તમે ઊંઘવા ઈચ્છો છો, પણ મગજ ક્યાંક ભટકી રહ્યું છે. પછી ઊંઘ ન આવતા વિવશ બનીને તમે તમારા ફ્રેન્ડ સાથે ચેટિંગ કરવા લાગો છો અથવા બિનજરૂરી ફેસબુક અથવા યૂટ્યૂબ પર કોઈ વીડિયો જેાવા લાગો છો. ઊંઘવાનો પ્રયત્ન કરવાના બદલે તમે સોશિયલ મીડિયાને વળગી જાઓ છો. ઊંઘ ન આવવાની આ બીમારીને અનિદ્રા કહેવામાં આવે છે. જીવનશૈલી સંબંધિત રોગ સૌકોઈને પ્રભાવિત કરે છે અને તેમાં હાઈપરટેન્શન, તાણ, ડિપ્રેશન, અનિદ્રા વગેરેનો સમાવેશ થાય છે.

ઊંઘ ન આવવાની સમસ્યા :
હકીકતમાં જરૂર કરતા વધારે પ્રમાણમાં કામ કરવાથી મગજ તથા શરીરમાં થાક, ઉતાવળમાં ભોજન કરવું અને જંક ફૂડ પર વધારે નિર્ભરતાથી લાઈફસ્ટાઈલમાં આ પ્રકારની અનિયમિતતા આવે છે. અનિદ્રા અનેક કારણસર મનુષ્યને અસર કરી શકે છે. તે વ્યક્તિની માનસિકતા અને શારીરિક સ્વાસ્થ્યને બગાડી શકે છે. એક અભ્યાસ અનુસાર અમેરિકામાં ૩૦ થી ૪૦ ટકા વયસ્ક ઊંઘ ન આવવાની બીમારીથી પીડિત છે, જ્યારે ૧૦ થી ૧૫ ટકા વયસ્કોને આ સમસ્યા પોતાના પરિવાર પાસેથી વારસામાં મળી છે. ભારતમાં ૧ કરોડથી વધારે લોકો ઊંઘ ન આવવાની સમસ્યાથી પીડાય છે. આ બધાનું મુખ્ય કારણ એ છે કે દરેક વ્યક્તિ વધારે પૈસા કમાવવા ઈચ્છે છે, તેથી તે મોડી રાત સુધી ઓફિસમાં રોકાય છે. તેમને પાર્ટીમાં પણ જવું પડે છે, તેથી તે ઓફિસ પછી પાર્ટી પણ એટેન્ડ કરે છે. આજે તેમની જિંદગીમાં દરેક બાબત પરફેક્ટ છે, પણ એક વસ્તુ ગાયબ છે અને તે છે ઊંઘ.

જિંદગી પર ઘેરો પ્રભાવ :
અનેક લોકો એ વાત નથી જાણતા કે આપણા મગજમાં એક ઊંઘવાની અને એક જાગવાની સાઈકલ હોય છે. જેા સ્લીપ સાઈકલ વર્કિંગ મોડમાં હોય ત્યારે વેકઅપ સાઈકલ ઓફ રહે છે, કારણ કે તે ત્યારે એક્ટિવ થાય છે જ્યારે સ્લીપ સાઈકલ કામ કરવાનું બંધ કરી દે છે. તેથી જ્યારે કોઈ અનિદ્રાગ્રસ્ત હોય છે ત્યારે તેની બાયોલોજિકલ સિસ્ટમમાં બંને સાઈકલ એક જ સાઈડ કામ કરે છે. સ્વાસ્થ્યને હાનિકર્તા ઊંઘ ન આવવાની આ ટેવ જીવન પર ઘેરો પ્રભાવ પાડે છે, તેથી કોઈ પણ વ્યક્તિને ઊંઘવામાં મુશ્કેલી થાય છે, જેથી તેની એનર્જીમાં પણ ઘટાડો થાય છે અને તેનું મન કોઈ એક જગ્યાએ લાગતું નથી. તેનો મૂડ સતત બદલાતો રહે છે. તેની સાથે તેના પર્ફોર્મન્સ પર પણ અસર થાય છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....