હર્બલ ઔષધિ વિષયક જ્ઞાન દુનિયાની દરેક સંસ્કૃતિ, માનવજાતિ અને સભ્યતાનું એમ તો ભાગ રહ્યું છે. કેટલીક જડીબુટ્ટીને સોનાથી પણ વધારે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આદું, શાલ્મલી લસણ, અશ્વગંધા, હળદર, લવિંગ, ધાણા, આમળા, જામફળ અને આવી હજારો જડીબુટ્ટીના પ્રભાવની પ્રામાણિકતા આધુનિક વિજ્ઞાન સાબિત કરી ચૂક્યું છે.
કેટલીક જડીબુટ્ટીને આધુનિક મેડિકલ સાયન્સે પણ કાયદેસર દવા રૂપે સ્વીકારી છે. સિનેકોના નામના ઝાડ પરથી પ્રાપ્ત થતી ક્વીનોન નામની દવા તૈયાર કરવામાં આવી છે અને તેને મલેરિયાની સારવારમાં રામબાણ માનવામાં આવે છે.
આજે વિશ્વના બધા દેશ શોધો અને તેના પરિણામોથી પ્રોત્સાહિત થઈને અનેક હર્બલ દવાના વૈજ્ઞાનિક પ્રમાણ શોધવાના પ્રયાસ કરી રહ્યા છે. આજે ડંડેલિયાન નામના છોડમાંથી કેન્સરની બીમારીના ઈલાજની દવા શોધવામાં આવી રહી છે, તો ક્યાંક કોઈ દેશમાં બારમાસી અને કરેણ જેવા છોડવામાંથી સ્કિન પર થતા ઈંફેક્શનની સારવાર પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
જેાકે પરંપરાગત જ્ઞાનનું વૈજ્ઞાનિક સમર્થન જરૂરી છે, જેથી આપણે એ હકીકતને સમજી શકીએ કે ખરેખર કઈ જડીબુટ્ટીથી કયો રોગ ઠીક થાય છે અને આ કેવી રીતે શક્ય બને છે, પરંતુ હું જડીબુટ્ટીમાં રહેલા ખાસ રસાયણને અલગ કરીને ઔષધિને કૃત્રિમ રીતે તૈયાર કરવાના પક્ષમાં નથી.

છોડવા, વૃક્ષોમાં હોય છે રસાયણ
ઔષધિ છોડવામાં માત્ર એક નહીં, હજારો રસાયણ અને તેના સમૂહ જેાવા મળે છે અને કોણ જાણે કયું રસાયણ અસરકારક ગુણ ધરાવતું હોય. તેથી માર્કર કંપાઉન્ડ (કોઈ જડીબુટ્ટીમાં જેાવા મળતું ખાસ રસાયણ) શોધ પર કેટલાક જાણકારો પ્રશ્નો ઊભા કરે છે. જડીબુટ્ટીમાંથી મહત્ત્વપૂર્ણ રસાયણોને અલગ કરીને તેને કૃત્રિમ રીતે તૈયાર કરવાની કોશિશ અસરકારક નહીં રહે. આ વાતને સાબિત કરવા માટે એસ્પિરિનથી ઉત્તમ ઉદાહરણ બીજું કયું હોઈ શકે.
એસ્પિરિન ટેબ્લેટમાં માર્કર કંપાઉન્ડના નામે સોલિસિલિક એસિડ હોય છે, જેને સૌપ્રથમ વાઈટ વિલ્લો ટ્રી નામના ઝાડમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. પછી આ સોલિસિલિક એસિડને કૃત્રિમ રીતે તૈયાર કરવામાં?આવ્યું અને એસ્પિરિન નામની દવાને બજારમાં લાવવામાં આવી. પીડાનાશક ગુણો પ્રખ્યાત આ દવાના સેવન પછી રોગીને પેટમાં ગરબડ અને કેટલાકને પેટમાં છાલા પડી જવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે વાઈટ બિલ્લો ટ્રીની છાલના ઉકાળાને કેટલાય આયુર્વેદના જાણકાર પીડાનાશક તરીકે દાયકાથી આપતા આવ્યા છે અને રોગીને ક્યારેય કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી. આ વાત જાણીને તમે પણ થોડું વિચારો.
હકીકતમાં છાલના ઉકાળામાં એવા રસાયણ પણ હોય છે જે ચાંદાને થતા અટકાવવામાં અસરકારક માનવામાં આવે છે અને કેટલાક રસાયણ એવા પણ છે જે પેટના દુખાવા અને ડાયેરિયાને અટકાવવા વગેરેમાં મહત્ત્વપૂર્ણ હોય છે. જેાકે અહીં સૌથી મોટો પ્રશ્ન દવા અથવા જડીબુટ્ટીની ગુણવત્તા વિશે ઉપસ્થિત થાય છે. મોટાભાગના વૈદ્ય અને જાણકારો અને ઘણી બધી ફાર્મા કંપની પણ દવાઓને તૈયાર કરનાર જડીબુટ્ટીને બજારમાંથી ખરીદતા હોય છે. આ સ્થિતિમાં કાચા માલની ગુણવત્તા પર પ્રશ્ન ઊઠવો વાજબી છે.
બીજી સૌથી મોટી ચિંતાની વાત ઝોળાછાપ લોકોને ઈન્ટરનેટ કે સોશિયલ મીડિયા પરની ભ્રામક માહિતી અથવા ઢોંગી બાબા દ્વારા પ્રચારપ્રસાર કરાતી જાણકારી હોય છે. આવી અડધીઅધૂરી જાણકારી મેળવીને લોકો પણ પોતે ડોક્ટર બની જાય છે અને ઘર પર ઈલાજ કરીને બેસી રહેવા વિચારતા હોય છે, એમ માનીને કે આ હર્બલ દવાઓ છે, તેથી તેની કોઈ સાઈડ ઈફેક્ટ કે દુષ્પ્રભાવ પડશે નહીં.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....