સામગ્રી :

  • ૫ મોટી ચમચી અડદની દાળનો પાઉડર
  • ૨ મોટી ચમચી ધોયેલી મગ દાળનો લોટ
  • ચપટી હિંગ
  • ૧ નાની ચમચી જીરું પાઉડર
  • ૧/૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
  • ૧ નાની ચમચી આદું અને લીલાં મરચાં સમારેલાં
  • ૯-૧૦ કિસમિસ
  • ૧ મોટી ચમચી કાજુની કતરણ
  • ૧ નાની ચમચી ચારોળી
  • ૨ કપ દહીં
  • સંચળ અને સફેદ મીઠું સ્વાદ મુજબ.

અન્ય સામગ્રી :

  • ૬-૭ લીમડો
  • ૧/૨ નાની ચમચી રાઈ
  • ચપટી હિંગ
  • ૧/૨ નાની ચમચી જીરું
  • મીઠી લાલ ચટણી અને લીલી ચટણી
  • ૧ નાની ચમચી તેલ.

રીત :

બંને દાળને ૧/૨ કપ પાણી રેડીને મિક્સ કરીને ૧/૨ કલાક ઢાંકીને રાખો. પાણી ઓછું લાગે તો થોડું ઉમેરી દો ત્યાં સુધી ફીણો જ્યાં સુધી દાળ પાણીમાં તરવા ન લાગે. હિંગ અને ચપટી મીઠું નાખો. ડ્રાયફ્રૂટ, આદું અને લીલાં મરચાં મિક્સ કરો. ઈડલી મોલ્ડમાં થોડું મિશ્રણ લો. પછી ડ્રાયફ્રૂટ ભભરાવો અને ફરીથી દાળના મિશ્રણથી ઢાંકી દો. લગભગ આ રીતે ૮ વડાં બનશે. ઈડલીની જેમ વરાળમાં ૧૦ મિનિટ પકાવો. ઠંડા થતા બહાર કાઢો. ૧ નાની ચમચી તેલમાં હિંગ, જીરું, રાઈ અને લીમડાનો વઘાર કરો અને ૨ કપ નવશેકા પાણીમાં ઉમેરી દો. તેમાં વડાં ૫ મિનિટ માટે નાખો. પછી નિતારી લો. દહીં, ગળી અને ખાટી ચટણી, મીઠું, મરચું અને જીરું ભભરાવીને સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....