ઘણી વાર જ્યારે આપણને આળસ આવે છે ત્યારે ચા પીએ છીએ. ચાથી ભલે આળસ દૂર થાય, પરંતુ તેનાથી પાચન સંબંધિત અનેક સમસ્યા પણ પેદા થાય છે જેમ કે કબજિયાત, છાતીમાં બળતરા થવી, એસિડિટી, ભૂખ ન લાગવી વગેરે. તે સમયે આપણે કેટલીક વાર વિચારીએ છીએ કે ચા પીવાનું જ બંધ કરી દઈએ, પરંતુ ટેવ પડવાથી બંધ નથી થતી. આ સ્થિતિમાં જેા તમને એવી ચા મળે, જે પીવાથી તાજગીની સાથે-સાથે અન્ય સમસ્યા ન થાય તો તમે શું કરશો? ના, અમે ગ્રીન ટી વિશે નહીં, પરંતુ હર્બલ ચા વિશે વાત કરી રહ્યા છીએ. આ ચા કેલરી ફ્રી હોય છે અને દેખાવે સામાન્ય ચા જેવી જ હોય છે, પરંતુ સામાન્ય ચામાં જે કમી હોય છે તે હર્બલ ચામાં નથી હોતી. આ કેટલાય પ્રકારનાં ફૂલ, બીજ, પાંદડાં, મૂળ અને અન્ય ઔષધિને સૂકવીને તૈયાર કરવામાં આવે છે. હર્બલ ચા ન માત્ર આપણને ફિટ રાખે છે, પરંતુ તેના નિયમિત સેવનથી અન્ય ફાયદા પણ થાય છે.

ઉદાહરણ :

  • હર્બલ ચામાં એન્ટિઓક્સિડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે હૃદયરોગમાં લાભદાયક હોય છે, તેથી હર્બલ ચા પીવાથી હૃદય સંબંધિત બીમારીનું જેાખમ ઘટી જાય છે. તેની સાથે ફ્લેવોનોઈડ રક્ત જામતા પણ અટકાવે છે.
  • હર્બલ ચા શારીરિક ઊર્જા વધારે છે.
  • આ ચા ઊલટી, ઝાડા, કબજિયાત, ગભરામણ થવી વગેરે સમસ્યામાં રાહત આપે છે અને આપણી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે.
  • હર્બલ ચામાં વિટામિન ડી હોય છે, જે હાડકાં મજબૂત બનાવે છે અને વા અથવા આર્થ્રાઈટિસમાં રાહત પ્રદાન કરે છે.
  • હર્બલ ચામાં વધારે પ્રમાણમાં મિનરલ, આયર્ન, કેલ્શિયમ અને સિલિકા હોય છે. ચામાં રહેલા આયર્ન લાલ રક્ત કોશિકાને બનવામાં મદદ કરે છે. કેલ્શિયમ અને સિલિકા સ્વસ્થ હાડકાં, વાળ, નખ અને દાંત માટે ખૂબ જરૂરી છે.
  • હર્બલ ચા સ્ટ્રેસ લેવલને ઘટાડીને બોડીને રિલેક્સ કરે છે. આ ચિંતા, અનિદ્રા બીમારીમાં લાભદાયક છે, સાથે પ્રારંભિક સંક્રમણને પણ દૂર કરે છે.
  • અત્યારે હાઈ બ્લડપ્રેશર મોટાભાગના લોકોની સમસ્યા છે. હાઈ બ્લડપ્રેશરથી કિડની પર ખરાબ અસર થાય છે. હર્બલ ચા કુદરતી રીતે કોઈ નકારાત્મક અસર વિના હાઈ બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.
  • હર્બલ ચા ડાયાબિટીસ, સ્થૂળતા અને કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત કરવા અને પેટની આસપાસની ચરબીને ઘટાડવામાં પણ અસરકારક છે.

અનેક વેરાઈટીમાં ઉપલબ્ધ છે હર્બલ ચા પણ કેટલીય અલગઅલગ ફ્લેવરમાં ઉપલબ્ધ છે, જેમ કે આદું, લેમન ગ્રાસ, પિપરમિંટ, કેમોમાઈલ, લવેન્ડર, તમાલપત્ર ઈલાયચી, લોંગ વગેરે. કેટલીય કંપનીએ વજન ઘટાડવાના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને પણ સ્પેશિયલ હર્બલ ચા તૈયાર કરી છે. તમે તમારી જરૂર પ્રમાણે પસંદ કરી શકો છો. ઘણી વાર મહિલાઓ દિવસમાં ૩ વાર હર્બલ ચા પીવાનું શરૂ કરી દે છે, જેથી વજન જલદી ઘટી જાય, પરંતુ આવું કરવું હેલ્થ માટે નુકસાનકારક છે. ડાયેટિશિયન અંકિતા સહગલ જણાવે છે, ‘‘હર્બલ ચા લેવાનો સૌથી યોગ્ય સમય ભોજન પછીનો છે, પરંતુ મોટાભાગની મહિલાઓ ખાલી પેટ લેતી હોય છે, તેમને લાગે છે કે ખાલી પેટ લેવાથી વજન જલદી ઘટશે. તમે આવી ભૂલ ન કરો, કારણ કે આવું કરવાથી તમે ફિટ નહીં, પરંતુ કમજેાર થઈ જશો. તેથી સંતુલિત આહાર સાથે હર્બલ ચા લો.’’

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....