દિલ્લી, મુંબઈ સહિત દેશના ૭ મોટા શહેરમાં હાથ ધરાયેલા એક સર્વેમાં ચોંકાવનાર તથ્યો સામે આવ્યા છે. ‘ધ ઈન્ડિયન વુમન હેલ્થ-૨૦૨૧’ ના રિપોર્ટમાં તારણ આવ્યું છે કે ૬૭ ટકા મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય સાથે જેાડાયેલી સમસ્યા વિશે વાત કરવામાં ખચકાટ અનુભવે છે. તેમનું કહેવું હોય છે કે અમારા સ્વાસ્થ્ય વિશે વાત કરવાને સમાજમાં સારી માનવામાં નથી આવતી.
દેશમાં આજે પણ કામકાજી મહિલાઓનું સ્વાસ્થ્ય સારું નથી. અડધાથી વધારે મહિલાઓ માટે કામની સાથે સ્વયં સ્વસ્થ રહેવું પડકારજનક પુરવાર થઈ રહ્યું છે. મહિલાઓ સતત કામ કરવા અને પોતાની જવાબદારીનું પાલન કરતા પોતાના સ્વાસ્થ્યને નજરઅંદાજ કરે છે.
‘ધ ઈન્ડિયન વુમન હેલ્થ-૨૦૨૧’ ના આ રિપોર્ટ અનુસાર ૨૨ થી ૫૫ વર્ષની ઉંમરની ૫૯ ટકા કામકાજી મહિલાઓ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાના લીધે પોતાની નોકરીને છોડી દેતી હોય છે. જ્યારે ૯૦ ટકા મહિલાઓને પારિવારિક જવાબદારીના લીધે મુશ્કેલી પડતી હોય છે.
૫૨ ટકા મહિલાઓ પાસે નોકરી, પારિવારિક જવાબદારી સાથે સ્વયંને સ્વસ્થ રાખવા માટે સમય નથી હોતો. રિપોર્ટ અનુસાર દેશમાં કાર્યસ્થળ પર પોતાના સ્વાસ્થ્ય સાથે જેાડાયેલી સમસ્યા જેમ કે પીરિયડ, બ્રેસ્ટ કેન્સર, ગર્ભાશયને લગતી પ્રોબ્લેમ્સ પર વાત કરવામાં ખચકાટ અનુભવતી હોય છે. તેમનું કહેવું છે કે જ્યારે અમારા સ્વાસ્થ્યની વાત આવે છે ત્યારે ૮૦ ટકા પુરુષ સહયોગી સંવેદનશીલ નથી હોતા.

ચોંકાવનાર પરિણામ
દેશમાં પ્રત્યેક ૪ માંથી ૩ કામકાજી મહિલાઓનું સ્વાસ્થ્ય ઘરઓફિસની દોડધામ અને તેમની વચ્ચે સંતુલન સાધવામાં ક્યાંક ને ક્યાંક કમજેાર પડી જાય છે. એસોચેમના એક સર્વેક્ષણમાં પરિણામ સામે આવ્યું છે કે ઓફિસના કામ, બાળકો અને ઓફિસની દેખરેખના લીધે ઊભા થતા દબાણના લીધે તેમની દિનચર્યા ખૂબ વ્યસ્ત રહે છે અને સમયની સાથે ઘણી લાંબી ચાલતી અને ગંભીર બીમારી તેમને ઘેરી લેતી હોય છે.
સર્વેક્ષણમાં એ વાત પણ જેાવા મળી છે કે ૩૨ થી ૫૮ વર્ષની ઉંમરની વચ્ચેની ૩/૪ કામકાજી મહિલાઓ પોતાની મુશ્કેલ જીવનશૈલીના લીધે લાંબી તથા ગંભીર બીમારીનો શિકાર બની જાય છે. તેમને સ્થૂળતા, થાક, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કમરનો દુખાવો અને હાઈ કોલેસ્ટ્રોલ જેવી બીમારી ઘેરી લેતી હોય છે.
એક સર્વે અનુસાર કામકાજી મહિલાઓમાં હૃદય સંબંધિત બીમારીનું જેાખમ પણ ઝડપથી વધી રહ્યું છે. ૬૦ ટકા મહિલાઓને ૩૫ વર્ષ સુધીની હૃદય સંબંધિત બીમારી થવાનું જેાખમ રહે છે. ૩૨ થી ૫૮ વર્ષની ઉંમરની મહિલાઓ પર કરવામાં આવેલા સર્વે અનુસાર ૮૩ ટકા મહિલાઓ કોઈ પણ પ્રકારની કસરત નથી કરતી અને ૫૭ ટકા મહિલાઓ ખોરાકમાં ફળ-શાકભાજીનો ઓછો ઉપયોગ કરતી જેાવા મળી હતી.
યુવાન છોકરીઓ જે આ પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ હોય છે તેમની પર પણ સમય જતા આ પ્રકારની સમસ્યાથી ઘેરાઈ જવાનું જેાખમ રહેતું હોય છે. આ સર્વેક્ષણમાં સામેલ મહિલાઓમાં ૨૨ ટકા મહિલાઓ જૂની લાંબી બીમારીથી ગ્રસ્ત જેાવા મળી હતી. એસોચેમનો આ સર્વે અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઈ, દિલ્લી, એનસીઆર, હૈદરાબાદ, જયપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ અને પુણેમાં ૩૨ થી ૫૮ વર્ષની ૨,૮૦૦ મહિલાઓ પર કરવામાં આવ્યો હતો. આ મહિલાઓ ૧૧ વિભિન્ન ક્ષેત્રની ૧૨૦ કંપનીમાં કાર્યરત હતી.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....