પોષકયુક્ત આહાર સાથે રસોઈકલા અને ચિકિત્સા વિજ્ઞાનનો ઉત્તમ સમન્વય જ નહીં, પણ રોગના નિદાન અને સ્વસ્થ જીવનની ચાવી પણ છે. ખૂબ જ ઓછા ડોક્ટર સાચું કહો તો દર્દીઓને આ ચાવી આપવામાં નિપુણ હોય છે. પાકશાસ્ત્રી ડોક્ટરના નામથી પ્રખ્યાત ડોક્ટર ટિમોથી હાર્લન સેન્ટરના કાર્યકારી નિર્દેશક છે. તેમનું માનવું છે કે પ્રત્યેક ચિકિત્સાનો એક જ ધ્યેય હોવો જેાઈએ જનસ્વાસ્થ્ય. લોકોના જંક અને ફાસ્ટ ફૂડ તરફ આકર્ષિત થવાના વલણથી સ્થૂળતા અને ડાયાબિટીસ જેવી બીમારી આજે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. આજે આ બીમારીની સારવાર કરતા તેને અટકાવવાની વધારે આવશ્યકતા છે. તેથી હવે ડોક્ટર યોગ્ય આહાર લેવાની સલાહ આપવા લાગ્યા છે. મોંઘી ખાદ્યસામગ્રીના ઓછા ખર્ચાળ વિકલ્પ જણાવવા લાગ્યા છે. બાળ ચિકિત્સા સૌથી વધારે ગુણકારી શાકભાજીમાં બાળકોની રુચિ વધે તે માટેની રીત જણાવવા લાગ્યા છે. સ્વાદમાં સ્વાસ્થ્ય વધારો આ રીતે : દૈનિક આહારને સ્વાદિષ્ટ બનાવવાની અનેક સરળ રીત છે જેમ કે :

  • બ્રેકફાસ્ટનો સૌથી ઉત્તમ વિકલ્પ છે સ્મૂધિ. મધ, લો ફેટ દૂધ, દહીં અને સરળતાથી ઉપલબ્ધ થતા ફળ અથવા વધારે પાકેલા કેળાનું પૌષ્ટિક બ્લેંડ પીવાથી જલદી ભૂખ નથી લાગતી. સંતરા, દાડમ, કેરી, સ્ટ્રોબેરી ઉપરાંત ટેટી, તરબૂચ, જામફળ, ટામેટાં અથવા પાલક વગેરેના ચટપટા જ્યૂસનો કોકટેલ બનાવો.
  • ગાજર, મૂળા, કાકડી વગેરેની પાતળી સ્લાઈસ કાપીને થોડું મધ, પીસેલા લસણની કળીઓ, સંચળ, આખા મરી, લાલ મરચાં સાથે લીંબુ અથવા સરકાની ખટાશમાં લીલા ધાણા, ફુદીનાની પેસ્ટ દ્વારા ચટપટુ સેલડ અથવા અથાણું બનાવી શકાય છે.
  • બટાકા, કોબીજ, બ્રોકલી, શક્કરિયા, ગાજર, બીન્સ, રીંગણ, કોળું વગેરેને વધારવા થોડુંક તેલ પૂરતું છે. જીરું, અજમો, મીઠો લીમડો, મોટા પીસેલા મરી, ધાણા અને મેથી પાઉડર સાથે ધીમી આંચ પર શેકવા અથવા બેક કરવાથી તેનો સ્વાદ વધશે. સાઈડ ડિશની જેમ ખાઓ અથવા તો દાળના પાણીમાં બાફીને તેનો સૂપ બનાવો.
  • ભારતીય રસોઈની દાળ ઉત્તમ સૂપ છે. સાદા પાણીમાં શાકભાજીની છાલ બાફીને સ્ટોક કરો. તેમાં દાળ અવા બીજા શાકભાજી વધારે રુચિકર બનશે. મીટ સ્ટોકથી નોનવેજિટેરિયન ડિશનો સ્વાદ વધશે. ઘી, માખણ અથવા મલાઈનો વિકલ્પ છે ઘટ્ટ દહીં.
  • દાળમાં મનપસંદ શાકભાજી અથવા તો ઈચ્છા હોય તો ચિકન વગેરે નાખો અને ખૂબ થોડું ઘી અથવા તેલથી વઘારીને ઘટ્ટ દહીં દ્વારા સ્વાદ વધારો. સાદું વેસણ અને દાળના ભજિયાને તળવાના બદલે સ્ટીમમાં અથવા ગરમ પાણીમાં ચઢાવો અથવા ઢોકળાંની જેમ બનાવીને તવા પર સામાન્ય તેલ લગાવીને શેકીને એમ જ ખાઓ.
  • ભાજી માત્ર બટાકા અથવા રીંગણની જ નહીં, બીજા શાકભાજીની પણ બની શકે છે. કોબીજ, કોળું, દૂધી, તૂરિયાં, ગાજર, વટાણા વગેરેને અલગઅલગ અથવા મિક્સ બનાવો. કાળા ચણા, બીટ, રાજમા, લોબિયા અથવા મગની દાળમાંથી પણ સ્વાદિષ્ટ ભાજી બને છે.
  • ફ્રાઈડના બદલે બેક્ડ પોટેટો ચિપ્સ, પાપડ, ખાખરા, સૂકા પૌંઆ, ચણા, મમરા, પોપકોર્ન, સૂકો મેવો, ફળ, પપૈયું, કોળું, સનફ્લાવરના શેકેલા બીજા અને ગ્રેનોલા વગેરેને નાસ્તામાં સમાવિષ્ટ કરો. કેળાંની સ્લાઈસ પ્લાસ્ટિક બેગમાં ફ્રિજ કરીને ખાઓ, દ્રાક્ષની જેમ સૂકી સ્ટ્રોબેરી, ચેરી, કમરખફળ, પાઈનેપલ, કેરી, કરોંદા, દાડમ, બોર વગેરે પણ ઉત્તમ છે. સૂકવવા માટે તાપ ન હોય તો તેને બેક કરી લો.
  • સાંજના સમયે હળદર અને આદું મિક્સ કરેલી કોફી અથવા ચાને મધથી સામાન્ય મીઠી કરી લો. ખાંડના બદલે મધ મિક્સ કરેલી શિકંજીમાં કાકડીનો રસ, ચપટી મીઠું, પીસેલું જીરું તથા મરી, ક્લબ સોડા અને ક્રશ કરેલો બરફ મિક્સ કરવાથી ઠંડકની ભરપૂર મજા આવશે.
  • શાહી સ્વાદ માટે ઘી અથવા તેલ જરૂરી નથી, પરંતુ કાજુ, બદામ, તલ, પિસ્તાથી પણ ગ્રેવી રિચ કરી શકાય છે. રિચ ગ્રેવી માટે કાંદા, લસણ, અડધું અને ટામેટાની પેસ્ટને ઘી અથવા તેલમાં શેકવાના બદલે તેને માટીના તવા પર આખા રહે તે રીતે અલગઅલગ શેકો.
  • ૫-૬ બદામ, કાજુ અથવા એક ચમચી ખસખસ અને તલને પણ સૂકા શેકીને બીજી બધી વસ્તુ સાથે થોડા દૂધમાં બાફીને મિક્સરમાં ક્રશ કરી રાખો.
  • બાળકોને મેકરોની, ચીઝ ખૂબ ભાવે છે. તેથી તેમને મેંદાના બદલે લોટના પાસ્તા, લો ફેટ ચીઝથી બનાવો. સોસમાં માખણ વગેરે ઓછા રાખીને બાફેલાપીસેલા શાકભાજી વગેરેનું પ્રમાણ વધારે રાખો. બજારમાં ઉપલબ્ધ તૈયાર ભોજનમાં સ્વાદ વધારવા માટે ખાંડ, મીઠું, તેલ અને એડિટિવ, પ્રિઝર્વેટિવ પર નિયંત્રણ નથી થઈ શકતું. તાજું ભોજન બનાવી ખાઓ.

- ઈન્દિરા મિત્તલ.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....