શરીરને સ્ફૂર્તિલું અને તંદુરસ્ત રાખવા માટે આપણને બાળપણથી ૩ વાત પર ધ્યાન આપવાનું શીખવવામાં આવે છે - યોગ્ય આહાર, જરૂરી આરામ અને નિયમિત એક્સર્સાઈઝ. આજે અહીં વાત કરીશું એક્સર્સાઈઝની. એક્સર્સાઈઝને ડોક્ટરો પોલિપિલની સંજ્ઞા પણ આપે છે, કારણ કે નિયમિત કરનાર વ્યક્તિ ઘણી બધી બીમારીથી મુક્ત રહે છે અને સાથેસાથે તેની કાર્યક્ષમતા પણ વધે છે. એક્સપર્ટનું માનવું છે કે એક વયસ્કે અઠવાડિયામાં ઓછામાં ઓછા ૨-૩ કલાક એક્સર્સાઈઝ જરૂર કરવી જેાઈએ. સ્વયંને ફિટ અને સ્વસ્થ રાખવાની અનેક રીત છે. જેમ કે, જિમ જવું, રનિંગ, યોગાસન, એરોબિક્સ અથવા કોઈ પણ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટિવિટી વગેરે. જેા તમે આ બધાથી કંઈક અલગ ટ્રાય કરવા ઈચ્છો છો તો સ્વિમિંગ પણ એક સારો વિકલ્પ છે, ખાસ તો ઉનાળાની ઋતુમાં તે લોકોને પણ ખૂબ પસંદ આવે છે. ‘સેન્ટર ઓફ ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન’ અનુસાર સ્વિમિંગ એક ઉત્તમ ફુલ બોડી વર્કઆઉટ છે.
એક સ્ટડી અનુસાર સતત ૩ મહિના સુધી દર અઠવાડિયે લગભગ ૪૦-૫૦ મિનિટ સ્વિમિંગ કરવાથી વ્યક્તિની એરોબિક ફિટનેસમાં સુધારો થાય છે, જે મનુષ્યના શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય બંને માટે લાભદાયી છે. આ સ્ટડી અનુસાર સ્વિમિંગ ઘણી બધી બીમારી જેમ કે કેન્સર, ડાયાબિટીસ, ડિપ્રેશન, હૃદયરોગ અને ઓસ્ટિયોપોરોસિસના જેાખમને પણ ઓછું કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

કમાલના લાભ છે
આમ તો તરવાથી શરીરના કેટલાય ભાગની માંસપેશીઓ સક્રિય રહે છે અને વિકસિત થાય છે, પરંતુ હા અલગઅલગ સ્ટ્રોક અથવા સ્વિમિંગ ટેક્નિક અલગઅલગ માંસપેશીઓને પ્રભાવિત કરે છે, કારણ કે આ બધામાં તરવાની રીત અને ટેક્નિકમાં થોડું ઘણું અંતર હોય છે. જેાકે મોટાભાગના સ્ટ્રોકમાં શરીરના તમામ મુખ્ય અંગ જેમ કે ધડ, ખભા, હાથ, પગ અને માથાની તાલબદ્ધ અને સમન્વિત મૂવમેન્ટ સામેલ હોય છે, પરંતુ આ સ્વિમિંગની રીતમાં શરીરનો ઉપયોગ અલગઅલગ રીતથી થવાના લીધે તેના લાભ પણ અલગ હોય છે. ઉદાહરણ તરીકે ફ્રી સ્ટાઈલમાં તમે કોઈ પણ રીતે તરી શકો છો. બેસ્ટસ્ટ્રોકમાં તમે છાતીના ભાગ પર વધારે જેાર લગાવો છો અને બટરફ્લાયમાં પૂરા શરીરનો ઉપયોગ થતો હોય છે. આ જ રીતે સાઈડ સ્ટ્રોકમાં એક હાથ હંમેશાં પાણીમાં હોય છે અને સ્વિમર બીજા હાથનો ઉપયોગ કરતા તરે છે. ફ્રીસ્ટાઈલ સ્વિમિંગમાં લાંબા સમય સુધી સ્ટ્રોક માટે ધડને ફેરવવામાં એબ્ડોમિનલ અને ઓબ્લિક મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે, જ્યારે હિપ ફ્લેક્સર્સનો ઉપયોગ કોંપેક્ટ અને સ્થિર નિયમિત કિક જાળવી રાખવા માટે થતો હોય છે. ફ્રી સ્ટાઈલ બેકસ્ટ્રોક સ્વિમિંગ દરમિયાન સ્વિમરે પીઠના બળ પર ઊંઘીને પાણી પર તરવાનું હોય છે. પીઠના બળ પર ઊંઘી ગયા પછી સ્વિમર પોતાના હાથ અને પગને ચલાવતા એ રીતે તરે છે જાણે હોડીમાં હલેસા મારવામાં ન આવતા હોય. હાથ અને પગની મૂવમેન્ટ તેમાં પણ ફ્રીસ્ટાઈલ જેવી હોય છે, તેમાં ફરક માત્ર એટલો હોય છે કે તમે પીઠના બળ પર ઊંઘીને તરતા હોય છે. ડોક્ટરોનું કહેવું છે કે પીઠની સમસ્યાનો સામનો કરી રહેલા લોકો માટે આ રીતે તરવું ખૂબ લાભદાયી રહે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....